________________
૫૯૧
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા મુકયો હોય, એમ જ કહી શકાય અને હેતુ “અત્યન્તવ્યતિરિક્ત” છે તે પક્ષમાં વર્તે નહીં. માટે સ્વરૂપાસિદ્ધ થાય છે.
જૈન - તત્સત્ = નૈયાયિકની ઉપરની વાત મિથ્યા છે. કારણ કે અહીં અનુમાનમાં અમે જે અભાવને પક્ષ તરીકે રજુ કર્યો છે તે પર એવા તૈયાયિકોએ સ્વીકારેલો એવો જે અભાવ (અર્થાત્ ભાવથી એકાન્ત ભિન્ન એવો જે અભાવ) તેને જ ધર્મી તરીકે કહ્યો છે. કારણ કે અમારે તૈયાયિકોએ માનેલા એકાન્ત ભિન્ન એવા અભાવનું જ ખંડન કરવાનું છે તેથી પક્ષમાં મુકાયેલ અભાવ એ ભાવથી અભિન્ન એવો સ્વીકાર્યો નથી. પરંતુ પરાભ્યપગત એવો ભાવથી એકાન્ત ભિન્ન એટલે પર એવા યાયિકોએ જે સ્વીકારેલો છે તે અભાવ જ સ્વીકાર્યો છે. અને તેવા અભાવમાં હેતુ વર્તે જ છે માટે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી.
તથા વળી તસ્ય ૨ = પરે માનેલો તે અભાવ ભાવથી એકાન્ત પૃથભૂત છે. એમ જૈનો વડે પણ સ્વીકારાયેલું જ છે. કારણ કે જેનો જાણે જ છે કે આ તૈયાયિકો તે અભાવને ભાવથી એકાન્ત પૃથભૂત માને છે. તેથી તેઓનો માનેલો જ એકાન્ત ભિન્ન એવો જે અભાવ તે અમે અહીં પક્ષ તરીકે મુકાયો છે.
ને વેત્ત્વવતુ = તથા વળી જે વસ્તુ છે વધ્યાપુત્ર-આકાશપુછ્યું કે તુરંગશૃંગાદિ જે અસત્ વસ્તુ છે અત્યન્તાભાવ રૂપ ચોથો અભાવ છે. તે અભાવને જૈનો ભાવાત્મક વસ્તુથી અભિન્ન માનતા નથી. તેથી પાગ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી. અમે જૈનો તો પ્રાગભાવ-પ્રäસાભાવ અને અન્યોન્યાભાવ એમ ત્રણ અભાવને ભાવથી કથંચિત્ અભિન્ન માનીએ છીએ અને આ ખંડન અત્યાન્તાભાવનું ચાલે છે તેથી તે પક્ષ ભાવથી અભિન્ન નથી. માટે પણ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી. આ રીતે તેવું = તમારો માનેલો એવો (ભાવથી એકાન્ત ભિન્ન એવો) અભાવ ભાવોત્પાદક નથી જ એમ સિદ્ધ થયું.
किश्च । यदा प्रतिबन्धकाभावो विभावसुस्वरूपादेकान्तभिन्नोऽभ्युपागामि, तदा विभावसुः प्रतिबन्धकस्वभावः स्वीकृतः स्यात्, प्रतिबन्धकाभावाद् व्यावर्तमानत्वात्, मणिमन्त्रादिप्रतिबन्धकस्वरूपवत् । तथा च कथं कदाचिद्दाहादिकार्योत्पादो भवेत् । विभावसोरेव प्रतिबन्धकत्वात् । अथ कथं विभावसुः प्रतिबन्धकः स्यात् ? तत्र प्रतिबन्धकप्रागभावस्य विद्यमानत्वात् तदनवदातम् । एतावता हि तत्र वर्तमानः प्रतिबन्धकप्रागभाव एव प्रतिबन्धकस्वभावो मा भूत्, विभावसुस्वरूपं तु तदभावाद् व्यावर्तमानं प्रतिबन्धकतां कथं न कलयेत् ? यथा हि प्रतिबन्धकः स्वाभावाद् व्यावर्तमानः प्रतिबन्धकतां दधाति, तथा तनूनपादपि प्रतिबन्धकाभावाव्यावर्तमानमूर्तिः कथं न प्रतिबन्धकरूपतां प्रतिपद्येत ? स्यावादिनां तु भावाभावोभयात्मकं वस्त्विति प्रतिबन्धकाभावात्मनः कृष्णवर्त्मनो न प्रतिबन्धकरूपता ।
તથા વળી હે તૈયાયિક ! તમે દાહાત્મક કાર્ય થવામાં જેમ અગ્નિ કારાગ છે તેમ અગ્નિથી અત્યન્ત ભિન્ન એવો પ્રતિબંધકાભાવ પાણ સહકારી કારાગ છે. એમ માનો છો. અર્થાત્ અગ્નિ અને પ્રતિબંધકાભાવ આ બે વડે દાહ થાય છે એમ તમે માનો છે. જે તમે જ પૂર્વે કહી ગયા છો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org