________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૯૪ એ જ દાહાત્મકકાર્યમાં કારણ નથી, કે જેથી તાન = ત્યાં (જ્યાં અગ્નિ અને ચંદ્રકાન્ત છે ત્યાં) યમાવત્ જે વિવક્ષિત ચંદ્રકાન્ત મણિ માત્રરૂપ એક જ પ્રતિબંધકાભાવરૂપ બીજા કારાગનો અભાવ હોવાથી દાહ ન થાય.
સારાંશ કે જો એકલો ચંદ્રકાન્તાભાવ જ દાહનું કારણ તમે માન્યું હોત તો તો ચંદ્રકાન્તની હાજરી કાળે તે વિવક્ષિત ચંદ્રકાન્તાભાવ ન હોવાથી દાહ ન થાય એવું બને એમ માની શકાય પરંતુ તમે એવું માન્યું નથી. તમે તો તવદ્વ = તે વિવક્ષિત એક પ્રતિબંધકાભાવની જેમ જ સર્વે પ્રતિબંધકાભાવોમાં દાહકાર્ય કરવાનું સામર્થ્ય સરખું જ સ્વીકાર્યું છે. એટલે વિવક્ષિત એક પ્રતિબંધકાભાવ ભલે ત્યાં નથી, કારણ કે ચંદ્રકાન્ત હાજર છે માટે, પરંતુ મંત્ર-તંત્ર-ઓષધિ આદિ અનેક પ્રતિબંધકોના અનેક અભાવો ત્યાં હાજર જ છે તો શા માટે દાહ ન થાય ? દાહ થવો જ જોઈએ, અને દાહ થતો નથી માટે પ્રતિબંધકાભાવ” એ અગ્નિથી ભિન્નપાણે કારણ નથી.
તૈયાયિક :- હે જૈનો! તમારી ઉપરોકત વાત બરાબર નથી. કારણ કે કોઈ અમુક “પ્રતિબંધકાભાવ” કાર્ય પ્રત્યે અમે કારણ માન્યું નથી. પરંતુ સમુદિત = સાથે મળેલા “સર્વ-પ્રતિબંધકાભાવ” જ્યારે હોય ત્યારે જ તે કાર્યોત્પત્તિમાં કારણ છે એમ અમે માનીએ છીએ. પરંતુ એકેક પ્રતિબંધકાભાવને કુંભકારની જેમ દાહાદિકાર્યમાં કારણ અમે માનતા નથી. તેથી જ્યાં અગ્નિ સાથે ચંદ્રકાન્ત મણિ છે
ત્યાં ઈતર એવા મંત્ર-તંત્ર-ઔષધિ આદિ અનેકવિધ પ્રતિબંધકાભાવ વિદ્યમાન હોવા છતાં પણ ચંદ્રકાન્ત મણિ હોવાથી તેનો અભાવ ત્યાં નથી, તેથી સર્વપ્રતિબંધકાભાવ રૂપ કારાણ ન મળવાથી દાહ થતો નથી. કેવલ એકલો અગ્નિ હશે ત્યાં જ દાહ થશે. કારણ કે ત્યાં સર્વપ્રતિબંધકાભાવ રૂપ બીજુ કારણ મળે છે.
જૈન :- તર્દિ પિ = હે તૈયાયિક ! જો તમે આ પ્રમાણે “સર્વપ્રતિબન્ધકાભાવ” કાર્યોત્પત્તિમાં કારાગ માનશો. તો કોઈપણ દિવસ દાહાદિકાર્યની ઉત્પત્તિ થશે નહીં, કારણ કે સર્વ એવો પ્રતિબંધકાભાવ કદાપિ સંસારમાં સંભવતો નથી, સર્વેષાં તેષાં = સર્વ એવા તે અનેક પ્રતિબંધકાભાવોનો દ્રાવિદ્ ૩માવાતું = ક્યારે પણ અભાવ હોતો નથી, કારણ કે આ પૃથ્વી ઉપર મણિ-મંત્ર-તંત્ર આદિ અનેક પ્રતિબંધકો જગતમાં જુદા-જુદા સ્થાને જુદા જુદા કાળે કાયમ હોય જ છે. સર્વ પ્રતિબંધકોના અભાવનો તો સદા અભાવ જ હોય છે." ૧. અહીં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલ ગુજરાતી વિવેચનના બીજા
ભાગમાં પૃષ્ઠ ૧૩૩ માં લીટી ૨૬ માં તેષાં સર્વષi (1) ચિટૂમાવત્ લખીને કસમાં ન મુક્યો છે. પરંતુ તે મુકવાની (ઉમેરવાની) જરૂર નથી તેવાં શબ્દથી પ્રતિબંધકાભાવ જ લેવાનો છે. પ્રતિબંધક લેવાનો નથી. કારણ કે ઉપર “પ્રતિબંધકાભાવ” ની જ વાત ચાલી રહી છે અને તત્ શબ્દ ઉપર કહેલ વાતનો જ પરામર્શ કરે છે. અને અર્થસંગતિ પાર થાય છે કે તે પ્રતિબંધકાભાવો સર્વે ક્યારેય હોતા નથી. જગતમાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધકો તો કયાંકને કયાંક અવશ્ય હોય જ છે. તથા ૧૩૫ માં પાના ઉપર ટિપ્પણીવાળી ટી પાંચમી-છઠ્ઠી પંક્તિમાં તેષાં નો અર્થ પ્રતિવંધમાવે કરેલો જ છે. માટે (ન) લખવાની જરૂર નથી, તેવાં સર્વેvi ગમવાત = તે સર્વ પ્રતિબંધકાભાવોનો અભાવ હોવાથી આ અર્થ સંગતપણે બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org