________________
{
૫૫૩
વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા ધર્મ ઉત્પન્ન કરે છે તે સંસ્કાર રૂપ ધર્મ તત્સંબંધી છે. એટલે કે શબ્દ અને શ્રોત્ર સંબંધી છે. આવા સંબંધવાળા તે ધર્મોનું કરવાપણું વ્યંજકધ્વનિમાં છે તેથી શબ્દો પહેલાં ઉપલબ્ધ ન થતા હતા. પરંતુ હવે તેનો ધર્મ બદલાયો હોવાથી ઉપલબ્ધ થશે માટે અમને કોઈ દોષ આવશે નહીં. સારાંશ કે વ્યંજક વડે ઉત્પન્ન કરાતા સંસ્કારો જો કે શબ્દ અને શ્રોત્રથી છે તો અત્યન્ન ભિન્ન જ, તો પણ તે સંસ્કારો તેના (શબ્દ-શ્રોત્રના) સંબંધી તરીકે ઉત્પન્ન કરે છે. માટે ધર્મ બદલાવાથી હવે શબ્દ અને શ્રોત્ર ગ્રાહ્ય-ગ્રાહક બનશે.
જૈન - વાયુવિશેષરૂપ વ્યંજક વડે કરાતો સંસ્કાર, ધર્મી એવા શબ્દ અને શ્રોત્રથી ભિન્ન છે પરંતુ તે શબ્દ અને શ્રોત્રનો સંબંધી છે એમ તમે જે કહો છો ત્યાં અમે પુછીએ છીએ કે શબ્દ અને સંસ્કાર વચ્ચે, તથા શ્રોત્ર અને સંસ્કાર વચ્ચે કયો સંબંધ છે ? શું સંયોગસંબંધ છે કે શું સમવાય સંબંધ છે?
જો સંયોગસંબંધ કહો તો તે બે વચ્ચેનો જે સંબંધ તે સંયોગ તો ઘટતો નથી જ, કારણ કે સંયોગસંબંધ ઘટ-પટની જેમ સદા બે દ્રવ્યોનો જ હોય છે અહીં શબ્દ એ તમે આકાશનો ગુણ માનેલો હોવાથી તેમાં દ્રવ્યતા નથી. તથા ધ્વનિએ કરેલો આ સંસ્કાર એ ધર્મ હોવાથી ગુણ છે. ગુણો સદા દ્રવ્યમાં વર્તે છે પરંતુ ગુણો કદાપિ ગુણાશ્રય હોતા નથી. અર્થાત્ ગુણો ગુણોમાં રહેતા નથી. શબ્દ એ તમારા મતે ગુણ હોવાથી રૂપાન્તર થવા રૂપ સંસ્કાર તેમાં રહી શકશે નહીં. માટે દ્રવ્ય ન હોવાથી સંયોગસંબંધ નથી.
હવે જો સમવાયસંબંધ માનો તો તે સંબંધ કચિત્ અવિષ્વભાવ (કથંચિત્ અભેદભાવ)થી તદ્દન ભિન્ન થવા યોગ્ય નથી. અર્થાત્ કથંચદ્ અભેદભાવ રૂપ છે તેથી સંસ્કારત્મક ધર્મની ઉત્પત્તિ થયે છતે ધર્મી એવા શબ્દની પણ ઉત્પત્તિ અનિવાર્ય જ થશે, તેમ થવાથી શબ્દ અનિત્ય થશે. મીમાંસક આવરાળમ: સંધાર; ક્ષેમાર: રૂતિ ચેત્ - રૂપાન્તરોત્પત્તિ રૂપ સંસ્કારનો પ્રથમ અર્થ જે કરવામાં આવ્યો, તે માનવામાં આવી બધી દોષાપત્તિ જ આવે છે માટે અમે હવે “આવરણનો અપગમ’' એ રૂપ બીજા અર્થવાળો સંસ્કાર થાય છે એવો બીજો પક્ષ માનીશું જે ક્ષેમકાર છે. તેમાં કોઈ દોષ આવશે નહીં. એટલે કે શબ્દ નિત્ય છે જ, વકતા બોલે તેની પહેલાં પણ શબ્દ સદા છે જ, માત્ર તેના ઉપર આવરણ હતું એટલે તે સંભળાતો ન હતો, પરંતુ ઉચ્ચારણકાલે ભંજક એવા ધ્વનિઓએ આવીને શબ્દ ઉપરનું તે આવરણ દૂર કરી નાખ્યું એટલે તે સંભળાયો છે એમ આવરણ દૂર કરવા રૂપ સંસ્કાર થંજક ધ્વનિઓ કરે છે એમ અમે માનીશું. બાકી શબ્દ તો જેવો પહેલાં હતો તેવો ને તેવો જ રહે છે. તેમાં કંઈ ફેરફાર થતો નથી. આ પક્ષ ક્ષેમકાર એટલે કલ્યાણકારી છે. કારણ કે હવે અમને કોઈ દોષ આવશે નહીં.
-
જૈન - સ તદ્દેિ રાયૈવ સમ્માવતે - તે આવરણવિલય તો શબ્દમાત્રનો જ હોઈ શકે. અર્થાત્ ભંજક એવા ધ્વનિ વડે કરાયેલો આ આવરણવિગમ રૂપ સંસ્કાર શબ્દમાત્રનો જ થાય. (શ્રોત્ર તો બાહ્ય છે એટલે અનાવરણ જ છે.) તેથી એક સ્થાને આવરણવિગમ થયે છતે સર્વ શબ્દોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org