________________
પપ૭ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા થશે તથા કર્તવ્યરૂપ બનશે માટે આ બધી વાત મિથ્યા છે.
તથા ઉદાત્ત-સ્વરિત-તીવ્ર-મંદ-સુસ્વર-વિસ્વર વિગેરે શબ્દના ધમની સાથે પણ “શ્રાવાત્વ” હેતુનો વ્યભિચાર દોષ આવશે, કારણ કે સ્વરો કયારેક ઉદાત્ત રૂપે બોલાય છે. કયારેક સ્વરિત રૂપે બોલાય છે. કયારેક તીવ્રરૂપે બોલાય છે. કયારેક મંદ રૂપે બોલાય છે. સદા સરખા રૂપે બોલાતા નથી માટે નિત્ય નથી. અનિત્ય છે. છતાં શબ્દો હોવાથી શ્રાવાળ તો છે જ. માટે શ્રાવણત્વ એ હેતુ અનિત્ય એવા ઉદાત્તાદિમાં વર્તે છે, તેથી પણ વ્યભિચાર દોષ આવે છે, હે મીમાંસક ! ઉદાત્તાદિ આ શબ્દધ નિત્ય છે એમ પણ તમારે બચાવ ન કરવો. કારણ કે તેષાં નિત્યત્વે જો તે ઉદાત્તાદિ શબ્દધમ નિત્ય હોય તો સદા એક સરખા સમાન આકારે જ બોધ કરાવનાર થવાની આપત્તિ આવશે. એટલે કે સદા ઉદાત્ત જ, અથવા સદા સ્વરિત જ શબ્દો સંભળાવા જોઈએ. આવી આપત્તિ આવશે. અને સદા એકાકારે સંભળાતા નથી. માટે ઉદાત્તાદિ નિત્ય છે. એવો બચાવ તમે કરી શકશો નહિં.
મીમાંસક - ઉદાત્તાદિ આ શબ્દધમોને હું નિત્ય માનીશ. પરંતુ તેઓની “અભિવ્યક્તિઆવિર્ભાવ” કદાચિત્ક છે એમ માનીશ. અર્થાત્ આ ધમાં સદા છે જ. પરંતુ તેનો આવિર્ભાવ કયારેક થાય કયારેક ન થાય. જ્યારે આવિર્ભાવ ન થાય ત્યારે પણ જગતમાં આ ધમ હોય તો છે જ. એમ માનીશ તો શું દોષ ?
જૈન = તવાફ = મીમાંસકની તે વાત ઉચિત નથી. પરસ્પર વિરૂદ્ધ ધમનો એક શબ્દમાં સમાવેશ અસંભવિત છે. જો આ શબ્દધમોને નિત્ય માનીએ તો એક જ શબ્દમાં સદાકાળ ઉદાત્તઅનુદાત્ત, એમ તીવ્ર-મંદ, અને સુસ્વરવિસ્વર, ઈત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધમ રહેલા જ છે એમ માનવું જ પડે કારણ કે એક વાર એક કાળે ઉદાત્ત ઉચ્ચારિત થાય છે. ત્યારે પણ તેમાં અનુદાન ધર્મ છે જ એમ માનવું પડે ભલે તે અનુદાત્તની અભિવ્યકિત કાલાન્તરે થાય. તેવી જ રીતે અનુદાત્તધર્મ ઉચ્ચારિત થાય ત્યારે પણ તે શબ્દમાં ઉદાત્ત ધર્મ છે જ એમ માનવું જ પડે. તેવી જ રીતે તીવ્ર ગાર નું ઉચ્ચારણ થાય તે કાળે પણ તેમાં મંદ ધર્મ છે જ એમ માનવું જ પડે. અને મંદ ઉચ્ચારણકાળે પણ તીવ્રધર્મનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે જે વાત ઉચિત નથી અને લોકવિરૂદ્ધ પણ છે. એક જ કાળે એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધધર્મો ન જ હોય. માટે ઉદાત્તાદિ ધમાં અનિત્ય જ છે. એમ જ સમજવું જોઈએ પરંતુ ધમ નિત્ય છે અને માત્ર અભિવ્યક્તિ કદાચિત્ક છે એમ સમજવું યુક્તિસંગત નથી.
તથા વળી મીમાંસકદર્શનના બે ભેદ છે (૧) પ્રભાકર અને (૨) કુમારિલ ભટ્ટ. એટલે આ બે ભેદમાંથી પ્રભાકર શબ્દત્વજાતિને માનતા જ નથી. તેથી તેમને આશ્રયી “શબ્દત્વવતુ” એવું આ દષ્ટાન સાધ્ય-સાધન એમ ઉભયથી વિકલ છે. તેથી ઉભયવિકલદષ્ટાન્તાભાસ નામનો દષ્ટાન્તદોષ પણ તમને આવશે. કારણ કે પ્રભાકર જ્યારે જાતિ જ નથી સ્વીકારતા તો તેમાં નિત્યસ્વસાધ્ય અને શ્રાવણત્વ હેતુ સંભવવાના જ કયાં છે ? તેથી તે પ્રતિ = તે પ્રભાકરને આશ્રયી આ દષ્ટાન્ત ઉભયવિકલ પાણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org