________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
૫૫૨
તે સંસ્કાર છે ? કે આવરણવિગમ (વસ્તુ પોતાના મૂલસ્વરૂપમાં જ રહે છે બદલાતી નથી પરંતુ માત્ર તેના ઉપરનું આવરણ જ દૂર થાય છે) તે સંસ્કાર છે. વસ્તુ પરાવર્તન પામે તે સંસ્કાર છે ? કે વસ્તુ તો અપરાવર્તનીય જ છે. માત્ર ઉપરનું આવરણ જ દૂર થાય છે તે સંસ્કાર છે.
આદ્યક્ષેત્ = જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે ધ્વનિઓ શ્રોત્રને શબ્દને અને ઉભયને રૂપાન્તર કરવા રૂપ સંસ્કાર કરે છે એમ જો કહેશો તો શબ્દ અને શ્રોત્ર બન્નેમાં રૂપાન્તરતા આવવાથી અનિત્યતા કેમ નહી થાય ? શબ્દ અને શ્રોત્ર બન્ને અનિત્ય થશે. કારણ કે સ્વભાવનું અન્યથા થવું એ જ તે અનિત્યનું લક્ષણ છે. કોઈપણ વસ્તુ એકસ્વભાવમાંથી અન્યસ્વભાવમાં રૂપાન્તર પામે એટલે તે વસ્તુ અનિત્ય કહેવાય. આ રીતે તમારો માનેલો શબ્દ નિત્ય છે. એ પક્ષ રહેશે નહી પરંતુ અનિત્ય થશે.
तस्य
-
મીમાંસક અન્ય રૂપે ધર્મ: રૂપ એ ધર્મ છે. એટલે શબ્દમાં અને શ્રોત્રમાં જે પૂર્વે રૂપ હતું તે, અને નવું રૂપ આવ્યું તે બન્ને ધર્મો છે. અને શબ્દ-શ્રોત્ર એ ધર્મી છે. ધર્મીથી ધર્મો એકાન્ત ભિન્ન છે. તેથી પ્રાચીનરૂપનો નાશ અને અર્વાચીન રૂપની ઉત્પત્તિ થવા સ્વરૂપ રૂપાન્તર થવા છતાં પણ ધર્મી એવા શબ્દાદિમાં ભાવોના (પદાર્થના) સ્વભાવનું અન્યથા થવા પણું આવતું નથી. રૂપ ભલે બદલાયા કરે પરંતુ મૂલપદાર્થ-ધર્મી જે શબ્દ અને શ્રોત્ર છે તે તો પોતાના સ્વભાવમાં જ રહે છે તેમાં અન્યપણું આવતું નથી. એટલે શબ્દ નિત્ય જ રહેશે.
જૈન - નનુ ધર્માન્તોત્યારેપ જો રૂપ બદલાવા સ્વરૂપ ધર્માન્તરનો ઉત્પાદ થવા છતાં પણ ભાવનો સ્વભાવ (મૂલધર્મીનો સ્વભાવ) અનનયપ: તાલુોવ નથી બદલાયું સ્વરૂપ જેનું એવો તેવોને તેવો જ રહે છે. એમ માનશો તો, એટલે કે વ્યંજક એવા ધ્વનિથી શબ્દ અને શ્રોત્ર એમ બન્ને ધર્મીમાં રૂપાત્મક ધર્મ બદલાય છે રૂપાન્તર થાય છે પરંતુ ધર્મી એવા શબ્દ અને શ્રોત્ર પોતાના સ્વભાવથી બદલાતા નથી. ધર્મી તો તેના તે જ, અને તેવા ને તેવા જ રહે છે એમ જો માનશો તો પટાદિ વડે ઘટાદિનો જેમ બોધ થતો નથી તેમ શ્રોત્ર વડે ધ્વનિનો (શબ્દનો) પણ બોધ થવો જોઈએ નહીં. જેમ પટાદિ અને ઘટાદિ વચ્ચે ગ્રાહક-ગ્રાહ્ય ભાવ નથી, તેથી પટાદિ એ ઘટાદિના બોધક નથી, અને ઘટાદિ એ પટાદિ વડે બોધ્ય નથી. તેવી જ રીતે શબ્દ અને શ્રોત્રથી પણ વાયુવિશેષ વડે થયેલા સંસ્કારો (સ્વભાવાન્તરો) એકાન્તે ભિન્ન હોવાથી બન્નેમાં તો કોઈ પણ જાતનો ફેરફાર ન થવાથી પૂર્વકાલની જેમ અગ્રાહ્ય અને અગ્રાહક જ રહેવા જોઈએ. વાયુવિશેષ ભંજક આવવા છતાં પણ શબ્દને કંઈ પણ રૂપાન્તર કરતા જ નથી, તેથી શબ્દ તો પૂર્વકાલની જેમ અગ્રાહ્ય જ રહેશે અને તે જ વ્યંજક શ્રોત્રમાં પણ કંઈ રૂપાન્તર કરતો નથી માટે શ્રોત્ર અગ્રાહક જ રહેશે, જે કંઈ વ્યંજક વડે રૂપાન્તર કરાયું છે તે રૂપાન્તર શબ્દ અને શ્રોત્રથી તો એકાન્તે ભિન્ન શબ્દનો બોધ થશે નહીં. જેમ પટાદિપદાર્થો શ્રોત્ર શબ્દને જાણી શકશે નહીં.
જ છે. તેથી પટાદિ વડે ઘટાદિની જેમ શ્રોત્ર વડે ઘટાદિપદાર્થને જાણી શકતા નથી. તેવી જ રીતે. મીમાંસક तत्सम्बन्धिनस्तस्य करणाददोषः વ્યંજક એવા ધ્વનિઓ તે શબ્દ અને શ્રોત્ર નામના ધર્મી સંબંધી એવા ધર્મને રૂપાન્તર કરે છે. એટલે કે વ્યંજક ધ્વનિઓ જે સંસ્કાર રૂપ
Jain Education International
·
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org