________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ અને તરછનિન્યતા એવું લાંબું લાંબું માનવામાં ગૌરવ થાય. તેને બદલે પાર્થાન્તરનાઃ એમ જ માની લેવું શું ખોટું ? માટે તમારો આ ચોથો પક્ષ પણ હે જૈનો ! બરાબર નથી. તે કારણથી શકિતનો નાશ માનવો એ શ્રેયસ્કર પક્ષ નથી. કારણ કે પ્રતિબંધક જાય ત્યારે ઉત્તેજનાથી, પ્રતિબંધકાભાવથી, દેશકાળાદિકારકચક્રથી કે અતીન્દ્રિયપદાર્થાન્તરથી પણ ફરીથી શક્તિની ઉત્પત્તિ ઘટતી નથી. બધા જ પક્ષોમાં દોષો જ આવે છે. અને દાહ થતો તો દેખાય જ છે. માટે પ્રતિબંધક આવવાથી અગ્નિમાં દાહકશક્તિનો નાશ થાય છે એવું તમે જૈનો જે કહો છો તે ઉચિત નથી.
હવે જો તમે એમ કહો કે પ્રતિબંધક આવે કે જાય પરંતુ અગ્નિમાં રહેલી દાહકશક્તિ એમની એમ જ રહે છે તેનો જરા પણ નાશ થતો નથી. પરંતુ તે શકિતનો જે દાહકધર્મ છે. તે ધર્મનો નાશ થાય છે. શક્તિ નામનો ધર્મી અનષ્ટ રહે છે પરંતુ તેનો દાહકધર્મ નાશ પામે છે આવો બીજો પક્ષ જો કહો તો તે પણ ન્યાયસંગત નથી. કારણ કે જો દાહકધર્મ નાશ પામે તો પછી તેનો ધર્મી જે દાહકશક્તિ, તે પાગ નાશ જ પામેલી સમજવી. ધર્મ અને ધર્મી અભિન્ન હોવાથી ધર્મનો જો નાશ થાય તો ધર્મનો પણ અવશ્ય નાશ થાય જ માટે શક્તિ પાગ નાશ જ પામે, તેથી શક્તિના નાશનું ખંડન અમે જે રીતે પૂર્વે કર્યું તેની જેમ જ તે શક્તિના ધર્મના નાશનો પક્ષ પણ ખંડન કરવા યોગ્ય સમજી લેવો.
આ પ્રમાણે છે જેનો ! અગ્નિમાં જો દાહાત્મક શક્તિ માનીએ અને પ્રતિબંધકો તે શક્તિને રોકે છે. એમ માનીએ તો તે પ્રતિબંધકોને અકિંચિત્કાર માનવામાં પણ દોષ છે અને કિંચિત્કાર માનવામાં પણ દોષ છે. માટે અમારું કંઈક માનો અને ઘણી લાંબી ચર્ચા કરવા વડે સર્યું. હવે તો કંઈક સમજો, ડાહ્યા થાઓ અને કહો કે અગ્નિમાં આવી દાહકશક્તિ નથી. પરંતુ પ્રતિબંધકાભાવમાત્રથી દાહ થાય છે. ___अत्राभिदध्महे - एतेषु शक्तिनाशपक्ष एव कक्षीक्रियत इत्यपरविकल्पशिल्पकल्पनाजल्पाकता कण्ठशोषायैव वः संवभूव । यत्तूक्तम् - कुतः पुनरसावुत्पद्यतेति । तत्र शक्यन्तरसहकृतात् कृपीटयोनेरेवेति ब्रूमः।
ननु प्रतिवन्धकदशायां सा शक्तिरस्ति नवा ? नास्ति चेत् - कुतः पुनः उत्पद्येत ? शक्यन्तरसहकृतादग्नेरेवेति चेत् - तर्हि साऽपि शक्त्यन्तरसध्रीचस्तस्मादेवोन्मज्जेदित्यनवस्था। अथास्ति, तदानीमपि स्फोटोत्पादिकां शक्तिं सम्पादयेत्, ततोऽपि स्फोटः स्फुटं स्यादेवेति ।
. अत्रोच्यते, प्रतिवन्धकावस्थायामप्यस्त्येव शक्त्यन्तरम्, घटयति च स्फोटघटनलम्पटां शक्तिं तदाऽपि । यस्तु तदा स्फोटानुत्पादः स प्रतिबन्धकेनोत्पन्नोत्पन्नायास्तस्याः प्रध्वंसात् । प्रतिबन्धकापगमे तु स्फोटः स्फुटीभवत्येवेत्यतीन्द्रियशक्तिसिद्धिः ।
अत्राशङ्कान्तरपरीहारप्रकारमौक्तिककणप्रचयावचायः स्याद्वादरत्नाकरात् तार्किकैः कर्तव्यः । एवं च स्वाभाविकशक्तिमान् शब्दोऽर्थं बोधयतीति सिद्धम् ।
જૈન - (નયાયિકોએ અને) વૈશેષિકોએ ઉપર મુજબ વર્ષાવેલી પ્રકનોની ભંગાળની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org