________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૮૨ જેમ” આવી જેનોની વાત બરાબર નથી. અર્થાતુ અભાવ પણ કાર્યકારી છે. જે જે નિત્ય નૈમિત્તિક કાર્યો છે. (સ્નાન-પ્રભુસ્મરણ પ્રભુપૂજા આદિ), તે તે નિત્ય નૈમિત્તિક કાર્યોના અકરણરૂપ પ્રાગભાવ સ્વભાવથી પ્રત્યવાય (દોષાત્મક) રૂપ કાર્ય ઉત્પન્ન થાય જ છે. અન્યથા એટલે જો નિત્યાકરણથી પ્રત્યવાય (દોષ) ઉત્પન્ન થતો ન હોય તો તે નિત્યના અકરાગમાં પ્રાયશ્ચિત્તાનુષ્ઠાન વ્યર્થ હોવાથી થવું જોઈએ નહીં. - સારાંશ એ છે કે - જો અભાવ કંઈ પણ કાર્ય ન કરી શકતો હોય તો નિત્ય આવશ્યક છે જે નૈમિત્તિક કાર્યો છે (દૈનિક આવશ્યક ધર્મક્રિયા છે) તે ન કરવાથી આત્માને દોષ લાગે છે. શાસ્ત્રમાં તેમ કહેલું છે. એટલે નિશ્ચિત થાય છે કે નિત્ય કાર્યોનો અભાવ જ દોષાત્મક કાર્યને કરે જ છે. જો નિત્યકાર્યના અભાવથી દોષાત્મક કાર્ય ન જન્મતું હોત તો નિત્યકાર્યને ન આચરનારને પ્રાયશ્ચિત કરવું જ પડે આ પ્રમાણે શાસ્ત્રમાં કેમ લખત ? કારણ કે જો નિત્યકાર્યના અકરણથી દોષ ઉત્પન્ન થતો જ ન હોય તો પછી પ્રાયશ્ચિત્તનું આચરણ અને કથન બન્ને વ્યર્થ જ થાય છે. માટે નિત્ય નૈમિત્તિક કાર્યોનું અકરણ (જે અભાવાત્મક છે તે) પણ દોષાત્મક કાર્યને ઉત્પન્ન કરે જ છે. તેથી અભાવ પણ કાર્યકારી જ છે.
જૈન :- તને તથ્વમ્ = તે વાત પણ સત્ય નથી. નિત્ય એવી નૈમિત્તિક ક્રિયાઓ ન કરવાથી દોષની ઉત્પત્તિ અને પ્રાયશ્ચિત્તના આચરણનું વિધાન નથી. (જો એમ હોય તો મોક્ષગત આત્મા = બ્રહ્માદિ પણ નિત્ય નૈમિત્તિકકાર્યોના અકરણસ્વભાવવાળા જ છે. તેઓને પણ સદા દોષોત્પત્તિ અને પ્રાયશ્ચિત્તાચરણ થવું જોઈએ). પરંતુ સત્ય હકીકત એ છે કે નિત્ય આવશ્યક ન કરવાના સ્વભાવ રૂપ ક્રિયાન્તર (હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિ) કરવાથી જ દોષોત્પત્તિ માનેલી છે. અર્થાત્ નિત્ય આવશ્યક કાર્યો ન કરે તેથી પ્રત્યવાય (દોષ) ઉત્પન્ન થાય છે એમ નથી. પરંતુ નિત્યકાયોના પ્રતિપક્ષી સંસારી હિંસાદિકાર્યો કરવાથી (ભાવાત્મક કારણથી) જ દોષાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. એમ ત્યાં શાસ્ત્રમાં સ્વીકાર્યું છે. અને તેથી પ્રાયશ્ચિત્તનું કથન અને અનુષ્ઠાન ઉચિત જ છે. નિત્ય આવશ્યક ધર્મકાય ન કરનારને દોષોત્પત્તિ થતી નથી પરંતુ તેનાથી વિરૂધ્ધ હિંસાદિ ક્રિયાન્તર કરવાથી દોષોત્પત્તિ થાય છે. તેથી અભાવ કાર્યકારી નથી. પરંતુ પ્રતિપક્ષીનો અભાવ જ કાર્યકારી છે. આ કારણથી
ન્મતી તસ્ય = તમારો માનેલો તે અભાવ. (નિત્ય આવશ્યક કાર્યોના અકરણસ્વરૂપ જે પ્રાગભાવ છે તે પ્રાગભાવ) તદ્ધતુવાસિદ્ધ = દોષનો હેતુ સંભવી શકતો નથી. નિત્ય આવશ્યક કાર્યોના અકરણ રૂપ અભાવ એ દોષની ઉત્પત્તિનો હેતુ સિદ્ધ થતો નથી.
તૈયાયિક :- શત્રુ અને મિત્રના અભાવમાં સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. તથા રસ્તા ઉપર કંટકનો અભાવ જોઈને જ ડાહ્યા માણસો દ્વારા પગ મુકાય છે. “આ ત્રણે દૃષ્ટાન્તોમાં અભાવ જ કાર્યકારી છે. શત્રુનો અભાવ સુખ ઉત્પન્ન કરે છે. મિત્રનો અભાવ દુઃખ ઉત્પન્ન કરે છે. અને કંટકોનો અભાવ પાદમોચન કાર્ય કરાવે છે. તો હે જૈનો ! તમે એમ કેમ કહો છો કે અભાવ કંઈ પણ કાર્ય કરતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org