________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
૫૨૦ ઘરમાં છુપાયેલો મનુષ્ય, આ અભિવ્યક્તિના અભાવથી સંભવતી અનુપલબ્ધિ છે. આમાં છુપાયેલી વસ્તુ તો છે. માત્ર તેની પ્રગટતા ન હોવાથી દેખાતી નથી. (૨) વસ્તુ હોય જ નહીં - નષ્ટ જ થઈ ચુકી હોય તેથી તેની અનુપલબ્ધિ, જેમ કે તે કરંડીયામાંથી સાપ ચાલ્યો ગયો હોય અને ખાલી કરંડીયામાં સાપની અનુપલબ્ધિ, શૂન્યઘરમાં માણસની અનુપલબ્ધિ, આમાં વસ્તુ જ નથી. તેથી વસ્તુના અભાવના નિબન્ધનથી (કારણથી) અનુપલબ્ધિ છે. એટલે એક અભિવ્યક્તિના અભાવથી સંભવતી અનુપલબ્ધિ અને બીજી વસ્તુના અભાવના નિબન્ધથી સંભવતી અનુપલબ્ધિ તે બેમાંથી શ્રુતિમાં તાનમ્ = તે વખતે ઉચ્ચારણ કરાયા પછી ન સંભળાય તે કાળે જે અનુપલંભ છે તે અભિવ્યક્તિના અભાવના સંભવવાળો સમજવો. પરંતુ કૃતિઓના અભાવના કારણવાળો આ અનુપલંભ નથી. એમ અમે કહીશું.
જૈન - નાસ્તિકોના (લોકાયતિકોના) સિદ્ધાન્તોમાં પણ એમ કેમ ન મનાય ? તે પણ નિત્ય છે. ઉચ્ચારણ પછી અભિવ્યકિતના અભાવે અનુપલંભવાળાં છે. તેથી તત્કથિત આચરણ પણ આચરવું જોઈએ. ઈત્યાદિ સર્વ આપત્તિ સમાન જ છે.
किञ्च, अनुभवानुचरणचतुरं प्रत्यभिज्ञानम्, अनुभवश्व प्रायेण प्रत्यभिज्ञां ताद्भविकीम्, जातिस्मृत्यादिमतः कस्यापि कतिपयभवविषयां च प्रभावयितुं प्रभुः - इति कथमनादौ काले केनापि नेयं श्रुतिः सूत्रिता - इति प्रकटयितुं पटीयसीयं स्यात् ? तन तत्र प्रत्यक्षं क्षमते ।
તથા વળી બીજી વાત આવી પણ છે કે આ પ્રત્યભિજ્ઞાન હંમેશાં ભૂતકાળમાં થઈ ચૂકેલા અનુભવને જ અનુસરવામાં ચતુર છે. એટલે કે ભૂતકાળમાં જેનો અનુભવ થયો હોય તેનું જ પ્રત્યભિજ્ઞાન થાય છે. અને ભૂતકાળમાં થયેલો તે અનુભવ ઘણું કરીને તો તે જ ભવમાં ભવિષ્યમાં થવા વાળી એવી પ્રત્યભિજ્ઞાને અને જાતિસ્મરણાદિ જ્ઞાનવાળા કોઈકને વળી કેટલાક ભવ વિધ્યક એવી પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરાવવાને સમર્થ છે.
પરંતુ “અનાદિ કાળમાં કોઈ પણ પુરૂષ વડે આ શ્રુતિ રચાઈ જ નથી” આવા પ્રકારની વાત સિદ્ધ કરવાને માટે રૂાં થે રીય ગાત્ = આ પ્રત્યભિજ્ઞા કેમ સમર્થ બને ?
સારાંશ કે ભૂતકાળમાં આ ભવમાં કે નજીકના કેટલાક ભવોમાં જે અનુભવ્યું હોય તેની વર્તમાનભવમાં પ્રત્યભિજ્ઞા થાય છે. પરંતુ જેનો અનુભવ જ થયો નથી તેની પ્રત્યભિજ્ઞા કેમ થાય? માટે શ્રુતિઓ અનાદિની છે અકૃત્રિમ છે કોઈ પણ પુરૂષ વડે સૂત્રિત નથી આવા પ્રકારનો અનુભવ જ થયો નથી તો પ્રત્યભિજ્ઞા કેમ સિદ્ધ થઈ શકે ? માટે શ્રુતિઓની નિત્યતા સિદ્ધ કરવામાં પ્રત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષપ્રમાણ સમર્થ નથી.
__ नाप्यनुमानम्, तद्धि कर्जस्मरणम्, वेदाध्ययनवाच्यत्वम्, कालत्वं वा । तत्रैतेषु सर्वेष्वपि प्रत्यक्षानुमानागमबाधितत्वं तावत् पक्षदोषः, तत्र प्रत्यक्षबाधः तावत् । तथाविधमठपीठिकाप्रतिष्ठशठबठराध्वद्गा. तृहोतृप्रायप्रचुरखण्डिकेषु यजुःसामर्च उचैस्तरां युगपत् पूत्कुर्वत्सु कोलाहलममी कुर्वन्तीति प्रत्यक्षं प्रादुरस्ति, तेन चापौरुषेयत्वपक्षो बाध्यते । अभिव्यक्तिसद्भावादेवेयं प्रतीतिरिति चेत् ! तर्हि हंसपक्षादिहस्तकेष्वपि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org