________________
૫૮૧
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા છે. અન્યત્ર દાહ થતો નથી. તેથી જ્યાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક હોય ત્યાં પ્રતિબંધકાભાવ નામનું વિશિષ્ટ કારણ વિનિવૃત્ત = વિશેષ કરીને નિવૃત્ત થયેલું છે. માટે દાહ થતો નથી. કારણ કે દાહ થવામાં અગ્નિ અને પ્રતિબંધકાભાવ એમ બન્ને સામગ્રી હોવી જોઈએ. પરંતુ જ્યાં ચંદ્રકાન્ત મણિ છે ત્યાં એક અગ્નિની વિદ્યમાનતા રૂપ સામગ્રી છે. પરંતુ પ્રતિબંધકાભાવ રૂપ બીજી સામગ્રી નથી. આ રીતે સામગ્રીની વિગુણતાથી (અપૂર્ણતાથી) જ ત્યાં દાહની અનુત્પત્તિ છે. પરંતુ તમે જૈનોએ માનેલી શક્તિની વિકલતાથી દાહની અનુત્પત્તિ નથી.
સારાંશ કે - જ્યાં ચંદ્રકાન્ત મણિ-મંત્ર-તંત્ર-યંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધક તત્વો છે ત્યાં પ્રતિબંધકારભાવ નામની દ્વિતીય સામગ્રીની વિગુણતાથી દાહની અનુત્પત્તિ છે એમ સમજવું. પરંતુ અગ્નિમાં દાહક શક્તિ છે. અને તે શક્તિનો ચંદ્રકાન્તાદિના કાળે અભાવ થયો છે તેથી દાહની અનુત્પત્તિ છે એમ જૈનો જે કહે છે તે ન સમજવું. આ પ્રમાણે તૈયાયિકનું કહેવું છે.
જૈન - તરઘુમ્ = તૈયાયિકની તે વાત યુક્તિસિદ્ધ નથી. કારણ કે તમારા મતે દાહાત્મક કાર્ય પ્રત્યે અગ્નિ અને પ્રતિબંધકાભાવ એમ બે કારણો જે મનાયાં છે ત્યાં અભાવને ભાવથી અત્યન્ત ભિન્ન કલ્પીને સ્વતંત્રપણે તમે કારણ કલ્પો છો તે ઉચિત નથી. કારણ કે જેમ કાચબાને રોમરાજી હોતી જ નથી તેથી કાચબાની રોમરાજી અસતું હોવાથી કોઈ પણ કાર્ય તે કરી શક્તિ નથી. તે જ રીતે પ્રતિબંધકાભાવ નામની અભાવરૂપ સામગ્રી ભાવાત્મક પદાર્થથી એકાન્ત ભિન્ન માની હોવાથી કુર્મરોમરાજીની જેમ અસત્ હોવાથી કંઈ પણ કાર્ય કરવા તે સમર્થ નથી. તમારા મતે દ્રવ્ય-ગુણકર્મ ઈત્યાદિ છ પદાર્થો ભાવાત્મક અને અન્તિમ પદાર્થ અભાવ કહેવાય છે. તે ભાવથી એકાન્ત ભિન્ન કહેલો હોવાથી અસત્ છે. કારણ કે અભાવ નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ છે જ નહીં. ભાવાત્મક પદાર્થ પોતે જ ઈતરની વિવક્ષાએ અભાવાત્મક કહેવાય છે. મૃપિંડમાં ઘટનો પ્રાગભાવ નથી. પરંતુ મૃપિંડ એ જ ઘટની અપેક્ષાએ પ્રાગભાવાત્મક છે. એ જ રીતે કપાલમાં ઘટનો પ્રāસાભાવ નથી. પરંતુ કપાલ પોતે જ ઘટની અપેક્ષાએ પ્રધ્વસાભાવ સ્વરૂપ છે. માટે એકાન્ત ભિન્ન એવો અભાવ ક્યાંય જગતમાં છે જ નહી અર્થાત્ આકાશપુષ્પની જેમ અસતું છે માટે તે અભાવ કંઈ પણ કાર્ય કરી શકે નહીં. તેમ અહીં પ્રતિબંધકાભાવ પણ કંઈ જ કાર્ય કરી શકે નહીં.
ननु नित्यानां कर्मणामकरणात्प्रागभावस्वभावात् प्रत्यवाय उत्पद्यते । अन्यथा नित्याकरणे प्रायश्चित्तानुष्ठानं न स्याद्, वैयर्थ्यात् । तन्न तथ्यम् । नित्याकरणस्वभावात् क्रियान्तरकरणादेव प्रत्यवायोत्पत्तेरभ्युपगमात् । त्वन्मतस्य तस्य तद्धेतुत्वासिद्धेः । यदप्युच्यते -
सुखदुःखसमुत्पत्तिरभावे शत्रुमित्रयोः ।
कण्टकाभावमालक्ष्य पाद: पथि निधीयते ॥१॥ तत्राप्यमित्रमित्रकण्टकाभावज्ञानानामेव सुखदुःखा िनिधानकार्यकारित्वम् । न त्वभावानाम् । तज्ज्ञानमप्यमित्रमित्रकण्टकविविक्तप्रतियोगिवस्त्वन्तरसम्पादितमेव, न तु त्वदभिमताभावकृतम् ॥
નૈયાયિક = “અભાવ એ અસત છે અને કોઈ પણ કાર્યનો અકર્તા છે કુર્મ રોમરાજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org