________________
૫૭૧
શબ્દને આકાશગુણ માનનાર તૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા બરાબર સંભળાતો નથી. એવા જ પ્રકારની ઈન્દ્રિયનો વિષય છે. માટે તે શબ્દાશ્રય ભાષાવર્ગણા પણ ગંધાશ્રયદ્રવ્યની જેમ અવશ્ય પૌગલિક જ છે. તેથી “સ્પશૂન્યત્વ' એવો તમારો હેતુ અસિદ્ધહેત્વાભાસ થાય છે. ___द्वितीयकल्पेऽपि गन्धद्रव्येण व्यभिचारः । वर्त्यमानजात्यकस्तुरिकाकर्पूरकश्मीरजादिगन्धद्रव्यं हि पिहितकपाटसंपुटाऽपवरकस्यान्तर्विशति, बहिश्च निस्सरति, न चापौद्गलिकम् । अथ तत्र सूक्ष्मरन्ध्रसम्भवेनातिनिबिडत्वाभावात् तत्प्रवेशनिष्काशी। अत एव तदल्पीयस्ता। न त्वपावृतद्वारदशायामिव तदेकार्णवत्वम्। सर्वथा निरन्ध्रे तु प्रदेशे नैतौ सम्भवत इति चेत् ? एवं तर्हि शब्देऽपि सर्वस्य तुल्ययोगक्षेमत्वादसिद्धता हेतोરતુ .
पूर्वं पश्चाचावयवानुपलब्धिः, सौदामिनीदामोल्कादिभिरनैकान्तिकी ।
सूक्ष्ममूर्तद्रव्यान्तराप्रेरकत्वमपि गन्धद्रव्यविशेषसूक्ष्मरजोधूमादिभिर्व्यभिचारी । न हि गन्धद्रव्यादिकमपि नसि निविशमानं तद्विवरद्वारदेशोभिन्नश्मश्रुप्रेरकं प्रेक्ष्यते ।
गगनगुणत्वं त्वसिद्धम् । तथाहि न गगनगुणः शब्दः, अस्मदादिप्रत्यक्षत्वात्, रूपादिवदिति । पौद्गलिकत्वसिद्धिः पुनरस्य = शब्द: पौद्गलिकः, इन्द्रियार्थत्वात्, रूपादिवदेवेति ॥४-९॥ ' શબ્દ એ પૌલિક નથી પરંતુ અપૌદ્ગલિક છે આ હકીકત સમજાવવા તમે (નૈયાયિકોએ) જે “સ્વાશ્રયત્ન” પહેલો હેતુ કહેલો, તે ઉપર કહ્યા પ્રમાણે દોષિત હોવાથી હવે જો “ગતિનિવિપ્રદેરો પ્રવેનિમવો પ્રતિયાતઃ” આવા પ્રકારનો દ્વિતીય ક્લેડર = બીજા પ્રકારવાળો હેતુ કહો, તો તે હેતુમાં પણ ગન્ધવાળાં દ્રવ્યોની સાથે વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે
વર્લૅમાન = વટાતી-ઘસાતી એવી નાસ્તુરિ = ઉત્તમ કોટિની જાતિમાન્ એવી કસ્તુરિકા, કપુર અને કેસર આદિ સુગંધવાળાં દ્રવ્યો, બંધ કર્યા છે કપાટનાં સંપુટ જેનાં એવા અપવરકની (ઓરડાની) અંદર પ્રવેશ પણ કરે છે અને અંદર કસ્તુરિકા આદિ વટાતાં હોય તો બહાર પણ નીકળે છે. છતાં તે અપૌગલિક નથી. પરંતુ તે પૌદ્ગલિક છે. તેની જેમ શબ્દ પણ અતિનિબિડપ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ કરવામાં અપ્રતિઘાત વાળો હોવા છતાં અપૌદ્ગલિક નથી. પરંતુ પૌલિક છે. તમારું સાધ્ય “અપૌલિક” છે. તેનો અભાવ = સાધ્યાભાવ “પૌદ્ગલિકત્વ' છે. સુગંધી કસ્તુરિ આદિ દ્રવ્યો પૌલિક હોવાથી સાધ્યાભાવ રૂપ છે. ત્યાં અતિનિબિડ પ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ થવાનો અપ્રતિઘાત થવા રૂપ હેતુ વર્તે છે. માટે તમારો બે નંબરનો આ હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે.
તેથી સુગંધી દ્રવ્યો અતિનિબિડમાં પ્રવેશ-નિર્ગમમાં અપ્રતિઘાતી હોવાથી જેમ પૌગલિક છે. તેમ શબ્દ પણ અતિનિબિડ પ્રદેશમાં પ્રવેશ નિર્ગમનમાં અપ્રતિઘાતી હોવાથી પૌલિક જ હોઈ શકે છે.
૩ય તત્ર = હવે કદાચ તમે એમ કહો કે ત્યાં સૂક્ષ્મ છિદ્રો સંભવતાં હોવાથી અતિનિબિડ પણું નથી. જે ઓરડામાં કસ્તુરિકા આદિ વટાય છે. તે ઓરડાનાં કપાટ સંપુટ બંધ હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org