________________
૫૭૬
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ दाहवद्विजातीयकारणजन्यकार्येष्वपि तुल्यरूपम्, न हि दाहं प्रत्येवाग्नेरग्नित्वम्, यथा पुत्रापेक्षं पितुः पितृत्वम् । ततश्चाग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति नातीन्द्रियां शक्तिमन्तरेणाग्नित्वादीनां कार्यकारणभावव्यवस्थाहेतुत्वम् । तद्वदेव च गत्वौत्वादिसामान्यानामपि न वाच्यवाचकभावनियमहेतुत्वमिति नियामिका शक्तिः स्वीकर्तव्यैव ॥
ટીકાનુવાદ :- (૧) સ્વમાવિ = એટલે સહજ, નૈસર્ગિક, કુદરતી, સ્વય, અનાદિની સિદ્ધ એવી સ્વાભાવિકપણે રહેલી, સામર્થ્ય = એટલે શક્તિ, અર્થનું પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિવિશેષ, જેનું બીજું નામ યોગ્યતા પણ છે તે, (૨) સમય એટલે સંકેત, આ શબ્દ આ વાસમાં જ વાપરવો, અને આ વાચ્ય માટે આ જ શબ્દ વાચક સમજવો એવો કરાયેલો પરસ્પર સંકેત તે સમય કહેવાય છે. વાચ્યવાચકભાવનો નિયમ તે સંકેત.
તામામ્ = તે સ્વાભાવિકસામર્થ્ય અને સંકેત આ બે વડે જ શબ્દ એ અર્થબોધનું કારણ બને છે. (આ બેમાંથી કોઈ પણ એક માત્ર વડે જ અર્થબોધ થાય છે એવું માનવું તે મિથ્યા છે.) તે બેમાંથી તૈયાયિકો માત્ર સંકેત વડે, અને બૌધ્ધો માત્ર સામર્થ્યવડે જ શબ્દ પોતાના વાચ્ચનો બોધ કરાવે છે એમ માને છે. તેથી તે બન્નેનું ખંડન કરવા માટે ટીકાકારશ્રી ચર્ચા શરૂ કરે છે.
ત્યાં (સંકેત માત્ર વડે જ શબ્દ અર્થબોધ કરાવે છે એવું માનતા) નૈયાયિકો પ્રત્યે વિધેય = કહેવા લાયક ચર્ચાના અનુવાઘ= અનુવાદનનો- કથનનો માવ = સાર વસ્ત્ર આ પ્રમાણે છે -
અર્થબોધમાં જે આ શબ્દ કારણ માનેલો છે. તે શબ્દ (૧) સ્વાભાવિક સામર્થ્ય અને (૨) સંકેત એમ બન્ને ભાવો વડે જ અર્થબોધનું કારણ બને છે. પરંતુ કેવળ એકલા સંકેત માત્ર વડે જ અર્થબોધનું કારણ બનતો નથી. કારણ કે સંકેત એ પુરૂષ (ની ઈચ્છા)ને આધીન વૃત્તિવાળો છે. જેમ જન્મેલા બાળકનું નામ ચૈત્ર-મૈત્ર-યજ્ઞદત્ત કે દેવદત્ત જે પાડવું હોય તે પુરૂષની ઈચ્છાને અનુસાર પ્રવર્તે છે. પરંતુ સર્વત્ર પુરૂષની ઈચ્છા માત્ર વડે વસ્તુનિયમ ઘટી શકતો નથી. જો એમ જ હોત અને પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દ પ્રયોગ થતો હોત તો, પુરૂષની તે ઈચ્છા કોઈ પણ જાતના પ્રતિબંધ વિના સર્વત્ર પ્રસરતી હોવાથી કોઈક વખત અર્થ પણ વાચક હો, અને શબ્દ પાણ વાગ્યે હો, એવી પુરુષેચ્છા થાય ત્યારે અર્થ પણ વાચક બનશે અને શબ્દ પણ વાચ્ય બનશે.
સારાંશ કે - જો પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દપ્રયોગ હોય તો પુરૂષની ઈચ્છા ઉપર કોઈ પ્રતિબંધ ન હોવાથી ઘટ-પટાદિ જે પદાર્થો છે તે પદાથોને (વાઓ હોવા છતાં પણ) તેની ઈચ્છા થાય તો વાચક કહી શકાવા જોઈએ અને ઘટ-પટ-આદિ શબ્દો પુરૂષની ઈચ્છા થાય તો વાગ્ય કહી શકાવા જોઈએ. તથા જો પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દપ્રયોગ થતો હોય તો ઘટપદાર્થને પટશબ્દથી અને પટપદાર્થને ઘટ શબ્દથી પાગ સંબોધવાનો વ્યવહાર દેખાવો જોઈએ. પરંતુ આવો વ્યવહાર દેખાતો નથી. તેથી શબ્દમાં અતીન્દ્રિય એવી શક્તિવિશેષ પાગ વાચ્ય-વાચકભાવની નિયામક માનવી જોઈએ.
તૈયાયિક :- નો શબ્દમાં ત્નિ- અને ગોત્ર આદિ જે સામાન્યજાતિ છે. તે જાતિનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org