________________
૫૮૮
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ સિદ્ધિ કરવી જ પડશે.
હવે જ્યારે રાજસભામાં રાજા-પ્રજા વચ્ચે વાદી-પ્રતિવાદી તરીકે ઉભેલા તમને આવો પ્રશ્ન પુછાય ત્યારે તમે જો “તથા વિધવચનોને” = તેવા પ્રકારનાં વધ્યાપુત્ર છે જ, અથવા વધ્યાપુત્ર નથી જ, એવું વચન ઉચ્ચારણ કરશો ત્યારે સભાના લોકો, રાજા અને તમારા સામેનો વાદી અથવા પ્રતિવાદી જ્યારે તમને પુછશે કે વથમેતત્ = “વધ્યાપુત્ર છે જ' એવું જો કહો તો તે કેવી રીતે ? અને “વધ્યા પુત્ર નથી જ' એવું જો કહો તો તે કેવી રીતે ? તે માટેનું પ્રમાણ (યુક્તિ) બતાવો એમ જ્યારે રાજસભાદિ પ્રમાણની ગષણા તમારી પાસે કરશે ત્યારે તમારે તમારા બોલેલા વિધિ-નિષેધને સિદ્ધ કરવા કોઈને કોઈ પ્રમાણ (અનુમાન પ્રમાણ) ઉચ્ચારણ કરવું જ પડશે. તે વખતે “વધ્યાપુત્ર છે” એમ બોલશો તો પણ અને “વધ્યાપુત્ર નથી” એમ બોલશો તો પણ તમારો હેતુ અવશ્ય આશ્રયાસિદ્ધિ દોષથી ગ્રસ્ત જ થશે. અને જો કોઈ પણ પ્રમાણ રજુ જ નહી કરો તો (કારણ કે પ્રમાણ રજુ કરો તો આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થવાનો ભય છે માટે જો પ્રમાણ રજુ નહી કરો તો) નિપ્રમાણમાં એવું તમારું સમસ્ત વચનમાત્ર (બીજું કંઈ યુક્તિસિદ્ધ બોલાયું હશે તે પાણ) પ્રશ્ન કરનારા બુદ્ધિશાળી રાજસભાના લોકો વડે, રાજા વડે, અને સામેના વાદી વડે અનપેક્ષિત જ (અસ્વીકૃત જ) થશે. કારણ કે રાજસભામાં જે હારે તેનું કહેલું સર્વ મિથ્યા ઠરે. માટે જો અનુમાન પ્રમાણાદિ બોલશો તો આથયાસિદ્ધ થશે અને અનુમાન પ્રમાણાદિ કંઈ પણ નહી બોલો તો ગાંડામાં (મુખમાં) ખપશો.
નેયાયિક = જ્યારે રાજસભામાં વધ્યાપુત્ર છે કે નહીં ? એવો પ્રશ્ન કરાય ત્યારે છે કે નથી એમ કહીએ તો આશ્રયાસિદ્ધ હેત્વાભાસ લાગે અને જો કંઈ ન બોલીએ તો ગાંડામાં (મુર્ખામાં) ખપીએ. માટે અમે આવા પ્રશ્નકાળે મયમાવે = વિધિ અને નિષેધ એમ બન્નેનો અભાવ છે' એમ કહીશું. પછી અમને કોઈ દોષ આવશે નહીં.
જૈન =આ પ્રમાણે ઉભયાભાવ કહેવો શકય નથી. કારણ કે વિધિ અને નિષેધ પરસ્પર ભાવ અને અભાવાત્મક સ્વભાવવાળા છે. એકના નિષેધમાં અપરનું અવશ્ય વિધાન થાય જ છે. જ્યાં વિધિનો નિષેધ થાય ત્યાં નિષેધનું વિધાન થાય જ, અને જ્યાં નાસ્તિનો નિષેધ થાય ત્યાં અસ્તિનું વિધાન થાય જ. એટલે ઉભયનો અભાવ હોઈ શકે જ નહીં. વિધિનો પ્રતિષેધ એ જ નિષેધ છે અને નિષેધનો પ્રતિષેધ એ જ વિધિ છે. માટે પહેલી વાત એ છે કે “અસ્તિ કે નાસ્તિ આ બન્નેમાંથી એકે એવો નથી કે જેને એવો ઉભયાભાવ” કહી જ ન શકાય.
બીજી વાત વળી એ છે કે (તુ વ ૩મયપ્રતિષેધ પ્રતિજ્ઞા) માનો કે તમે ઉભયાભાવ છે એમ કહો તો તે કહેવા માટે પણ તમારે તે રાજસભામાં પૃથ્વીપતિ સમક્ષ આવી પ્રતિજ્ઞા કરવી જ પડે કે “વધ્યાપુત્ર: વિધિનિષેધોમયજમાવવાનું” આવું પ્રતિજ્ઞાદિવાળું અનુમાન જ કરશો અને આગળ કોઈપણ તમારો મનમાન્યો હેતુ આ પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે મુકશો. તો ત્યાં પાણ ગગનારવિન્દની જેમ તમારો કલ્પેલો આ પક્ષ સંસારમાં ન હોવાથી તમારો ત્યાં (તે અનુમાનમાં) ઉપાદાન કરાતો કોઈપણ હેતુ આશ્રયાસિદ્ધિ દોષથી મુક્ત બનશે નહીં (અર્થાત્ તમને ત્યાં પણ આશ્રયસિદ્ધિ દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org