________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
૫૧૮ સભામાં પુરૂષાર્થ ફોરવે છે. (પ્રયત્ન કરે છે, તેઓને અમે પુછીએ છીએ કે તે મીમાંસકો અમૂમ = આ શ્રુતિને કેવી માથાય = સ્વીકારીને અપૌરુષેય માને છે ? શું વર્ણાત્મક = શબ્દાત્મક સ્વીકારીને અપૌરુષેય કહે છે કે આનુપૂવરૂપ સ્વીકારીને અપૌરુષેય કહે છે?
વર્ણાત્મક એટલે કોઈપણ વકતા વડે બોલાયેલાં ભાષા રૂપે જે પદો-વાક્યો-વિશિષ્ટરચના તે વર્ણાત્મક કહેવાય છે અને આનુપૂર્વી રૂપે એટલે જેનો વકતા-ગાનાર કોઈ નથી. એમને એમ અનાદિકાળથી આનુપૂવરૂપે = ક્રમ રૂપે ચાલી આવે છે. પૂર્વ પૂર્વના પુરૂષો પછી પછીના પુરૂષોને જણાવતા જ આવ્યા છે. પરંતુ આ શ્રુતિ પરંપરાએ અનાદિની સહજ છે. આ આનુપૂર્વીરૂપ કહેવાય છે.
વદ્રિ પ્રક્રિીમ્ = હવે જે પહેલો પક્ષ કહેવામાં આવે તો, એટલે આ શ્રુતિ વર્ણાત્મક છે એમ જો ગાવામાં આવે તો તે વાત અસ્પષ્ટ છે અર્થાત ખોટી છે. કારણ કે અકારાદિ એ પુદ્ગલના બનેલા વાણોં છે ભાષાવર્ગણાનાં પુદ્ગલોના શબ્દો-વણ બને છે. અને તે શબ્દો ઉચ્ચારણ દ્વારા પુરૂષ વડે જ બને છે માટે પૌરુષેય જ છે. આ વાત આગળ ઉપર આ જ પરિચ્છેદના નવમા સૂત્રમાં મા: ત્રિાસ્થમાનત્વત્િ = વર્ણ રૂપ એવી આ શ્રુતિનું અપૌરૂષેત્વ ખંડન કરાવાનું જ છે. (એટલે હવે અહીં વધારે કહેતા નથી).
ગય - ૩ીવીનામ્ = હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે આ શ્રુતિ “આનુપૂર્વારૂપ” છે. અનાદિકાળથી સહજપણે ક્રમશ: ગવાતી જ આવી છે. એમ જો કહો તો તત્ર = આનુપૂર્વીરૂપ એવી તે કૃતિમાં તત્કૃતીત = તે અપૌરૂષય છે એવી પ્રતીતિમાં (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) અર્થપત્તિ અથવા (૪) આગમ આ ચારમાંથી કહો જોઈએ તમારી પાસે કયુ પ્રમાણ છે? એટલે કે કયા પ્રમાણના આધારે તમે આનુપૂર્વીરૂપ શ્રુતિને માનીને અપૌરુષેય કહો છો ? - પ્રત્યક્ષ પ્રમાણ તો તમે કહી શકશો જ નહીં. કારણ કે = આ પ્રત્યક્ષપ્રમાણ તો તાાત્મિક = વર્તમાનકાલના માવે = ભાવોના સ્વભાવે = સ્વભાવોને વિમાસ = જણાવવા માત્ર = માત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ તો ઈન્દ્રિયોની સાથે સંબંધવાળા પદાથોને જ જણાવવામાં સમર્થ છે તેથી માત્ર વર્તમાન કાળના ભાવોના સ્વભાવો જણાવવામાં જ સમાપ્ત થાય છે. તે અનાદિની વસ્તુને કેમ જણાવી શકે ? તમારા જ મીમાંસકોએ શ્લોકવાર્તિક ગ્રંથમાં. ૮૪ મા શ્લોકમાં કહ્યું છે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોની સાથે સંબંધવાળું અને માત્ર વર્તમાનકાળના જ વિષયવાળું જે જણાય છે તે પ્રત્યક્ષ છે. માટે તેના નિત્યત્વને સાધવામાં પ્રત્યક્ષ પ્રમાણ સમર્થ નથી.
यैव श्रुतिर्मया प्रागध्यगायि, सैवेदानीमपीति प्रत्यभिज्ञप्रत्यक्षमणं लक्ष्यत एवास्याः सदात्वमवद्योतयदिति चेत्, नन्वसौ "समुदयमात्रमिदं कलेवरम्" इत्यादिलोकायतागमेष्वप्येकरसैवास्तीति तेऽपि तथा स्युः । तथा च तत्पठितानुष्ठाननिष्ठा पटिष्ठता विप्राणामपि प्राप्नोति, अन्यथा प्रत्यवायसम्भवात् । अथात्रेयमभिधानानन्तरानुपलम्भेन (प्रत्यभिज्ञा) बाध्यते, (इति चेत् ? तद्) किं न श्रुतावपि ? । अभिव्यक्त्यभावसम्भवी तदानीमनुपलम्भः श्रुती, नाभावनिबन्धन इति चेत् ? किं न नास्तिकसिद्धान्तेऽप्येवम्, इति सकलं समानम्।
મારા વડે જે શ્રુતિ પહેલાં ગવાઈ હતી તે જ શ્રુતિ અત્યારે પણ ગવાઈ” આવા પ્રકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org