________________
૬૦૩
શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા કંઈ પણ લાભ-નુકશાન ન કરતા એવા શૃંગ-ભંગ અને ભંગારાદિ અન્ય અકિંચિત્કર પદાથોને પાગ પ્રતિબંધક થવાનો (માનવાનો) પ્રસંગ આવશે. કારણ કે તમારા મતે અકિંચિત્કર પદાર્થ પણ પ્રતિબંધક બને છે. માટે આ અતિપ્રસંગ દોષ આવશે. - હવે જો કિશ્ચિન્જર વાળ બીજો પક્ષ કહો તો, એટલે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં દાહાત્મકકાર્ય આશ્રયી કંઈક કરનાર છે એમ જ કહો તો તે પ્રતિબંધકો અગ્નિમાં શું કરે છે ? તે કહો. (૧) શું અગ્નિમાં કંઈક ઉપચય (વૃદ્ધિ) કરે છે કે અપચય હાનિ) કરે છે ? જો તે પ્રતિબંધકો અગ્નિમાં ઉપચય કરે છે એમ પ્રથમપક્ષ કહો તો તે પ્રતિબંધકો તે જ અગ્નિમાં દાહશક્તિથી પ્રતિકુળ એવી કોઈ નવી શક્તિ (અપૂર્વશક્તિ) ઉત્પન્ન કરે છે ? કે જે આ દાહક શક્તિ છે તેને જ ધર્માન્તર (અર્થાત્ રૂપાન્તર કરીને) અદાહકપણે કરે છે ?
ને પ્રથમ પ્રમાTમવાતુ - હવે જો એમ કહો કે અગ્નિમાં દાહક શક્તિ છે. પરંતુ મણિ-મંત્રતંત્રાદિ પ્રતિબંધકો આવીને તે જ અગ્નિમાં દાહશકિતથી પ્રતિકુળ એવી બીજી શક્તિ તેમાં ઉત્પન્ન કરે છે. (અને તેથી પ્રતિબંધકકાળે દાહ થતો નથી) તો આ વાત વ્યાજબી નથી. કારણ કે તેમ માનવામાં કોઈ પ્રમાણ દેખાતું નથી. અગ્નિમાં દાહક શક્તિ છે અને મણિ-મંત્ર-તંત્રાદિએ આવીને પ્રતિકુળશક્તિ ઉત્પન્ન કરી અને તે પ્રતિકુળ શક્તિએ થતા દાહનો અભાવ કર્યો. આવી લાંબી વાત માનવામાં કોઈ પ્રમાણ જણાતું નથી. પરંતુ તેને બદલે અગ્નિમાં દાહક જેવી કોઈ શક્તિ છે જ નહિ, અને પ્રતિબંધકે પ્રતિકુળ શક્તિ ઉત્પન્ન કરી જ નથી, પરંતુ પ્રતિબંધકની સન્નિધિમાત્રથી જ દાહાભાવ થાય છે. આટલું જ માનવું તે ચરિતાર્થ (કાર્ય કરનાર) છે. એટલે કે આમ માનવાથી જ દાહાભાવ થવા રૂપ આપાનું કાર્ય પતી જાય છે માટે તે પ્રતિબંધક એવા મણિ મંત્રાદિ તો = તે પ્રતિકુળશક્તિને ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. તથા વળી પ્રતિવર્ધન પ્રતિરાશિ અને તે પ્રતિનિમિાવે આમ માનવા કરતાં પ્રતિવંધMદ્દામાનું માનવામાં શરીરસંબંધી પાળ લાઘવ થાય છે આવી યુકિત પણ જોડવી. (પંકિતના અક્ષરોની જે લઘુતા થાય છે તેને જ શરીર સંબંધી લઘુતા કહેવાય છે.)
હવે જો બીજો પક્ષ ધર્માન્તર કરે છે તે સ્વીકારો તો એટલે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં જે દાહકશક્તિ છે તેને જ ધર્માન્તર-રૂપાન્તર-અર્થાત્ અદાહકરૂપે કરે છે એમ માનશો તો તમારે સત્યેવ = તે ધર્માન્તર-રૂપાન્તર-અદાહકતા ન થઈ હોય ત્યારે જ દાહોત્પાદ થશે. અર્થાત્ તદ્ = તે ધમરનો ૩માવે સતિ પર્વ = જે પ્રાગભાવ છે તે હોતે છતે જ, તાઃોતાઃ = દાહની ઉત્પત્તિ થાય છે. એમ અર્થ થશે એટલે જ્યાં સુધી ધર્માન્તર ઉત્પન્ન ન થાય- ધર્માન્તરનો પ્રાગભાવ હોય ત્યાં સુધી જ અગ્નિ દાહ કરી શકે છે. એમ માનવાથી ધર્માતરના પ્રાગભાવને દાહકતામાં કારણ તરીકે તમે સ્વીકાર કરેલો થશે. એટલે કે તમે (જૈનોએ) પણ અભાવને (ધર્માન્તરના પ્રાગભાવને) દાહકતાનું કારાગ માન્યું. અને એમ કરવાથી તમારા જ કહેલા સર્વ પ્રાગભાવાદિ વિકલ્પો તમને લાગવાનો અવકાશ થશે. એટલે કે અમે તૈયાયિકો જ્યારે પ્રતિબંધકાભાવને દાહનું કારણ માનવાનું કહેતા હતા ત્યારે તમે જ અમારું ખંડન કરતા હતા કે અભાવ એ અભાવાત્મક હોવાથી શશશૃંગાદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org