________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
એકાન્ત નિત્ય નથી જ.
મીમાંસક હે જૈન ! જો કથંચિદ્ અનિત્ય હોય ત્યાં જ પ્રત્યભિજ્ઞા સંભવતી હોય અને એકાન્તનિત્ય હોય ત્યાં ન સંભવતી હોય તો આ આત્મા પણ ‘“તપેપિ’’ તેના તે જ રૂપવાળો હોવા છતાં પણ (અર્થાત્ તમારા જૈનોના મતે પણ અનાદિ-અનંત નિત્ય હોવા છતાં પણ) ‘‘તે જ આ હું છું' આવા પ્રકારની પ્રત્યભિજ્ઞા જે થાય છે તે કેમ ઘટશે ?
જૈન તવામ્યમ્ - મીમાંસકની ઉપરોકત તે વાત બરાબર નથી. કારણ કે તે આત્માને પણ અમે જૈનોએ કચિત્ અનિત્ય જ માનેલો છે. આત્માને અમે એકાન્તનિત્ય માનતા જ નથી. આત્મા પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી અનિત્ય છે.
તથા વળી હે મીમાંસકો ! તમોએ “તે જ આ ગકાર છે'' એવી જે પ્રત્યભિજ્ઞા જણાવી છે તે પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ નથી પરંતુ પ્રત્યભિજ્ઞાભાસ રૂપ છે. કારણ કે દીપક સંબંધી પ્રત્યભિજ્ઞાની જેમ તમારી આ પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનપ્રમાણ વડે બાધિત છે. ત્યાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ વડે તમારી પ્રત્યભિજ્ઞાનો બાધ આ પ્રમાણ છે
વક્તા જ્યારે બોલે છે ત્યારે વાશિયમ્ શ્વે = આ વાણી ઉત્પન્ન થઈ એમ કહેવાય છે. અને વક્તા બોલતાં બોલતાં જ્યારે વિરામ પામે છે ત્યારે વાળિયું વિવેà આ વાણી નાશ પામી એમ કહેવાય છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે વાણીની ઉત્પત્તિ અને વિનાશ વિષયક પ્રત્યક્ષ સર્વ મનુષ્યોને પ્રવર્તે છે. એટલે “તે જ આ ગકાર'' એમ કહીને પ્રત્યભિજ્ઞા દ્વારા તમે શબ્દને નિત્ય સિદ્ધ કરવા માગો છો પરંતુ તેની સામે “આ વાણી ઉત્પન્ન થઈ અને નાશ પામી’' આવું સર્વ જનોને અનુભવસિદ્ધ પ્રત્યક્ષપ્રમાણ તે પૂર્વોક્ત પ્રત્યભિજ્ઞાનો બાધ કરે છે. માટે પ્રત્યક્ષ વડે બાધિત હોવાથી પ્રત્યભિજ્ઞાભાસ છે. જેમ દીપક પ્રથમ જે કર્યો હોય તે બુઝાઈ જાય, અને ફરીથી કરવામાં આવે ત્યારે દીપકની ઉત્પત્તિ અને નાશ હોવા છતાં પણ તે જ આ દીપક ફરીથી મેં કર્યો એવો ભાસ માત્ર થાય છે. વાસ્તવિકપણે જે દીપક બુઝાઈ ગયો તે દીપક ફરીથી કદાપિ થતો નથી. તેમ અહીં સમજી લેવું.
૫૪૪
મીમાંસક હે જૈનો ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે ઈન્દ્રિયજન્ય આ પ્રત્યક્ષજ્ઞાન શબ્દની ઉત્પત્તિ-વ્યય (અનિત્યત્વ)ને જેમ જણાવે છે તેવી જ રીતે “તે જ આ ગકાર છે” એવી પ્રત્યભિજ્ઞા શબ્દના (નિત્યત્વને) અપૌરૂષયત્વને પણ જણાવે જ છે. તેથી તમારા પ્રત્યક્ષવડે અમારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય એમ માનવાને બદલે અમારી આ પ્રત્યભિજ્ઞા વડે તમારૂં ઈન્દ્રિયજન્ય
આ પ્રત્યક્ષ જ બાધિત થાય છે અને તેથી તમારૂં તે પ્રત્યક્ષજ્ઞાન જ પ્રત્યક્ષાભાસ હોય એવું કેમ ન બને ? સારાંશ કે પ્રત્યભિજ્ઞા વડે આ (તમારૂં-જૈનોનું કહેલું) પ્રત્યક્ષ જ બાધિત થાય છે. એમ અમારૂં કહેવું છે.
જૈન
તિન સમિધાનીયમ્ = એમ ન કહેવું. કારણ કે શબ્દની ઉત્પત્તિ-વ્યયને જણાવનારૂં આ પ્રત્યક્ષ અનન્યથાસિદ્ધ છે. જે માન્યા વિના ચાલે જ નહી તે અનન્યથાસિદ્ધ, જેમ ઘટોત્પત્તિમાં
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org