________________
૫૬૯
શબ્દને આકાશગુણ માનનાર તૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા ત્યારે તે ગંધવાળા પરમાણુઓ પણ ધાણમાં પ્રવેશ પામે જ છે. તેમાં સ્પર્શ પણ છે જ. પરંતુ તે સ્પર્શ ઉત્કટ ન હોવાના કારણે ઉપલબ્ધિ યોગ્ય નથી, તેવી રીતે શબ્દમાં પણ સ્પર્શ અનુભૂત (અનુત્કટ) હોવાના કારણે ઉપલબ્ધિની યોગ્યતાવાળો નથી. માટે ઉપલબ્ધિને યોગ્ય હોય છતાં અનુપલબ્ધિ હોય તો જ નાતિ સાધ્ય સિદ્ધ થાય છે. જેમ કે ઘટ, પરંતુ શબ્દમાં સ્પર્શ અનુત્કટ હોવાથી ઉપલબ્ધિને યોગ્ય જ નથી. માટે ઉપલબ્ધિ થતી નથી, તેથી શબ્દમાં સ્પર્શ નથી એમ નહીં. પરંતુ ઉપલબ્ધિયોગ્ય નથી. તેથી “યોગ્યાનુપલબ્ધિ” નામનો આ હેતુ શબ્દગતસ્પર્શમાં નથી. પરંતુ અયોગ્ય હોતે છતે અનુપલબ્ધિમત્ત્વ હેતુ ત્યાં છે. માટે હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થશે.
સારાંશ કે જે દેખવાને યોગ્ય હોય છતાં ન દેખાય તો તે ત્યાં ન હોય એમ બને. પરંતુ જે દેખવાને યોગ્ય નથી પણ અયોગ્ય છે તેથી તે ન દેખાય તો તે ન હોય એવો નિયમ નથી. ત્યાં વસ્તુ વિદ્યમાન હોવા છતાં અયોગ્ય હોવાથી ન દેખાય એમ બને છે. જેમ શરીરમાં આત્મા, ઉપલબ્ધિ યોગ્ય ન હોવાથી નથી દેખાતો, પરંતુ નથી માટે નથી દેખાતો એમ નહીં. તેથી છે જ. તે જ રીતે શબ્દમાં સ્પર્શ પણ છે જ.
મીમાંસક - ધનHIR સારી = હવે મીમાંસક કદાચ એમ કહે કે ઘનસાર (કપુર) અને ગંધસાર (ચંદન) આદિ દ્રવ્યોમાં ગંધ પણ હોય છે અને સ્પર્શ પણ હોય છે. એટલે ગન્ધનો સ્પર્શની સાથે આવ્યભિચાર (સાથે જ રહેવા)નો નિર્ણય કરી શકાય છે. જ્યાં જ્યાં ગંધ હોય ત્યાં ત્યાં સ્પર્શ હોય જ (પછી ભલે સ્પર્શ જણાય કે ન જણાય પરંતુ હોય જ) એમ નિર્ણય કરાય છે. તેથી ૩ ત્રાફિ તનિકે = અહીં પણ દૂર દૂર રહેલાં સુગંધ-દુર્ગધવાળાં દ્રવ્યો જ્યારે ઘાણમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ગંધ અનુભવાય જ છે. ગંધની સાથે સ્પર્શનો અવ્યભિચાર સંબંધ હોવાથી સ્પર્શ છે જ. એમ નિર્ણય કરી શકાય છે. ફક્ત તે સ્પર્શ સ્પષ્ટ દેખાતો ન હોવાથી અનુભૂત છે (અનુત્કટ છે) એમ જાણી શકાય છે. પરંતુ નેતરત્ર = ઈતર એટલે કે શબ્દમાં તો અનુભૂત એવો પણ સ્પર્શ નથી જ. કારણ કે સ્પર્શના નિર્ણયને કરાવનાર (એવો તેની સાથે આવ્યભિચારી) ગંધ આદિની પ્રતીતિરૂપ કોઈ પ્રબળ હેતુ હોય એવું કોઈ પ્રમાણ નથી. જો ગંધ જણાત તો તો અનુભૂત પણ સ્પર્શ અવ્યભિચારી હોવાથી અંદર છે એમ માની લેવાય. પરંતુ શબ્દમાં તો ગંધ પણ જણાતી નથી. તો અનુભૂત એવો પણ સ્પર્શ શબ્દમાં છે એમ કેમ માની શકાય ?
જેન - મ મૂત્તાવત્ = શબ્દમાં અનુભૂત એવા પણ સ્પર્શને જણાવનાર તેની સાથે આવ્યભિચારી ગંધના અસ્તિત્વનું હોવું આવું નિર્ણાયક કોઈ પ્રમાણ ભલે જણાતું નથી પરંતુ જ્યાં જ્યાં ગંધ હોય છે ત્યાં ત્યાં પુદ્ગલોમાં ઉદ્ભૂત સ્પર્શ પણ હોય છે અથવા અનુભૂત સ્પર્શ પણ હોય છે એમ તો અવશ્ય નક્કી થાય જ છે. જેમ ઘટ-પટ આદિ દ્રવ્યોમાં ઉદ્ભતસ્પર્શ છે. તેમ ઘસારચંદન આદિમાં અનુભૂત સ્પર્શ છે. પરંતુ પુલ હોય ત્યાં ત્યાં ઉદ્ભૂત અથવા અનુભૂત સ્પર્શ અવશ્ય હોય જ છે. એમ અવશ્ય નિર્ણય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org