________________
૫૯૮
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ પણ ચંદ્રકાન્ત મણિની હાજરીકાળે પણ મવત્િ = વિદ્યમાન છે માટે દાહ થવો જોઈએ, પરંતુ થતો નથી, માટે અન્યોન્યાભાવ પણ દાહનું કારણ નથી.
ન ચતુર્થ = ચોથો પક્ષ પણ ઉચિત નથી. એટલે કે એકલો પ્રાગભાવ, કે એકલો પ્રāસાભાવ, કે એકલો અન્યોન્યાભાવ એમ અમુક કોઈ નિયત અભાવને જ કારણ તરીકે અમે માનતા નથી પરંતુ ગમે તે કાળે આ ત્રણમાંથી ગમે તે કોઈ પણ એક અભાવ દાહોત્પત્તિમાં કારણ બને છે એવું અમે (નૈયાયિકો) માનીશું તો તે તમારી વાત ઉચિત નથી, કારણ કે જો આમ અનિયત કારણ માનો તો આગળ ઉપર હમાણાં જે સમજાવાશે એવો નિયતદેતુત્વ નામનો દોષ લાગવાનો તમને પ્રસંગ આવે. તે આ પ્રમાણે ઘટનું કારણ માટી જ છે. પટનું કારણ તંતુ જ છે. ધૂમનું કારણ અગ્નિ જ છે એમ પ્રતિનિયત કાર્યનું જો પ્રતિનિયતકારણ હોય તો જ કાર્યકારણભાવ સંભવે, અને તો જ ઘટનો અર્થી માટી લાવે, પટનો અર્થી તંતુ લાવે, જો એમ ન હોય તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય બનવા લાગે. તેથી તો જગતમાં અવ્યવસ્થા થઈ જાય, નિયત કાર્યકારાગભાવનો જે વ્યવહાર છે તેનો ઉચ્છેદ જ થાય, તેથી “અનિયતકારાગતાનો' દોષ આવે.
દ્વિત્રપ્રતિવમીવમેન્ટે = હવે જો પ્રાગભાવાદિ એકેક અભાવને સહકારી કારણ માનવામાં દોષ દેખાય છે માટે તે પક્ષ છોડીને બે અથવા ત્રાણ અભાવોને સમુચ્ચિત રૂપે દાહોત્પત્તિમાં જો કારણ માનો તો અમે તમને પુછીએ છીએ કે જો બે અભાવો કારણ માનો તો ક્યા બે અભાવો? (૧) શું પ્રાગભાવ અને પ્રબંસાભાવ એમ બે અભાવ, કે (૨) શું પ્રાગભાવ અને પરસ્પરાભાવ એમ બે અભાવ, કે (૩) શું પ્રäસાભાવ અને પરસ્પરાભાવ એમ બે અભાવ દાહમાં કારણ છે કે (૪) ત્રણે પણ અભાવો સાથે મળીને દાહોત્પત્તિમાં હેતુઓ બને છે !
(૧) નાદ્ય: પક્ષ: = પ્રથમપક્ષ બરાબર નથી, કારણ કે અગ્નિ પાસે જ્યારે ચંદ્રકાન્ત અને સૂર્યકાન્ત બન્ને હાજર હોય ત્યારે એટલે કે ઉત્તેજક જે સૂર્યકાન્ત મણિ છે તેની નિકટતા હોતે છતે તાવન્તરેfપ = તે પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ બન્ને વિના પાણ (ચંદ્રકાન્ત હાજર હોતે છતે પાણ) પાવકમાં પ્લોષકાર્ય ઉત્પન્ન થતું દેખાય જ છે. માટે આ બે અભાવો દાહનાં કારણ નથી.
कारणसत्त्वेऽपि कार्याजनकत्वम् प्रतिबन्धकस्य लक्षणम् ।
प्रतिबन्धकसत्त्वेऽपि कार्यस्य जनकत्वम् उत्तेजकस्य लक्षणम् । સમવાયી આદિ કારણો હોવા છતાં જે કાર્ય ન થવા દે તે પ્રતિબંધકનું લક્ષણ છે. અને પ્રતિબંધક વિદ્યમાન હોવા છતાં પણ જે કાર્ય થવા દે તે ઉત્તેજકનું લક્ષણ છે. ચંદ્રકાન્ત પ્રતિબંધક છે અને સૂર્યકાન્ત ઉત્તેજક છે. બન્ને મણિની વિદ્યમાનતાકાળે પ્રતિબંધક ચંદ્રકાન્તમણિનો પ્રાગભાવ કે પ્રધ્વસાભાવ એમ બન્ને નથી. છતાં દાહ થાય જ છે. માટે આ બન્ને અભાવો દાહનું કારાગ છે. તે પક્ષ પણ ઉચિત નથી. (૨) પ્રાગભાવ અને પરસ્પરાભાવ એ બીજો પક્ષ, (૩) પ્રāસાભાવ અને પરસ્પરાભાવ એ ત્રીજો પક્ષ, અને (૪) ત્રણે અભાવ એ ચોથો પક્ષ, આ બીજો, ત્રીજો અને ચોથો પક્ષ વ્યાજબી નથી, કારણ કે પ્રતિબંધકનો જે અન્યોન્યાભાવ છે તે દાહોત્પત્તિમાં અકારણ છે એમ અમે પૂર્વે કહી ચુક્યા છીએ. અને આ ત્રણે ભેદો અન્યાખ્યાભાવથી સંવલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org