________________
૫૫૧
વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા
છે એટલે તેના ધર્મો પણ શ્રોત્રગ્રાહ્ય જ રહેશે. અશ્રાવણ થવાનો પ્રસંગ આવશે નહીં.
(૫) અવાચ્ય પદાર્થ અમે અનિત્ય માન્યો છે એટલે તેના તીવ્ર મંદાદિ ધર્મો પણ અનિત્ય છે. એમ સિદ્ધ થશે. હવે અમને એમ લાગે છે કે અમારી માન્યતામાં કોઈ દોષનો ભય નથી.
જૈન - તિ શ્વેત્ ન, તસ્મૈવ રાાત્ મીમાંસકની ઉપરની વાત બરાબર નથી. કારણ કે જે પદાર્થની તમે કલ્પના કરો છો તે શબ્દ જ છે. કારણ કે શ્રોત્રગ્રાહ્યત્વ એ શબ્દનું જ લક્ષણ છે. માટે તજ્જાયુવતસ્ય તસ્ય શ્રોત્રગ્રાહ્ય એવા તે લક્ષણથી યુક્ત અવાચ્ય પદાર્થને તો
શબ્દથી
અર્થાન્તર માનવું તે અયુક્ત છે.
સારાંશ કે તમે કલ્પેલો આવો કોઈ અવાચ્ય પદાર્થ છે જ નહીં. અને જો ખરેખર તેવો કોઈ પદાર્થ હોય તો તે શબ્દ જ છે. તમે મુકેલા શ્રોત્રગ્રાહ્યત્વ, અનિત્યત્વ, અને તીવ્ર મંદાદિ ધર્મવત્ત્વ, ઈત્યાદિ સર્વ વિશેષણો શબ્દમાં જ ઘટે છે અને તે શબ્દ જ છે. માત્ર સત્યને નહી સ્વીકારવા માટે નવી નવી મન:કલ્પિત કલ્પના કરી તમે જ્યાં ત્યાં ભટકો જ છો.
·
किंच, कस्य किं कुर्वन्तोऽमी व्यञ्जका ध्वनयो भवेयुः ? शब्दस्य, श्रोत्रस्य, उभयस्य वा संस्कारमिति चेत् कोऽयं संस्कारोऽत्र, - रूपान्तरोत्पत्तिः, आवरणविपत्तिर्वा ? आद्यश्चेत् कथं न शब्दश्रोत्रयोरनित्यत्वं स्यात्, स्वभावान्यत्वरूपत्वात्तस्य । अथ रूपं धर्मः, धर्मधर्मिणोश्च भेदात् । तदुत्पत्तावपि न भावस्वभावान्यत्वमिति चेत् - ननु धर्मान्तरोत्पादेऽपि भावस्वभावोऽजनयद्रूपस्वरूपस्तादृगेव चेत् - तदा पटादिनेव श्रोत्रेण घटादेरिव ध्वनेर्नोपलम्भः सम्भवेत् ।
-
-
तत्सम्बन्धिनस्तस्य करणाददोष इति चेत् - स तावत्सम्बन्धो न संयोगः, तस्याद्रव्यत्वात् । समवायस्तु कथञ्चिदविष्वग्भावान्नान्यो भवितुमर्हतीति तदात्मकधर्मोत्पत्तौ धर्मिणोऽपि कथञ्चिदुत्पत्तिरनिवार्या । आवरणापगमः संस्कारः क्षेमकार इति चेत् स तर्हि शब्दस्यैव सम्भाव्यते, ततश्चैकत्रावरणविगमे समग्रवर्णाsssर्णनं स्यात् । प्रतिवर्णं पृथगावरणमिति यस्यैवावरणविरमणम्, तस्यैवोपलब्धिरिति चेत्, तन्नावितथम् । अपृथग्देशवर्तमानैकेन्द्रियग्राह्याणां प्रतिनियताssवरणावार्यत्वविरोधात् । यत् खलु प्रतिनियतावरणावार्यम्तत् पृथग्देशे बर्तमानम्, अनेकेन्द्रियग्राह्यं च दृष्टम्, यथा घटपटी, यथा वा रूपरसाविति । अपृथग्देशवर्तमानैकेन्द्रियग्राह्यत्वादेव च नास्य प्रतिनियतव्यञ्जकव्यङग्यत्वमपि ॥
Jain Education International
-
તથા હું મીમાંસક ! કોઝવાયુ રૂપ આ ધ્વનિઓ જો કે વાત્સવિક પણે શબ્દના વ્યંજક જ નથી પરંતુ અમે હાલ તેની ચર્ચા કરતા નથી. અને તમે ધ્વનિને જે વ્યંજક માનો છો. તે માની લઈને અમે તમને એટલું જ પુછીએ કે આ ધ્વનિઓ કોને કોને શું શું ઉપકાર કરે છે ? કે જેથી “આ વ્યંજક છે” એમ તમારા વડે મનાય છે.
મીમાંસક આ ધ્વનિઓ શ્રોત્રને પણ સંસ્કાર કરે છે. અને શબ્દને પણ સંસ્કાર કરે છે અર્થાત્ ઉભયને પણ સંસ્કાર કરે છે માટે તે ધ્વનિઓ વ્યંજક છે. એમ અમારૂં કહેવું છે. જૈન - આ ધ્વનિઓ શ્રોત્રને, અને શબ્દને એમ ઉભયને સંસ્કાર કરે છે. એટલે શું કરે છે? અહીં સંસ્કાર એટલે શું ? શું રૂપાન્તરોત્પત્તિ (એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વસ્તુ લઈ જવી)
w
For Private & Personal Use Only
www.jainelibrary.org