________________
૫૧૭
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા અને સંસાર સંબંધી હિત બતાવનારા હોય તે સર્વે લૌકિક આમ કહેવાય છે અને જે સંસારથી તારનારા તથા મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા એવા આપ્તપુરૂષો છે તે સામાન્યલોકથી અધિક છે માટે લોકોત્તર આમ કહેવાય છે ૫૪-૬ तावेव वदन्ति -
लौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थङ्करादिः ॥४-७॥ બન્ને પ્રકારના તે આખપુરૂષોને જ (ઉદાહરણ સાથે) સમાજવે છે.
પિતા આદિ તે લૌકિક આમ કહેવાય છે અને તીર્થકર આદિ તે લોકોત્તર આમ પુરૂષ કહેવાય છે. ૧૪-૭
ટીકા :- પ્રથમાહિરાન્ટેન નનન્યારિગ્રાદ્વિતીયારિરાન્ટેન તુ મધરાલિમ્િ |
ये तु श्रोत्रियाः श्रुतेरपौरुषेयत्वे पौरुषं स्फोरयाश्चक्रुः, ते कीदृशीं श्रुतिं अमूमास्थाय - किं वर्णरूपाम् ? आनुपूर्वीरूपां वा ? यदि प्राचिकीम्, तदस्पष्टम्, उपरिष्टात् “आकारादिः पौद्गलिको वर्णः" (४.९) इत्यत्र वित्रास्यमानत्वादस्याः । अथोदीचीनाम्, तर्हि तत्र तत्प्रतीतौ प्रत्यक्षम्, अनुमानम्, अर्थापत्तिः, आगमो वा प्रमाणं प्रणिगयेत । न प्रत्यक्षम्, अस्य तादात्मिकभावस्वभावावभासमात्रचरित्रपवित्रत्वात्, “सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" (मीमांसक श्लोकवार्तिक - ८४) इति वचनात् ।
ટીકાનુવાદ - લૌકિક આમ જનકાદિ કહ્યા, તેમાં કહેલ મટિ શબ્દથી માતા, પિતાના પિતા, પિતાની માતા, માતાના પિતા, માતાની માતા વિગેરે અવંચક એવો સંસારી વડીલવર્ગ સમજવો. તથા તીર્થંકરાદિ જે લોકોત્તર આમ કહ્યા. તેમાં કહેલ મારિ શબ્દથી ગણધરભગવંતો-આચાર્યોઉપાધ્યાયો-સાધુસંતો આદિ સંસારથી તારનારા, મોક્ષ પ્રાપ્તિ કરાવનારી ધર્મદશના આપનારા એવા મહાત્મા પુરૂષો સમજવા.
આ સૂત્રમાં તીર્થકરાદિ લોકોત્તર આપ્તપુરૂષો ધમપદેશ આપે છે અને તેમની વાણીને ગણધરભગવન્તો શાસ્ત્રરૂપે એટલે કે આગમરૂપે રચે છે. તેને જ “આગમપ્રમાણ” કહેવાય છે. એમ સૂત્રકાર કહે છે. એટલે સર્વે પણ આગમશાસ્ત્રો સૂત્રથી-શબ્દરચનાથી ગણધરભગવત્તકૃત છે. અને ત્યાર પછીનાં તેના આધારે રચાયેલાં શાસ્ત્રો તે ગણધરો પછી થયેલા આચાર્યાદિકૃત છે. અને અર્થથી સર્વે તીર્થંકરભગવન્તકૃત છે. એમ સિદ્ધ થયું.
સારાંશ કે - સર્વશાસ્ત્રો અર્થથી તીર્થકરકૃત અને શબ્દથી ગણધરાદિથી રચિત છે. એટલે કૃત્રિમકૃતક-અર્થાત્ અનિત્ય છે. જ્યારે મીમાંસક દર્શનકારો વેદોને અને વેદોના આધારે થયેલી કૃતિઓ અને સ્મૃતિઓને અપૌરુષેય (પુરૂષકૃત નહી પરંતુ) નિત્ય છે અનાદિ છે. સહજ છે એમ માને છે. એટલે ગ્રંથકારશ્રી પ્રથમ મીમાંસકનો પૂર્વપક્ષ લખી ખંડન કરતાં જણાવે છે કે –
યે તુ શ્રોત્રિયા: = શ્રુતિને માનવા વાળા તે શ્રોત્રીય કહેવાય છે. શ્રોત્રીય એટલે મીમાંસકો, જે મીમાંસકો શ્રુતિ (અને વેદ)ને અપૌરુષેય (નિત્ય) માનવામાં અને મનાવવામાં દર્શનશાસ્ત્રીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org