________________
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા
૫૮૭ દોષિત જ છે.
अत्रोच्यते - बिकल्पमात्रात् तत्प्रतिपत्तिं ब्रूमहे । न चाश्रयासिद्धिः । अवस्तुनि विकल्पात् प्रसिद्धेरवश्याश्रयणीयत्वात् । अन्यथा वन्ध्यास्तन्धयादिशब्दानुच्चारणप्रसङ्गात् । न च नोच्चार्यत एवायं मयेति वाच्यम् । वान्ध्येयोऽस्ति नास्ति वेति पर्यनुयोगे पृथ्वीपतिपरिषद्यवश्यं विधिनिषेधान्यतराभिधायिवचनस्यावकाशात् । तूष्णीं पुष्णतोऽस्याऽप्रतिपित्सितं किञ्चिदुच्चारयतो वा पिशाचकित्वप्रसङ्गात् । तथाविधवचनोच्चारणे च कथमेतदिति प्रमाणगवेषणेऽनुमानमुच्चार्यमाणमाश्रयसिद्धिग्रस्तम् । समस्तं निष्प्रमाणकं वचनमात्रं प्रेक्षावता प्रश्नकृताऽनपेक्षितमेव । न चोभयाभावोऽभिधातुं शक्यः । विधिनिषेधयोर्भावाभावस्वभावत्त्वात् । एकनिषेधेनापरविधानात् । विधिप्रतिषेधो हि निषेधः । निषेधप्रतिषेधश्च विधिः । अस्तु वोभयप्रतिषेधप्रतिज्ञा । हेतोस्तु तत्रोपादीयमानस्य नाश्रयासिद्धिपरिहारः । तदुक्तम्
-
=
જૈન ઉપર કહેલી તૈયાયિકની વાતનો ઉત્તર આ પ્રમાણે છે કે ધર્મી તરીકે અમે કહેલો ‘‘અભાવ” પ્રત્યક્ષ કે અનુમાનાદિ પ્રમાણથી કહેલો નથી. પરંતુ તમે પાડેલા ત્રણ પક્ષોમાંના ત્રીજા પક્ષરૂપ ‘‘વિકલ્પમાત્ર’’થી અભાવનો સ્વીકાર અમે (જૈનો) કહીએ છીએ. અને વિકલ્પમાત્રથી પક્ષનો સ્વીકાર કરવામાં આયાસિદ્ધ હેત્વાભાસ જે તમે કહ્યો તે થતો નથી. જે અવસ્તુ રૂપ છે અર્થાત્ જે વસ્તુ ‘‘અસત્’” રૂપ છે. તેના નિષેધની પ્રસિદ્ધિ માટે વિકલ્પથી અવશ્ય પક્ષ સ્વીકારવાનો જ હોય છે. અન્યથા જો એમ ન હોય અને સર્વથા ઞસત્ વસ્તુને પક્ષ તરીકે વિકલ્પમાત્રથી પણ મુકી શકાતી ન જ હોય તો વન્ધ્યાસ્તનંધયાદિ (વન્ધ્યાપુત્ર-આકાશપુષ્પ-શશશ્રૃંગતુરંગશૃંગ આદિ) શબ્દોનું પણ અનુચ્ચારણ જ થવાનો પ્રસંગ આવશે. કારણ કે વન્ધ્યાપુત્રઆકાશપુષ્પ આ સંસારમાં છે કે નહીં ? એવા પ્રશ્નના ઉત્તરકાલે વન્ધ્યાપુત્ર સંસારમાં નથી, આકાશપુષ્પ નથી ઈત્યાદિમાં વિકલ્પમાત્રથી ઉચ્ચારણ જે થાય છે તે પણ આશ્રયાસિદ્ધ જ થશે. માટે તેવું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં અને સંસારમાં કરાય તો છે જ. માટે વિકલ્પમાત્રથી ધર્મીનું ઉપાદાન થાય છે.
—
નૈયાયિક = न च नोच्चार्यत एवायं मयेति वाच्यम् = આ વન્ધ્યાપુત્રાદિ શબ્દો મારા વડે તો કદાપિ ઉચ્ચારણ નથી જ કરાતા.
જૈત એમ ન કહેવું. “વન્ધ્યાપુત્ર છે કે નહીં’” એમ રાજસભામાં વાદ-વિવાદના પ્રસંગે વાદી-પ્રતિવાદીની વચ્ચે પ્રશ્ન કરાયે છતે અવશ્ય વિધિ અથવા નિષેધ એમ બેમાંથી કોઈપણ એકનું અભિધાન કરનારૂં વચન તારે પણ અવશ્ય સ્વીકારવાનું જ હોય છે. રાજસભામાં વાદ-વિવાદ પ્રસંગે તમે વાદી-પ્રતિવાદી હો અને આવો પ્રશ્ન પુછાયો હોય ત્યારે જો મૌનનો આશ્રય કરશો, અથવા અણગમતું બોલશો, અથવા ગમે તેમ અસ્તવ્યસ્ત કંઈ પણ બોલશો, તો તેવું કરતા તમને ગાંડાપણાનો (હારી જવાનો અને મૂર્ખામાં ખપવાનો અને જાણે પિશાચ = ભૂત વળગેલું હોય તેવા ગાંડા ગણાવાનો) પ્રસંગ આવશે. તમારે હા કે ના કહેવી જ પડશે અને સામે અનુમાન રજુ કરીને વન્ધ્યાપુત્ર છે જ, અથવા વન્ધ્યાપુત્ર નથી જ, એમ ધર્મીનું પ્રતિપાદન કરીને વિધિ અથવા નિષેધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org