________________
૫૩૯
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા
આવા વિચારભેદો પ્રવર્તે છે કે (૧) શબ્દ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી વિધિ “આ છે” એટલા જ અર્થને કહેનાર છે એમ એક આચાર્ય વિધિ માત્ર જ માને છે. (૨) તે વિધિમાં પ્રવૃત્તિ કરવા રૂપ વ્યાપારાત્મક અર્થને એટલે જેનું બીજુ નામ ભાવના છે તેવા વ્યાપારાત્મક વિધિને કહેનાર શબ્દ છે એમ બીજા આચાર્ય માને છે (૩) શબ્દનો નિયોગ અર્થાત્ નિશ્ચિત અર્થ છે એમ ત્રીજા આચાર્ય માને છે (૪) શબ્દનો પ્રેરણા અર્થ છે એમ ચોથા આચાર્ય માને છે. હવે જો અર્થબોધ અપૌરૂષય હોય તો ભિન્ન ભિન્ન (તમારા જ) આચાર્યો પરસ્પર વિરૂદ્ધ એવો આ વ્યાખ્યાભેદ કેમ કરત ? તે વ્યાખ્યાભેદનો અભાવ જ થાત, પરંતુ વ્યાખ્યાભેદનો અભાવ નથી, માટે અર્થબોધ તો નિયમા પૌષય જ છે.
તથા જો અર્થબોધ પૌરૂષય ન હોત તો આ વાકયનો આ જ અર્થ થાય એવું નિર્ણાયક કોઈ ન હોવાથી જો નામાત્ર = અત્યારે કરાતા આ અર્થમાં કયો વિશ્વાસ ઉત્પન્ન થાય ? આ જ અર્થ બરાબર છે એવો વિશ્વાસ કેમ થાય ! અન્નિહોત્ર ખુદુવાત્સ્વનામ: = આ પંક્તિનો ‘‘સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ'' એવોજ અર્થ કેમ કરાય ? એ જ પંક્તિનો અર્થ श्वानं भक्षयेत् स्वर्गकामः સ્વર્ગની ઈચ્છાવાળાએ કુતરાના માંસનું ભક્ષણ કરવું જોઈએ ઈત્યાદિ મનકલ્પિત ગમે તે અર્થ કેમ ન કરાય ?
તથા પતનીનામ્ આ વેદવાકયોના શબ્દોના અર્થનો નિર્ણય કેવી રીતે કરશો ? વેદવાકયોમાં આવતા શબ્દોમાં આ શબ્દનો આ જ અર્થ લેવો, અને બીજો અર્થ અહીં ન લેવો. આ પ્રમાણેનો અર્થનિર્ણય કેવી રીતે કરશો ? કોના આધારે કરશો ? ત્યાં તો છેવટે પૌષય જ માનવું પડશે. મીમાંસક लौकिक ध्वन्यनुसारेणेति લોકોમાં જે શબ્દનો જે અર્થ પ્રચલિત હોય તેને અનુસારે અમે વેદવાકયોના શબ્દોનો અર્થ કરીશું.
જૈત જો લોકવ્યવહારને અનુસારે શબ્દોના અર્થનો નિર્ણય થઈ શકે છે. તો તે જ રીતે લોકવ્યવહારને અનુસારે વેદવાકયોના શબ્દો પૌરૂષય છે એવો નિર્ણય પણ કેમ ન થઈ શકે ? કારણ કે લોકવ્યવહારમાં તો અર્થનિર્ણય અને પૌરૂષયત્વનો નિર્ણય એમ ઉભય રહેલા છે. બન્ને લોકવ્યવહારમાં હોવા છતાં તે બન્નેમાંથી માત્ર એકલા અર્થનિર્ણયને લોકવ્યવહારને અનુસારે સ્વીકારવો અને પૌરૂષયત્વ લોકવ્યવહારને અનુસારે હોવા છતાં તેને ન સ્વીકારવું તે અર્ધજરતીય ન્યાય તમને લાગશે,
=
=
Jain Education International
=
જે સ્ત્રી જરા અવસ્થાથી યુક્ત અને રોગી હોય, છતાં કામાન્ય પુરૂષ તેને તારૂણ્યાવસ્થાવાળી અને રમણીય જેમ માને તેમ તમે પણ માત્ર તમારા મનની કલ્પના પ્રમાણે જ પ્રવર્તે છો પુરી ખાતુરા તાપમળીયા ૨ પથા મત્તેન પ્રોજ્વેત તદ્ઘર્મવાવમ્ (ટિપ્પણી).
તથા વળી “લૌકિક અર્થને અનુસારે અમારો અર્થ કરવો' એવું શ્રુતિ પોતે તો કહેતી જ નથી, તમે કદાચ હવે એમ કહો કે જૈમિની આદિ મુનિઓ તથા વૃત્તિ તેમ કહે છે કે “આ શ્રુતિઓનો અર્થ લૌકિક અર્થને અનુસારે કરવો'' તો તેવી વાત કરનારા જૈમિની આદિમાં પણ અમને વિશ્વાસ નથી. અર્થાત્ જૈમિની આદિ મુનિઓએ આમ કહ્યું હોય તે વાત તમે ભલે કહો
For Private & Personal Use Only
www.jainelibrary.org