________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
तथाविधोपदेशाश्रवणात् । द्वितीयस्तु स्यात् न पुनस्तत्रोपदेशस्य प्रामाण्यम्, अस्य स्वार्थप्रथामात्रचरितार्थत्वात् । प्रतिपादकत्वेनैव प्रमाणानां प्रामाण्यात् । अन्यथा प्रवृत्ताविव तत्साध्यार्थेऽपि प्रामाण्यप्रसङ्गात् । प्रत्यक्षस्य च विवक्षितार्थवत् तत्साध्यार्थक्रियाऽपि प्रमेया भवेत् । तस्मात् पुरुषेच्छाप्रतिबद्धवृत्तिः प्रवृत्तिरस्तु । मा वा भूत्, प्रमाणेन पदार्थपरिच्छेदचेत् चक्राणः, तावतैव प्रेक्षावतोऽपेक्षाबुद्धेः पर्यवसानात् पुण्यं प्रामाण्यमस्यावसेयम् ।
यद्वा अस्तु “ तस्मादत्र प्रवर्तितव्यम्" इत्यवगमात् कुशलोदर्केत्यादिवाक्यानां प्रामाण्यम् । किन्तु तद्वदेव वेदे कर्तृप्रतिपादकागमस्यापि प्रामाण्यं प्रासाङ्क्षीदेवेति सिद्ध आगमबाधोऽपि ॥
૫૨૬
મીમાંસક - ‘‘પ્રજ્ઞાપતિવ્રુમેમાસી'' ઈત્યાદિ આ આગમપાઠ પ્રમાણભૂત નથી, કારણ કે હજારો-લાખો વર્ષો પહેલાં થઈ ચુકેલી વાતોને જ માત્ર જણાવનાર હોવાથી, જે વાણી કર્તવ્ય અર્થને જણાવે તે જ વાણી પ્રમાણ ગણાય છે. કારણ કે હિતકારીમાં પ્રવૃત્તિ અને અહિતકારીથી નિવૃત્તિ રૂપ કાર્યાત્મક અર્થમાં જે વાણી વપરાય તે જ વાણી પ્રમાણ ગણાય છે. કારણ કે તેવી વાણીથી જ હિતમાં પ્રવૃત્તિરૂપ અને અહિતથી નિવૃત્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જેમાં નિરર્થક ભૂતકાળની માત્ર વાતો જ કરેલી હોય, જેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ જીવનસ્પર્શી કાર્ય ન હોય તે વાણી પ્રમાણ ગણાતી નથી. લોકોમાં પણ જે વાણી અન્વય વ્યતિરેક દ્વારા કાર્યાત્વિત પદાર્થોમાં વપરાતી હોય તેવી વાણીમાં પદોની (અર્થબોધક) શક્તિ સ્વીકારાઈ છે. નિરર્થક ગામગપાટાંવાળી વાણી પ્રમાણ મનાતી નથી. ઉપરોક્ત ‘‘પ્રષ્નાપતિવ્રુમેમાસીત્’’ઈત્યાદિ આગમપાઠ કાર્યાન્વિત અર્થવાળો નથી. માટે પ્રમાણ મનાતો નથી.
જૈન - જો મીમાંસક ઉપર પ્રમાણે કહે તો તેની તે વાત અશ્લીલ (ખોટી) છે. ‘‘સાધુઓની સેવાનો પ્રસંગ પુણ્યોદયના સંપર્કથી જ પ્રાપ્ત થાય છે માટે કઠણ છે.'' ઈત્યાદિ ભૂતકાળના અર્થને જણાવનારા શબ્દોનો પણ પ્રયોગ લોકમાં પ્રમાણભૂત તરીકે દેખાય છે. ભૂતકાળના અર્થને કહેનારાં સર્વે વાકયો અપ્રમાણ જ હોય એવો નિયમ નથી.
મીમાંસક - હવે મીમાંસક બચાવ માટે એમ કહે છે કે ‘‘રાજોવ સમ્પરા: સાધૂપાસ્યાપ્રસTM: '' આ વાકયમાં ભૂતાર્થતા હોવા છતાં પણ પ્રમાણ છે કારણ કે તેમાં કાર્યાર્થતા છે જ. સાધુ સેવા પુણ્યોદય જન્ય જ હોવાથી પ્રાપ્ત થવી અતિદુષ્કર છે. તસ્માત્ર પ્રવર્તિતત્ત્વમ્ = તેથી આ સાધુસેવાના કાર્યમાં સદા અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હિતકારીમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ કાર્યાર્થતા છે અને તેનાથી અર્થબોધ થવા દ્વારા આત્મહિતરૂપ ફળપ્રાપ્તિ પણ છે. માટે આવાં વાકયો પ્રમાણ ગણાય જ છે. પરંતુ માત્ર નિરર્થક, પ્રવૃત્તિ નિવૃત્તિનાં અસૂચક વાક્યો પ્રમાણ નથી.
જૈન મીમાંસકની આ વાત બરાબર નથી. કારણ કે અમે તમને પુછીએ છીએ કે તે અર્થબોધ શું ઉપદેશાત્મક છે માટે તમે ત્યાં કાર્યાર્થતા માની પ્રમાણ કહો છો કે તે અર્થબોધ ઉપદેશાત્મક એવા અર્થથી સમજાય તેવો છે માટે કાર્યાર્થતા માની પ્રમાણ કહો છો ? આ બે પક્ષ અમે તમને
ીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org