________________
૫૪૭ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા ત્યાં સૂર્ય પ્રકાશ અને અંધકારકાળ ઘટપટાદિનો આવિર્ભાવ-તિરોભાવ જ છે અને કુંભારના પ્રયત્નકાળે ઉત્પાદ અને વ્યય જ છે.
મીમાંસક - તિમિરાવરવેટીયામપિ = ગાઢ અંધકારકાળે પણ આ ઘટાદિનો સ્પાર્શન પ્રત્યક્ષ વડે ઉપલંભ થતો હોવાથી “વિનાશ”ની પ્રતીતિ થતી નથી. અને સ્પાર્શન પ્રત્યક્ષ વડે અંધકાર કાલે પણ ઘટાદિનો ઉપલંભ થતો હોવાથી જ સૂર્યપ્રકાશકાળે “ઉત્પન્ન થયા”ની પ્રતીતિ કહેવાતી નથી. સારાંશ કે ઘટાદિની પાણ છે તો અભિવ્યક્તિ અને અભિવ્યક્તિ માત્ર જ, અને તેને જ જગતમાં ઉત્પત્તિ તથા વ્યય કહેવાય છે પરંતુ અંધકાર અને પ્રકાશકાળે સ્પાર્શન પ્રત્યક્ષ વડે ઘટાદિ ઉપલબ્ધ હોવાથી ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર ઘટાદિમાં થતો નથી.
જેન - વ ત નોપમ = પરંતુ હે મીમાંસક ! જે જગ્યાએ અને જે કાળે ગાઢ અંધકારમાં સ્પાર્શન પ્રત્યક્ષથી પણ ઘટનો ઉપલંભ ન થતો હોય અર્થાત્ જે ઓરડામાં સર્વત્ર સ્પાર્શન પ્રત્યક્ષ કરવા છતાં કયાંય પણ ઘટ ન જણાય ત્યારે તમે શું કહેશો ?
સારાંશ કે શબ્દની જેમ ઘટમાં પણ અભિવ્યક્તિ અનભિવ્યક્તિ માત્ર જ હોય, છતાં શબ્દમાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી માટે ઉત્પત્તિ વ્યયનો વ્યવહાર લોકો કરે છે અને ઘટમાં સ્પાર્શન પ્રત્યક્ષ છે. એટલે પ્રકાશ અને અંધકારકાળે લોકો ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર કરતા નથી એમ તમે કહો છો માટે જ્યારે ઘટનું સ્પાર્શન પ્રત્યક્ષ ન હોય ત્યાં તો ઘટના ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર પ્રકાશ-અંધકારકાળે લોકોએ કરવો જોઈએ ને ? જો સ્પાર્શન પ્રત્યક્ષ જ ઉત્પત્તિ-વ્યયના વ્યવહારને રોકનાર હોય તો જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી (જ્યાં ઘટ છે જ નહી અને તેથી સ્પર્શનેન્દ્રિય દ્વારા જણાતો નથી) ત્યાં તો પ્રતિબંધક એવું સ્પાર્શન પ્રત્યક્ષ ન હોવાથી જેમ ઉચ્ચારણ-અનુચ્ચારણ કાળે શબ્દની અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ હોવા છતાં ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર થાય છે તેમ અહીં પ્રકાશ અને અંધકારકાળે પણ ઘટની તમારા મતે મનાયેલી અભિવ્યક્તિ-અનભિવ્યક્તિમાં પણ ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર થવો જોઈએ ને? અર્થાત્ જ્યાં ઘટ નથી અને તેથી જ સ્પાર્શન પ્રત્યક્ષ નથી ત્યાં પણ સૂર્યપ્રકાશ કાળે ઘટ ઉત્પન્ન થયો અને અંધકાર કાળે ઘટ નાશ પામ્યો એમ બોલાવું જોઈએ અને થવું જોઈએ ?
મીમાંસક • જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ છે. ત્યાં અંધકાર હોવા છતાં પણ ઘટનું અસ્તિત્વ હોય જ છે. એટલે અંધકારની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે એ નકકી થાય છે. તેથી વાર કોઈ પણ એકાદ જગ્યાએ પાણ (જ્યાં ઘટ છે ત્યાં) તિમિરાદિની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે એમ નિશ્ચિતપણે જણાવાથી સર્વસ્થાને (જ્યાં ઘટસ્પાર્શનપ્રત્યક્ષ હોય ત્યાં અને જ્યાં ઘટસ્પાર્શનપ્રત્યક્ષ ન હોય ત્યાં પણ) ઘટની અનભિવ્યક્તિમાત્રમાં ઘટનું અસ્તિત્વ હોય જ છે એમ માની લેવાય જ છે. તેથી જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ છે ત્યાં ગાઢ અંધકારમાં પણ ઘટનું અસ્તિત્વ હોવાથી અનભિવ્યક્તિ હોવા છતાં પણ જેમ ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર થતો નથી. તેવી જ રીતે જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી ત્યાં ગાઢ અંધકારાદિમાં પણ ઘટનું અસ્તિત્વ નિશ્ચિત હોવાથી અનભિવ્યક્તિ હોવા છતાં ત્યાં પણ ઉત્પત્તિ-નાશનો વ્યવહાર લોકમાં થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org