________________
સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા
રત્નાકરાવતારિકા
શક્તિ અને જૈત :- यदुच्यते तत्रापि નૈયાયિકો સ્વબચાવ માટે ઉપરોક્ત જે દલીલ કરે છે ત્યાં પણ અભાવ એ કાર્યકારી નથી પરંતુ (૧) અમિત્ર (શત્રુ), (૨) મિત્ર અને (૩) કંટક. આ ત્રણેના અભાવનું જ્ઞાન જ સુખ-દુઃખ અને અંઘિનિધાન આદિ કાર્યોને કરનાર છે. પરંતુ આ ત્રણના અભાવો એ કાર્ય કરનાર નથી.
૫૮૩
=
સારાંશ કે શત્રુ આદિનો અભાવ સુખાદિ કાર્યને કરતો નથી. પરંતુ શત્રુ આદિના અભાવનું જ્ઞાન જ સુખાદિ કરાવે છે જે જ્ઞાન ભાવાત્મક જ પદાર્થ છે.
તથા શત્રુ-મિત્ર અને કંટકના અભાવનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ શત્રુ-મિત્ર અને કંટકના અભાવથી ઉત્પન્ન થતું નથી. પરંતુ શત્રુ-મિત્ર અને કંટકથી ભિન્ન અને તેના પ્રતિયોગિરૂપ અન્ય એવી ભાવાત્મક વસ્તુથી જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભાવથી થતું નથી. જેમ કે જે ઘરમાં શત્રુનો અભાવ છે ત્યાં સંપૂર્ણ ઘરને જોવાથી શત્રુના અભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી સુખ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જે ઘરને સંપૂર્ણ પણે જોવાથી ત્યાં મિત્રના અભાવનું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનથી દુઃખ થાય છે. તેવી જ રીતે પૃથ્વીતલ રૂપ ભાવાત્મક પદાર્થને બરાબર જોવાથી કંટકાભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી પગ મુકવાનું કાર્ય થાય છે. પ્રથમ ભાવાત્મક એવું ગૃહજ્ઞાન, તથા પૃથ્વીતલનું જ્ઞાન, તેનાથી શત્રુ-મિત્રના અભાવનું જ્ઞાન અને તેનાથી સુખ દુઃખની પ્રાપ્તિ છે. આ પ્રમાણે પ્રતિયોગી એવી ભાવાત્મક વસ્તુ થકી અભાવનું જ્ઞાન થાય છે અને અભાવના જ્ઞાનથી સુખ-દુઃખ અને પાદમોચન કાર્ય થાય છે. પરંતુ તમારા માનેલા અભાવથી કાર્ય થતું નથી.
अथ भाववदभावोऽपि भावजननसमर्थोऽस्तु । को दोष: ? न हि निःशेषसामर्थ्यरहितत्वमभावलक्षणम्, अपि तु नास्तीति ज्ञानगम्यत्वम् । सत्प्रत्ययगम्यो हि भाव उच्यते, असत्प्रत्ययगम्यस्त्वभाव इति चेत् तदयुक्तम् । त्वदभ्युपगताभावस्य भावात्सर्वथा पार्थक्येन स्थितस्य भावोत्पादकत्वविरोधात् । तथाहि - विबादास्पदीभूतोऽभावो भावोत्पादको न भवति, भावादेकान्तव्यतिरिक्तत्वात्, यदेवं तदेवं यथा तुरङ्गशृङ्गम्, तथा चायम्, तस्मात्तथा, प्रागभावप्रध्वंसाभावपरस्पराभावस्वभावो हि अभावो वस्तुनो व्यतिरिक्तमूर्ति-र्भावोत्पादकः परैरिष्टः, सोऽत्र विवादपदस्थितः । अन्यथा जैनस्य भावाविष्वग्भूताभावैः भावोत्पादकत्वेनाङ्गीकृतैर्बाधा स्यात् । यौगस्य चात्यन्ताभावेन भावानुत्पादकेन सिद्धसाध्यता भवेत् ।
નૈયાયિક : ‘ભાવ’’ જેમ કાર્ય કરવામાં સમર્થ છે તેમ “અભાવ” પણ કાર્ય કરવામાં સમર્થ છે એમ માનીએ તો શું દોષ ? અર્થાત્ કંઈ દોષ નથી. કારણ કે ‘“સર્વ સામર્થ્ય રહિત હોવું' એવું અભાવનું લક્ષણ નથી. પરંતુ “નાસ્તિ' આ પદાર્થ અહીં નથી એવા જ્ઞાનથી ગમ્ય હોવું એ અભાવનું લક્ષણ છે. ‘‘સત્’’ પણાના એટલે કે અસ્તિ પણાના પ્રત્યયથી ગમ્ય હોવું એ ભાવ કહેવાય છે અને ‘‘સત્'' પણાના એટલે કે નાસ્તિ પણાના પ્રત્યયથી ગમ્ય હોવું એ અભાવ કહેવાય છે. એટલે કે જ્યાં જ્યાં આ સત્ છે સત્ છે એવું જ્ઞાન થતું હોય ત્યાં તે પદાર્થ ભૌવાત્મપણે વિદ્યમાન છે એટલે ‘‘ભાવ’” કહેવાય છે. તેવી જ રીતે જ્યાં અહીં આ પદાર્થ નથી, નથી. એવું ‘‘અસત્’” પણાનું જ્ઞાન થાય ત્યાં અભાવ છે એમ જણાય છે. માટે ભાવ જેમ સત્પ્રત્યયથી ગમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org