________________
૫૬૬
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ થાય છે જ.
આ પ્રમાણે ગકારમાં, ઓકારમાં ઈત્યાદિ એકેક વર્ગમાં પણ ભેદસિદ્ધ થવાથી ત્વ-શોત્વ વિગેરે જાતિ પણ સિદ્ધ થાય જ છે. તેથી તારિવર્તિ - તે ગકાર-ઓકારાદિ એકેક વર્ષોમાં વર્તનારો ત્વ-મોત્વ આદિ સામાન્યધર્મ જ વાચક હો. સામાન્યધર્મને વાચક માનવામાં કોઈ આપત્તિ નથી. તેથી મહાનસીય કે પર્વતીય ધૂમમાં જેમ ધૂમત્વનો સહચાર જણાય છે તેથી તે વહ્નિનો ગમક બને છે તેવી જ રીતે ત્વ-ગોત્ર વિગેરે તે તે વર્ગગત સામાન્ય ધર્મ જ વાચક બને છે એટલે બાહુલેય અને શાબલેય કાળે ઉચ્ચારાતો નો શબ્દ ભિન્ન હોવા છતાં અનિત્ય હોવા છતાં તર્ગત સામાન્યધર્મ જ ગાયનો વાચક બનશે માટે શબ્દને નિત્ય માનવાની જરૂર નથી.
તેવતસ્તુ = તથા વાસ્તવિક સૂક્ષ્મ વિચાર કરીએ તો મો વિગેરે શબ્દોમાં રહેલું ગોરીત્વ નામનું સામાન્ય જ કાળાન્તરે અને ક્ષેત્રાન્તરે જણાતી ગાયોમાં સદશ પરિણાત્મકતાનું (આ પણ ગાય છે આ પણ ગાય છે ઈત્યાદિ રૂપનું) વાચક છે. એટલે પ્રથમ બાહુલેયમાં ગૃહતસંબંધવાળો એવો પણ ગોશબ્દ ગોશબ્દ– ધર્મ વડે ગાયનો વાચક બને છે. તેથી કાળાન્તરે અથવા ક્ષેત્રાન્તરે શાબલેય આદિ ગાયો જ્યારે જણાય ત્યારે પણ નો શબ્દ અપૂર્વ ઉચ્ચારણવાળો હોવા છતાં એટલે કે અનિત્ય હોવા છતાં પણ રાત્રે નામના સદશપરિણામાત્મક સામાન્ય વડે ગાયનો બોધ કરાવશે જ. માટે રીત્વ જ વાસ્તવિક વાચક છે.
મીમાંસક - મfમળમીનમ્ = ગાયને ઓળખાવવા માટે બોલાતા નો શબ્દમાં અનુક્રમે વ્યંજિત થતા | + ગો એમ વર્ણદ્વય માત્ર જ છે. બે વણનો સંયોગમાત્ર જ છે. પરંતુ બે વર્ગોની બનેલી ગો એવી એક શબ્દવ્યક્તિ છે જ નહીં તો આધાર વિના ગોરાદ્ધત્વ જાતિ માનવાનું કેમ સંગત થાય ? જેમ બે મિત્રોનો સંયોગમાત્ર હોય પરંતુ તે બન્નેની એક વ્યક્તિ બનતી નથી. એમ અહીં પણ જૂ અને મો નો સંયોગમાત્ર જ છે પરંતુ બે વર્ગોની બનેલી કોઈ એક શબ્દવ્યક્તિ નથી. માટે તેમાં ગોરાદ્ધત્વ જાતિ કેમ માની શકાય ? આધાર વિના આધેય કેમ રહે ?
જૈન - તિ વ ને વચમ્ = હે મીમાંસક ! આમ ન કહેવું. શબ્દોમાં હજુ નિત્યત્વ સિદ્ધ થયું જ નથી. તમારાં અનુમાન-અર્વાપત્તિ બધુ જ દુષિત છે. માટે નિયત્વ પ્રસિદ્ધ થતું નથી છતાં પણ વારંવાર આવો ઉત્તર આપવો (કે વર્ણમાત્રનો સંયોગ જ છે એક શબ્દ વ્યક્તિ નથી) તે કોણીએ લગાડેલા ગોળ જેવો (કુત્રિમ મધુર) છે. અર્થાત્ આશામાત્ર છે, સત્ય નથી. તેથી ક્રમશઃ તે તે ગકારો ઉત્પન્ન થાય જ છે અનિત્ય જ છે. આ પ્રમાણે ક્રમશઃ ઉત્પન્ન થવાવાળા તે તે ગકારાદિ ભાષાપર્યાયપણાને પામેલાં ભાષાવર્ગણાનાં પુગલો જ છે અને તે ભાષાવર્ગગાના પુદ્ગલાત્મક ગો શબ્દ છે. આવો આ ગોશબ્દ જ સદશપરિણાત્મકપણે પદાર્થનો વાચક બને છે. તેથી તમારી કહેલી અર્થોપત્તિ ક્ષીણ થયેલી જાણવી. આ રીતે શબ્દ અનિત્ય સિદ્ધ થયો અને મીમાંસકની સાથેની ચર્ચા પણ સમાપ્ત થઈ. હવે આ શબ્દની બાબતમાં “શબ્દ એ આકાશનો ગુણ છે. પુદ્ગલ નથી.” એવું માનનારા તૈયાયિકો સામે જૈનોની ચર્ચા આરંભે છે. (હવે તે જોઈએ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org