________________
૫૪૮
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ સ્પાર્શન પ્રત્યક્ષ હોય ત્યાં, અને ન હોય ત્યાં એમ ઉભયત્ર તિમિરાદિની સાથે ઘટના અસ્તિત્વનો અવિરોધ હોવાથી બન્ને જગ્યાએ ઉત્પત્તિ-નાશનો વ્યવહાર લોકમાં થતો નથી.
જૈન - હે મીમાંસક ! તમિવૃતિદરવાં = તો શબ્દ જ્યારે ઉચ્ચારણ કરવામાં ન આવે ત્યારે એટલે કે આવૃત દશાકાળે (તિમિરની સાથે ઘડાના અસ્તિત્વની જેમ) શબ્દના અસ્તિત્વને જણાવનારું કોઈ પણ પ્રમાણ તારી પાસે નથી કે જેથી અનુચ્ચારકાળે શબ્દમાં “ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર” લોકમાં થાય છે. એમ તું કહે છે. જેમ તિમિરની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે. તેથી ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર નથી તેવી જ રીતે શબ્દોના અનુચ્ચારણકાલે પણ શબ્દોનું અસ્તિત્વ માનીને ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર ન કરવો જોઈએ. અને વ્યવહાર થાય છે. તેથી ત્યાં અસ્તિત્વ જણાવનારૂં કોઈ પ્રમાણ શું તારી પાસે નથી ?
મીમાંસક - સમિતિ વેત્ - હા, અનુચ્ચારણકાળે શબ્દના અસ્તિત્વને જણાવનારું કોઈ પ્રમાણ નથી માટે જ ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર છે અને ઘટમાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર નથી.
જૈન - તરું સાધના માવસર્વમતુ = તો અનુચ્ચારણ કાળે શબ્દના અસ્તિત્વનું સાધક પ્રમાણે જો કોઈ ન હોય તો “શબ્દ નથી જ” એમ માની લોને ! અર્થાત્ અનુચ્ચારણકાળે શબ્દ નથી અને ઉચ્ચારણકાળે શબ્દ ઉત્પન્ન થાય છે એમ માનો અને તેથી જ ઉત્પાદ વ્યય હોવાથી જ ઉત્પત્તિ-વ્યયના વ્યવહાર થાય છે એમ માનવું એ જ બરાબર છે.
મીમાંસક - શબ્દના અનુચ્ચારણ કાળે મારી પાસે શબ્દના અસ્તિત્વને જગાવનારાં “પ્રત્યભિજ્ઞા” આદિ પ્રમાણ છે. તેથી અનુચ્ચારણકાળે પણ શબ્દનું અસ્તિત્વ છે. તેથી તે નિત્ય જ છે.
જૈન - તમારી આ વાત બરાબર નથી ૩ણ્ય પ્રત્યક્ષવધતત્વેન = આ પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણ તો ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે બાધિત હોવાથી શબ્દના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે અશક્ત છે. જે વાત પહેલાં સમજાવાઈ છે.
છતાં માનો કે “પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણ” છે અને તે શબ્દના અનુચ્ચારણકાળે પણ શબ્દના અસ્તિત્વને જણાવે છે તો પણ સૂર્યના પ્રકાશ અને અંધકાકાળે ઘટનો વ્યક્તિભાવ (આવિર્ભાવ) અને વ્યક્તિ અભાવ (તિરોભાવ) હોવા છતાં પણ ઘટ ઉત્પન્ન થયો અને નાશ થયો એ વ્યવહાર જેમ થતો નથી, તેની જેમ અહીં પણ ઉચ્ચારણ-અનુચ્ચારણકાળે શબ્દની અભિવ્યકિત-અનભિવ્યક્તિ માત્ર હોય તો ઉત્પત્તિ અને વ્યયના અધ્યવસાયો થવા જોઈએ નહીં.
મતિ રાયમ્ - શબ્દ ઉત્પન્ન થયો અને શબ્દ નાશ પામ્યો આવો આ વ્યવહાર થાય છે. તેથી ઉચ્ચારણ-અનુચ્ચારણકાળે થતું ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાન અનન્યથાસિદ્ધ હોવાથી - માન્યા વિના ચાલે તેમ ન હોવાથી આ ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર અનન્યથાસિદ્ધ એવા પ્રત્યક્ષ વડે પ્રતિબદ્ધ જ છે એમ નિશ્ચિત થાય છે. એટલે કે અનન્યથાસિદ્ધ એવા પ્રત્યક્ષ વડે શબ્દનો ઉત્પત્તિ-વ્યયનો આ વ્યવહાર સત્ય જ છે યથાર્થ જ છે.
अनित्यः शब्दः, तीब्रमन्दतादिधर्मोपेतत्वात्, सुखदुःखादिवदित्यनुमानबाधः। व्यञ्जकाश्रितास्तीव्रतादयः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org