________________
૫૬૧ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા એવો ધૂમવિશેષ જ વાચ્ય લેવાનો હોય તો મહાનસીય ધૂમની સાથે જ ગૃહતસંબંધ વાળો તે ધૂમશબ્દ થયો. તેથી અનુમાનકાળે તે ધૂમશબ્દ પર્વતીયધૂમને (અગૃહીતસંબંધ હોવાથી) જણાવી શકશે નહીં. એટલે વહ્નિની સાથે જે સહચારસંબંધવાળો મહાનસીયધૂમ જોયો છે તે આ નથી. અને જે પર્વતીયધૂમ દેખાય છે તેનો સહચારસંબંધ મહાનસીયાદિ કાલીન વલિની સાથે જોયો નથી માટે અગૃહતસંબંધ વાળો આ પર્વતીયધૂમ પર્વતમાં રહેલા વહ્નિનો ગમક કેમ બનશે ? અર્થાત્ વહ્નિનો બોધક થશે નહીં. કારણ કે ધૂમશબ્દનો વાચ્ય અર્થ વિશેષ જ માનવામાં આવ્યો છે. એટલે મહાનસીય ધૂમ જ અર્થ લેવાશે, તેનો પર્વતીય વિલિની સાથે અગૃહતસંબંધ છે.
મીમાંસક - મહાનસીયાદિ ધૂમ-વહ્નિની વ્યાપ્તિનો જ્યારે અનુભવ કરાય છે ત્યારે મહાનસીયધૂમવ્યક્તિનો વહ્નિની સાથે સહચાર જણાય, અને તેથી મહાનસીયધૂમવ્યક્તિ જ વહ્નિનો ગમક બને એમ નથી. પરંતુ તે ઘૂમવ્યક્તિમાં રહેલું જે ધૂમત્વસામાન્ય, તેનો વહિની સાથે સહચાર જણાય છે. તે ધૂમત્વસામાન્ય એ વહ્નિનો ગમક છે અને તે ધૂમત્વસામાન્ય તો જેવું મહાનસીયધૂમમાં છે તેવું જ પર્વતીયધૂમમાં પણ છે જ, માટે બન્ને ધૂમમાં રહેલું ધૂમત્વસામાન્ય એ વહ્નિની સાથે સહચારી છે અને તે જ ગમક છે. એમ અમે માનીશું. જેથી દોષ કોઈ આવશે નહીં.
જૈન - જે મહાનસીય અને પર્વતીય ધૂમકાળે કાલભેદ-ક્ષેત્રભેદ હોવા છતાં ધૂમત્વસામાન્ય ગમક હોય તો તેની જેમ જ બાહુલેય અને શાબલેય ગાયવ્યક્તિમાં પણ ગો શબ્દને બદલે તેમાં રહેલો સામાન્ય ધર્મ (જાતિ) એ જ બન્ને ગાયોનો વાચક બને છે એમ માનીને ? એમ માનવામાં તમને શું વાંધો છે ? ભિન્ન ભિન્ન કાળે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે બોલાતા નો શબ્દો ક્રમશ: ઉચ્ચારણ થતા હોવાથી અનિત્ય છે પરંતુ તેમાં રહેલો સામાન્યધર્મ ગાયનો વાચક છે. અને તે સામાન્યધર્મ બધા જ શબ્દોમાં એક જ હોવાથી બાહુલેય-શાબલેય આદિ ક્ષેત્રભેદ અને કાળભેદવાળી અનેક ગાયવ્યકિતનો વાચક બની શકશે. હવે તેના માટે નો શબ્દને નિત્ય માનવાની જરૂર નથી. જો શબ્દમાં રહેલો સામાન્ય ધર્મ(જાતિ) નિત્ય હોવાથી તે વાચક બનશે.
अथ शब्दत्वम्, गोशब्दत्वम्, क्रमाभिव्यज्यमानगत्वौत्वादिकं वा तद्भवेत् । आद्यपक्षे प्रतिनियतार्थप्रतिपत्तिर्न स्यात्, सर्वत्र शब्दत्वस्याविशेषात् । गोशब्दत्वं तु नास्त्येव, गोशब्दव्यक्तेरेकस्याः कस्याश्चित्तदाधारभूताया असम्भवात् । क्रमेण व्यज्यमानं हि वर्णद्वयमेवैतत् । क्रमाभिव्यज्यमानेत्यादिपक्षोऽप्यसम्भवी। गत्वादिसामान्यस्याविद्यमानत्वात् सर्वत्र गकारादेरेकत्वात् ।
अत्रोच्यते - अस्तु तार्तीयीकः कल्पः । न च गकारादेरैक्यम्, गर्गभर्गवर्गस्वर्गादौ भूयांसोऽमी गकारा इति तद्भेदोपलम्भात् । व्यञ्जकभेदादयमिति चेत्, अकाराद्यशेषशेषवर्णेष्वप्येषोऽस्त्वित्येक एव वर्णः स्यात्। अथ यथा अयमपि गकारः, अयमपि गकारः - इत्येकाकारा प्रतीतिः, तथा नाकाराद्यशेषवर्णेष्वपीति चेत्। नैवम् - अयमपि वर्णः, अयमपि वर्णः, इत्येकप्रत्यवमर्शोत्पत्तेः । सामान्यनिमित्तक एवायमिति चेत्तर्हि गकारादावपि तथाऽस्तु। अथाकारेकारादौ विशेषोऽनुभूयते, न तु गर्गादिगकारेषु, तेषां तुल्यस्थानास्यप्रयत्नादित्वादिति चेत् एवं तर्हि "सहर्षं हेषन्ते हरिहरिति हम्मीरहरयः"१ इत्यादिहकारात् कण्ठ्यात् वह्रिजिह्मा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org