________________
૬૦૮
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ અને પ્રતિબંધકકાળે વિદ્યમાન એવી તે અન્યશક્તિ ટટનનાં = ફોલ્લાને ઉત્પન્ન કરવામાં તત્પર એવી પ્રથમશક્તિને અર્થાત દાહજનકશક્તિને ત્યારે પણ ઉત્પન્ન કરે જ છે. છતાં પણ તે કાળે જે સ્ફોટની અનુત્પત્તિ છે. તે વારંવાર ઉત્પન્ન થતી એવી આ દાહજનકશક્તિનો પ્રતિબંધક વડે પ્રધ્વંસ કરાવાથી થાય છે. એટલે કે દાહજનકશક્તિ જેવી ઉત્પન્ન થાય છે તેવી તુરત જ પ્રતિબંધક તેનો નાશ કરે છે એટલે ફોટની અનુત્પત્તિ થાય છે. અને જ્યારે પ્રતિબંધક દૂર કરવામાં આવે છે ત્યારે દાહજનકશક્તિનો પ્રવ્રુસ કરનાર કોઈ ન હોવાથી સ્ફોટ અવશ્ય થાય જ છે. આ પ્રમાણે અગ્નિમાં અતીન્દ્રિય એવી દાહજનકશક્તિ છે જ અને તે શક્તિ જ દાહ કરે છે. તે જ પ્રમાણે શબ્દમાં પાણ અર્થબોધક એવી અતીન્દ્રિયશકિત સ્વભાવથી જ છે. એમ સિદ્ધ થયું.
આ શક્તિની સિદ્ધિ કરવાની ચર્ચામાં હજુ પણ આવા પ્રશ્નો અને ઉત્તરો ઘણા છે. પરંતુ તે અહી લખવાથી ઘાણું ગ્રન્થગૌરવ થાય અને અભ્યાસકવર્ગને દુર્લભબોધવાળું પાગ આ પુસ્તક બની જાય. માટે અન્ય અન્ય આશંકાઓ અને તેનો પરિહાર કરવાના પ્રકારો રૂપી મોતીઓના કણોના પ્રય = સમુહનો ૩ વવાય: = વિસ્તાર પૂજ્યગ્રંથકારશ્રીએ જ (શ્રી વાદિદેવસૂરિજી એ જ) બનાવેલા સ્વોપજ્ઞ એવા સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રંથમાંથી તાર્કિકપુરૂષોએ જાણી લેવું. આ પ્રમાણે સ્વાભાવિક શક્તિ શબ્દમાં હોય જ છે અને સ્વાભાવિકશકિતવાળો એવો તે શબ્દ અર્થને જણાવે છે એમ સિદ્ધ થયું. ___अथ तदङ्गीकारे तत एवार्थसिद्धेः सङ्केतकल्पनाऽनर्थिकैव स्यादिति चेत् - नैवम्- अस्य सहकारितया स्वीकारात् अङ्कुरोत्यत्तौ पय:पृथिव्यादिवत् । अथ स्वाभाविकसम्बन्धाभ्युपगमे देशभेदेन शब्दानामर्थभेदो न भवेद्, भवति चायम्, चौरशब्दस्य दाक्षिणात्यैरोदने प्रयोगादिति चेत्- तदशस्यम्, सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । तत्र च देशे यदर्थप्रतिपादनशक्तिसहकारी सङ्केतः, स तमर्थं तत्र प्रतिपादयतीति सर्वमवदातम् ॥
હવે અહીં કોઈ એવી શંકા કરે છે કે જો શબ્દમાં અર્થબોધક એવી તે શક્તિનો સ્વીકાર કરીએ તો તે શક્તિથી જ અર્થબોધ થવાની સિદ્ધિ આપોઆપ થઈ જ જાય છે. તો તમે જૈનો મૂલસૂત્ર (૪-૧૧) માં જે સંકેતની કલ્પના કરો છો અથવું સ્વાભાવિકશક્તિ અને સંકેત એમ બે વડે શબ્દ અર્થબોધ કરાવે છે. એવી જે કલ્પના કરો છો તે અનર્થક જ થશે.
ઉત્તર - આ શંકાનો ઉત્તર આ પ્રમાણે સમજવો કે શબ્દમાં રહેલી અર્થબોધ કરાવવાની જે શક્તિ છે તે ઉપાદાન કારણ છે. અને આ સંકેત જે છે તે સહકારી કારણ તરીકે (અર્થાતું નિમિત્તકારાણ તરીકે) અમે સ્વીકારીએ છીએ. જેમ અંકુરા રૂપ કાર્ય ઉત્પન્ન કરવામાં બીજમાં ઉપાદાન શક્તિ હોવા છતાં પણ પાણી અને પૃથ્વી આદિ સહકારી કારાણની આવશ્યકતા રહે છે એમ સમજવું.
હવે અહીં કદાચ કોઈ એવી શંકા કરે કે જો પ્રત્યેક શબ્દમાં અર્થબોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ છે એમ જ માનીએ તો જે શબ્દમાં જે અર્થબોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ હોય, તે શબ્દ તે જ નિયત અર્થને જ જગાવનાર બનવો જોઈએ, બીજો કોઈ અર્થ તે શબ્દમાંથી નીકળવો જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org