________________
૫૩૭
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા
કે દોષવદ્કર્તૃકવચન અપ્રમાણ જ બને છે. માટે જો વેદોને અમારે સપ્રમાણ માનવા હોય તો તેને અકર્તૃક કે દોષવદ્કર્તૃક ન માનતાં ગુણવત્કર્તૃક માનવા જોઈએ. અર્થાત્ અમારે જો વેદો પ્રમાણભૂત છે એવું જગતે સમજાવવું હોય અને અમારે સમજવું હોય તો તે વેદો પૌરૂષય છે અને ગુણવાન્ વકતાથી નિરૂપિત કરાયેલા એમ માનવું જોઈએ. પરંતુ એમ માનવામાં અમને સતત આવી શંકા થયા જ કરે છે કે ‘“યં વસ્તુનુંત્તિનિશ્ચયઇન્વેસિ કૃતિ' વેદોનો વકતા ગુણી હતા એવો નિર્ણય કોના આધારે કરવો ? વકતાના ગુણિત્વનો નિર્ણય કરાવનાર કોઈ પ્રબળ યુકિત મળતી નથી તેથી દોષિતકર્તા માનવો તેના કરતાં અકર્તૃક જ માનવું શું ખોટું ? માટે અમે વેદોને અપૌરૂષય માનીએ છીએ.
=
જૈન તમારા પિતા-પિતામહ (દાદા) પ્રપિતામહ (વડદાદા-દાદાના પિતા) ઈત્યાદિ કુટુંબના મોભાદાર વડીલ પુરૂષોના વચનોમાં પણ સૌ = આ ગુણવાનું વક્તાપણાનો નિર્ણય તે તને કેવી રીતે થાય છે ? (ત્યાં તો તું ગુણવાન વક્તાપણાનો નિર્ણય કરી જ લે છે) જેના કારણે તેઓએ મૃત્યુ પામતાં પહેલાં તેઓના પોતાના હાથે લખેલી અક્ષરપંક્તિને અનુસારે, અથવા વડદાદાએ દાદાને કહ્યું હોય, દાદાએ પિતાને કહ્યું હોય, અને પિતાએ તને કહ્યું હોય તે રીતે પરંપરાએ આપેલા ઉપદેશને અનુસરીને ગ્રાહ્ય (પોતાના ભાગે લેવા યોગ્ય) અને દેય (બીજાના ભાગરૂપે આપવા યોગ્ય અથવા દરિદ્રાદિ પુરૂષો ઉપર અનુકંપા કરવા યોગ્ય) એવું તેઓએ ગુપ્તપણે રાખેલું નિધાનાદિમાં અલ્પ પણ શંકા કર્યા વિના તેઓનું વચન સંપૂર્ણ સત્ય માની તું ત્યાં પ્રવૃત્તિ કેમ કરે છે ? જેમ વેદોનાં પણ વાકયો જ મળે છે તેનો કર્તા ગુણવાન જ હતો તેવું વિધાન ત્યાં મળતું નથી માટે ગુણવત્તાની શંકા થયા જ કરે છે તેમ પિતા-દાદા આદિના લખેલા કે કહેલા વચનોમાં ગુણવત્તાની પ્રતીતિ કરાવનારૂં કોઈ સાધન નથી. છતાં તેઓના લખેલા અને કહેલા વચનોને પ્રમાણ માની તેઓને ગુણવાન્ વક્તા માની તેઓના જણાવ્યા મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કેમ કરે છે?
=
મીમાંસક - વિસંવાવાત્ ચેત્ કોઈ કોઈ વખત પિતાદિનાં વચનો સંવાદિ જોયેલાં છે. જેવાં તેઓનાં વચનો કાગળમાં લખેલા કે દાદા-પિતા આદિ દ્વારા પરંપરાએ કહેલાં હોય છે તે જ પ્રમાણે અર્થપ્રાપ્તિ પણ સંભવિત થયેલી છે. માટે નિધાનાદિમાં તેમનાં વચનોને હું પ્રમાણયુક્ત પણ માનું છું અને તે વચનોના વક્તાને ગુણવાન્ પણ માનું છું.
જૈન - ગત વાન્યત્રાપિ પ્રતી િ= આ જ કારણથી અન્યત્ર પણ (પિતાદિના વચનોની અપેક્ષાએ અન્ય એવા વેદોમાં પણ) તેવી જ રીતે ચિત્ સંવાદ છે અને તેથી તે વેદવચનો પ્રમાણયુક્ત છે અને તેના વક્તા ગુણવાન્ છે એમ ‘‘સંવાદથી’’ જ નકકી થાય છે. કારીરી આદિ યજ્ઞોમાં આવો સંવાદ દેખાય જ છે.
તથા કદાચ કોઈક ઠેકાણે વેદોમાં જો વિસંવાદ દેખાય તો એટલે કે વેદોમાં કહ્યા પ્રમાણે પૂજાવિધિ કરવા છતાં તત્કથિત ફળપ્રાપ્તિ ન થાય એવો વિસંવાદ દેખાય તો ત્યાં પણ તે વેદોના વચનોની અપ્રમાણતાથી કે વેદોના વકતામાં ગુણવત્ત્વના અભાવથી નહીં પરંતુ સામગ્રીવૈમુખ્યત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org