________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
૫૫૪
અનાવરણ થવાથી તે સર્વ શબ્દોનું શ્રવણ થઈ જવું જોઈએ. “ામ ગ્રામં ઋતિ'' આ વાકયનો પ્રથમશબ્દ ઉચ્ચારણ કરાયે છતે સઘળા શબ્દમાત્ર ઉપરનું આવરણ ખસી જવાથી સમસ્તવાકય અને તે રીતે સમસ્ત વાર્તા પણ સંભળાઈ જવી જોઈએ. શબ્દ ઉપરનું આવરણ દૂર થવાથી સમસ્ત શબ્દો આવિર્ભૂત થઈ જવાથી બોલ્યા વિના જ સમસ્ત શબ્દોનું વાકયોનું અને આખીવાર્તાનું શ્રવણ થઈ જવાની આપત્તિ આવશે.
મીમાંસક હે જૈન ! તમારો આપેલો આ દોષ અમને નહી આવે. કારણ કે અમે વર્ષે વર્ષે આવરણ પૃથક્ પૃથક્ માનીશું. તેથી વકતા જ્યારે જ્યારે જે જે શબ્દનું ઉચ્ચારણ કરે ત્યારે ત્યારે તે તે વર્ગ ઉપરનું પ્રતિનિયત એકેક આવરણ જ વિલય પામે, અને તેથી તે તે શબ્દનું જ શ્રવણ થાય છે પરંતુ સમસ્ત શબ્દોનું શ્રવણ થતું નથી.
જૈન રૂતિ ચૈત્-તત્રાવિતથમ્ = હે મીમાંસક ! જો તમે આમ કહો, તો તે વાત સત્ય નથી. કારણ કે જે અપૃથદેશવર્તી હોય અને એક ઈન્દ્રિયગ્રાહ્ય હોય તેમાં પ્રતિનિયત આવરણ વડે આવાર્યત્વ માનવું તે વિરૂદ્ધ છે. જે જે પદાર્થો પૃથક્ષેત્રવર્તી હોય છે, તેનું જ પ્રતિનિયત એવાં ભિન્ન ભિન્ન આવરણો વડે આવાર્યપણું હોય છે જેમ કે ઘટ અને પટ, એક ઓરડામાં ઘટ હોય અને બીજા ઓરડામાં પટ હોય, તથા ઘટવાળો પ્રથમ ઓરડો બંધ હોય, અને બીજો ઓરડો બંધ ન હોય ત્યારે ઘટ વાળો ઓરડો બંધ હોવાથી તે ઘટ ચક્ષુગોચર ન થાય પરંતુ બીજા ઓરડામાં પડેલો પટ પણ ન દેખાય અમે નહીં. પટવાળો ઓરડો બંધ હોય તો પટ ન દેખાય પરંતુ પ્રથમ ઓરડામાં પડેલો ઘટ દેખી શકાય.
સારાંશ કે બન્ને ભિન્ન ક્ષેત્રવત્ હોવાથી ભિન્ન આવરણ વડે આવાર્ય બની શકે પરંતુ એક જ ઓરડામાં રહેલા ઘટ-પટનાં ભિન્ન ભિન્ન આવરણ સંભવતાં નથી.
તથા જે વિષયો ભિન્ન ભિન્ન ઈન્દ્રિયોથી ગ્રાહ્ય હોય તેનાં આવરણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે રૂપ-રસ. આ બેમાં રૂપ ચક્ષુર્ગોચર છે અને રસ જિહ્વાગોચર છે. તેથી ગાઢ અંધકાર રૂપનું આવારક બને છે પરંતુ રસનું આવારક બનતું નથી. માટે જે જે વિષયો પૃથ-પૃથક્ ક્ષેત્રવત્ હોય અને પૃથક્-પૃથગ્ ઈન્દ્રિયગોચર હોય તે તે વિષયોનાં આવરણો ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે અહીં સર્વે શબ્દો અપૃથક્ષેત્રવત્ છે અને માત્ર એક શ્રોત્રેન્દ્રિયથી જ ગોચર છે. તેથી ભિન્ન આવરણ વડે આવાર્યત્વ માનવું એ વાત વિરૂદ્ધ છે.
પંક્તિનો અર્થ આ પ્રમાણે છે કે - અપૃથદેશમાં વર્તમાન અને એક જ (માત્ર શ્રોત્ર) ઈન્દ્રિય વડે જ ગ્રાહ્ય એવા શબ્દોમાં પ્રતિનિયત (દરેકે દરેક શબ્દનું ભિન્ન ભિન્ન) આવરણ વડે આવાર્યત્વ માનવું એ વિરૂદ્ધ છે, ખરેખર જે જે પ્રતિનિયત (ભિન્ન ભિન્ન) આવરણ વડે આવાર્ય હોય છે તે તે પૃથદેશમાં વર્તમાન હોય છે જેમ કે ઘટ-પટ, અને અનેક ઈન્દ્રિયથી (ભિન્ન-ભિન્ન ઈન્દ્રિયથી) ગ્રાહ્ય હોય છે જેમ કે રૂપ અને રસ.
આ પ્રમાણે શબ્દ તે અપૃથદેશમાં વર્તતો હોવાથી, અને એક જ ઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org