________________
પ૮૫
શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે જે ક્ષેત્રમાં અને જે કાળે અગ્નિ સળગે છે તેનાથી દેશાન્તરમાં અને કાળાન્તરમાં (ક્યાંક તો મણિ-મંત્ર-તંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધકો હોવાથી) સર્વે તે પ્રતિબંધકાભાવો પ્રાપ્ત થતા નથી. ક્યાંક તો પ્રતિબંધક હોય જ છે. એટલે કોઈ અગ્નિથી કોઈ કાલે પાગ દાહ થશે નહીં (પંજલી ટીકા પ્રક-૧૩૪ માં કહ્યું છે કે વિમવિિત ફેરાત્રિીન્તરિતા: સર્વડ પ્રાપ્યત્તે તિ નતિ = દેશાન્તરિત અને કાલાન્તરિત સર્વે પ્રતિબંધકો પ્રાપ્ત થાય છે. માટે સર્વ પ્રતિબંધકાભાવ સંસારમાં નથી. હવે આ દોષમાંથી બચવા માટે જો નૈયાયિક આ પ્રમાણે દલીલ કરે કે –
નૈયાયિક :- ચંદ્રકાન્ત મણિ આદિ જે જે પ્રતિબંધકો તે (વિવક્ષિત) અગ્નિની દાહકશક્તિનો પ્રતિબંધ કરવાને પ્રસિદ્ધ સામર્થ્યવાળા હોય તે જ પ્રતિબંધકોના સર્વે અભાવો દાહોત્પત્તિનું કારણ છે. એવું અમે માનીએ છીએ પરંતુ પત્ર તત્ર કે યા તા રહેલા એવા સર્વ પ્રતિબંધકોના અભાવો અમે કારાગ માનતા નથી. અર્થાત્ અગ્નિના નિકટક્ષેત્રવર્તી અને નિકટ ફાળવત પ્રતિબંધકો હોય તો જ તે અગ્નિની દાહક શક્તિને રોકવા સમર્થ છે. પરંતુ દૂર દૂર ક્ષેત્રવર્તી કે દૂર દૂર કાળવર્તી પ્રતિબંધકો હોય તો તે અગ્નિની દાહકશક્તિને રોકનાર નથી. માટે નિકટક્ષેત્રવતી અને નિકટકાલવત એવા પ્રતિબંધકો જ પ્રતિબંધક બને છે તેવા તે પ્રતિબંધકોનો સર્વ અભાવ દાહનું કારણ બને છે એમ અમે માનીશું. પરંતુ નિકટ કે દૂર ક્ષેત્રવર્તી અને નિકટ કે દૂરકાશવર્તી એમ સમસ્ત ત્રણે ભુવનમાં સર્વ પ્રતિબંધકોનો અભાવ દાહનું કારણ છે એવું અમે માનીશું નહીં, જેથી તમારો કહેલો દોષ અમને આવતો નથી. અમે અહીં વાપરેલો રહુ શબ્દ પ્રકારના અર્થમાં વર્તતો સ્વીકાર્યો છે. એટલે કે જે જે પ્રતિબંધકોમાં જ્યારે જ્યારે (જે જે કાળે) અને જ્યાં જ્યાં (જે જે ક્ષેત્રે) પ્રતિબંધકતાનો પ્રકાર આવતો હોય તે તે પ્રતિબંધકોનો જ, તે તે કાળે જ, તે તે ક્ષેત્રે જ, અભાવ અમે દાહનું કારાગ માનીએ છીએ. નિકટ હોય તો જ પ્રતિબંધકતાનો પ્રકાર આવે છે દૂર હોય તો પ્રતિબંધકતાનો પ્રકાર આવતો નથી, માટે “નિકટવર્તી જ પ્રતિબંધકતાના પ્રકારવાળા જ સવ' એવા અર્થમાં સર્વ શબ્દ છે. પરંતુ ત્રાગભુવનવર્તી કે ત્રાગકાળવર્તી સર્વ પ્રતિબંધકાભાવ દાહનું કારણ છે એમ અમે કહેતા નથી.
જૈન :- દૂરક્ષેત્રવર્તી અને દૂરકાળવર્તી પ્રતિબંધકોના અભાવને તમે દાહનું કારાગ ન માન્યું. પરંતુ “પ્રસિદ્ધસામર્થ્યવાળા” એટલે નિકટત્રવર્તી અને નિકટકાળવર્તી પ્રતિબંધકો (કે જેમાં દાહ રોકવાનું સામર્થ્ય છે તેવા પ્રતિબંધકો)નો જ અભાવ દાહનું કારાગ તમે માન્યું છે. ત્યાં હવે અમે તમને પુછીએ છીએ કે “સિદ્ધરતીમથ્યઃ' એ શબ્દમાં સામર્થ્ય શબ્દથી પ્રતિબંધકોમાં શું કોઈ અતીન્દ્રિયશકિત માનો છો કે પ્રતિબંધકોનું તેવા પ્રકારનું સ્વતઃ સ્વરૂપ જ માત્ર છે ? એમ માનો છો. આ પ્રશ્નનો ઉત્તર આપો.
પ્રજ્યપક્ષસ્વીકારે તુ = હવે જે હે નૈયાયિકો ! તમે પહેલો પક્ષ સ્વીકારશો, એટલે કે પ્રતિબંધકોમાં એવી કોઈ અતીન્દ્રિય શક્તિ છે કે જે અગ્નિની દાહકશક્તિને રોકે છે એમ જો માનશો તો આ એકક્ષણમાત્રમાં આપણા બે વચ્ચેનો વાદવિવાદ સમાપ્ત થવાથી કંઠશોષ (બોલી બોલીને ગળાને શોષ આપવા રૂપ ક્રિયા કરવાની વાત) જ સમાપ્ત થાય છે. કારણ કે આટલી લાંબી ચર્ચા કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org