________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
૫૬૦ દોષ શબ્દને નિત્ય માનવા છતાં વાવસ્તુને અનિત્ય માનવાથી આવશે જ, કારણ કે શબ્દ ભલે નિત્ય હો, પરંતુ તેનો બાહુલેયની સાથે ગૃહીતસંબંધ હતો, તે બાહુલેય તો નષ્ટ થઈ ગઈ. શાબલેય તો અપૂર્વ છે. અગૃહીતસંબંધવાળી છે. તેથી ત્યાં બોધક કેમ થશે ? આ બોધકતા ઘટાડવા માટે તમારે પદાર્થને પણ નિત્ય માનવો પડશે.
મીમાંસક - નો શબ્દ નિત્ય છે. પરંતુ તેનો વાચ્ય અર્થ બાહુલે કે શાબલેય એમ વિરક્ષિત ગોવ્યકિત નથી. પરંતુ જો શબ્દનો શબ્દાર્થ સામાન્ય (ગાયજાતિ) માત્ર હોવાથી (શાબલેય-બાહુલેય વિગેરે સર્વ ગાયો) અર્થ કરીશું એટલે મોષ: = તેથી અમને કોઈ દોષ આવશે નહીં,
સારાંશ કે - નો શબ્દનો અર્થ સર્વ ગાયોમાં રહેનાર સામાન્ય (જે જોત જાતિ) છે તે અર્થ અમે કરીશું. શાબલેય-બાહુલેય ઈત્યાદિ ગોવ્યક્તિ ભલે અનિત્ય હોય, પરંતુ નો શબ્દનો વાએ અર્થ સામાન્યજાતિ હોવાથી અને તે નિત્ય હોવાથી અર્થઘટનમાં અમને કોઈ દોષ આવશે નહીં.
જૈન - જો નો શબ્દનો અર્થ ગાયવ્યક્તિ ન થતો હોય અને સામાન્ય એવી ગોત્વ જાતિ થતો હોય તો : = લાંબી સાસ્નાવાળો, મામ્ = ખુંધવાળો અને વૃત્તશૃંથ = ગોળ શીંગડાવાળો આ બળદ છે. એમ સમાનાધિકરાગ પાસે જે બોધ થાય છે તે થશે નહીં. અહીં સમાનાધિકરણ એટલે વિશેષણવિશેષ્યભાવ રૂપે સમાનવિભક્તિવાળો જે પ્રયોગ, તે થશે નહીં. કારાગ કે લાંબી સાસ્નાવાળો બળદ છે પરંતુ ગોત્વ નથી, ખુંધવાળો બળદ છે પરંતુ નોત્વ નથી, એવી જ રીતે ગોળ શીંગડાવાળો બળદ છે પરંતુ નોવૈજ્ઞાતિ નથી. પ્રતવિરોષણ ત્રવિશિષ્ટ: મ નો આ બળદ એવી જે વિશેષ વ્યક્તિ છે તે ત્રણ વિશેષાગવાળી છે પરંતુ ગોત્રજાતિ ત્રણ વિશેષાગ વાળી નથી. તેથી મોનાતિ અર્થ લઈએ તો વિશેષાગોનો વિશેષ્ય એવા નો શબ્દની સાથે અન્વય થતો નથી. માટે કોઈપણ શબ્દનો અર્થ કેવળ સામાન્ય માત્ર નથી. પરંતુ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક અર્થ છે.
જો નો શબ્દનો વાચ્ય અર્થ કેવલ સામાન્યાત્મક લઈએ તો ——૦ આદિ વિશેષાગો મોનાતિ રૂપ વિશેષ્યની સાથે અન્વય પામે નહી અને જો તે શબ્દનો વાચ્ય અર્થ કેવળ વિશેષાત્મક જ લઈએ તો બાહુલેયમાં ગૃહીત સંબંધવાળો નો શબ્દ શાબલેયમાં અગૃહીત સંબંધવાળો હોવાથી અર્થબોધ કરાવનાર બને નહીં. માટે નો આદિ સર્વ શબ્દોના વાચ્ય અર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે તેથી વાચ્યવસ્તુ એકાન્ત જેમ નિત્ય નથી તેમ તેનો વાચક શબ્દ પણ એકાન્ત નિત્ય નથી. કારણ કે સ ર નૈવાજોનાગ્યેતીતિ = તે શબ્દને એકાન્ત નિત્ય માનવાથી સ ર = તે શબ્દાર્થ સામાન્યવાથ્યની સાથે કે વ્યકિત રૂપ વિશેષ વાચની સાથે અન્વય પામતો નથી માટે નિત્ય-એકરૂપ અર્થાત્ સદા એકાન્ત ધ્રુવ રૂપ તે શબ્દ માનવો જોઈએ નહીં.
તથા વળી જે શબ્દનો વાએ અર્થ કેવળ વિશેષ જ લેવામાં આવે તો સથે જ ધૂમક્તિઃ પર્વત પીવે અમ ? તો પર્વતમાં જોયેલો ધૂમ રૂ૫ વ્યકિત પર્વતમાં વહ્નિને કેમ જાગાવી શકશે? કારણ કે મહાનસ આદિમાં ધૂમ-વહ્નિનો જ્યારે સહચાર જોયો છે. ત્યારે ધૂમ શબ્દથી જો મહાનસીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org