________________
૫૧૯
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞા વાળું પ્રત્યક્ષપ્રમાણ મા = શ્રુતિના સાત્વમ્ = નિત્યત્વને મવદ્યોતયત્ = જણાવતું છતું મુક્ષુ સ્ટફ્લત વ = નિદૉષ જણાય જ છે. એટલે કે પૂર્વાપરની સંકલના વાળું પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ એવું પ્રત્યક્ષપ્રમાણ શ્રુતિના નિત્યત્વને સિદ્ધ કરશે જ. આ પ્રમાણે જો મીમાંસક પોતાનો બચાવ કરે તો.
“પાંચભૂતોના સમુદાયમાત્રથી જ બનેલું આ શરીર છે. પરંતુ તે શરીરથી ભિન્ન એવો આત્મા તે શરીરમાં નથી” ઈત્યાદિ લોકાયતના (ચાર્વાકદર્શનના - નાસ્તિકદર્શનના) આગમોમાં પણ કસ = આ પ્રત્યભિજ્ઞા પર વ ત = પરિપૂર્ણ છે જ, અર્થાત્ આ પ્રત્યભિજ્ઞા તેમના આગમોમાં પાણ સમાન જ છે અને તેમ થવાથી તે આગમોની પણ નિત્યતા સિદ્ધ થશે. એટલે કે તે = તેઓનાં તે આગમો પણ તથા = નિત્ય યુઃ સિદ્ધ થશે.
તથા ૨ = તેમ થવાથી ચાર્વાકદર્શનનાં આગમો પણ નિત્ય થવાથી તાતાનુષ્ઠાનનિષ્ઠા = તે આગમોમાં જણાવેલા અનુષ્ઠાનોની આચરણા કરવા સંબંધી પટુતા બ્રાહ્મણોને પણ પ્રાપ્ત થશે. જે બ્રાહ્મણો વેદપાઠી છે. વેદો અનાદિના હોવાના કારણે પ્રમાણ છે અને તેથી તેમાં કહેલ અનુષ્ઠાનો આચરવા યોગ્ય છે. એમ માને છે એ જ ન્યાય આ વેદપાઠી બ્રાહ્મણોને નાસ્તિકોના આગમોમાં કહેલાં અનુષ્ઠાનો આચરવાનું પણ નિત્ય હોવાથી આવી પડશે.
ગીથા = જે એમ નહી માનો તો એટલે લોકાયતિક આગમોને ન ભણવામાં આવે, અને તેમાં કહેલાં અનુષ્ઠાનો ન આચરવામાં આવે તો બ્રાહ્મણોને પ્રત્યાયમવાહ્ન = આપત્તિ આવશે. કારણ કે જેમ વેદો-શ્રુતિઓ નિત્ય હોવાથી તેનું પઠન-પાઠન અને તત્કથિત અનુષ્ઠાનોનું આચરણ આત્મહિતકર છે. તેવી જ રીતે લોકાયતિકાગમો પણ નિત્ય હોવાથી તેનું પઠન-પાઠન અને તત્કથિત અનુકાનોનું આચરણ પણ આત્મહિતકર જ થશે. માટે આદરવા જેવું જ થશે. જો તેમ નહી કરો તો તેની આશાતના કર્યાનું મહાપાપ લાગવા રૂપ આપત્તિ તમને આવશે.
હવે મીમાંસક કદાચ અહીં એવો બચાવ કરે કે સત્ર = લોકાયતિક આગમોમાં મ્ = આ પ્રત્યભિજ્ઞા વાધ્યતે = બાધિત છે. કારણ કે તે આગમપાઠોનું ઉમિયાનાનન્તરાનુપમૅન = ઉચ્ચારણ કર્યા પછી તુરત જ તે પાઠોનો અનુપલંભ થાય છે. જો લોકાયતિકાગમો નિત્ય હોત તો સદા રહેવાના સ્વભાવવાળાં હોવાથી ઉચ્ચારણના કાળ પછી પણ ગુંજારવ કરાતાં સંભળાવાં જોઈએ, પરંતુ તેવો અનુભવ પાછળ થતો નથી. ઉચ્ચારણ પછી અલ્પકાળમાં જ તે શબ્દોની અનુપલબ્ધિ થાય છે માટે તે અનુપલબ્ધિ કાળે તે આગમો નથી અર્થાત નષ્ટ થઈ ચુકયાં છે એમ નકકી થાય છે. તેથી નિત્ય છે એમ કેમ કહેવાય છે ?
જન - જો તમે આવું કહેશો તો હે મીમાંસકો ! તે જ વાત શ્રુતિમાં પણ કેમ લાગુ ન પડે ! કૃતિઓ પણ ઉચ્ચારણ કાળે જ સંભળાય છે. શેષકાળ અનુપલંભ જ હોય છે. તેથી શેષકાળે નષ્ટ જ થયેલી હોવાથી વેદો-શ્રુતિઓ પણ નિત્ય કેમ કહેવાશે ?
મીમાંસક = વસ્તુનો અનુપલંભ બે પ્રકારના કારણોથી થાય છે. (૧) વસ્તુ છતી-વિદ્યમાન હોય પરંતુ તેની અભિવ્યક્તિ = પ્રગટતા ન હોય એટલે ન દેખાય, જેમ કરંડીયામાં ઢાંકેલો સાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org