________________
૫૩૩
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા આ અનુમાનનો અર્થ એવો છે કે જે વેદાધ્યયન છે. તે વિશિષ્ટ હોવાથી ગુરૂગમથી જ ગમ્ય હોવાથી ગુરૂ પાસે જ ભણાય, સ્વયં ન ભાણાય, ન સમજાય, તેથી જે જે વેદાધ્યાય હોય તે તે ગુરૂપૂર્વક જ હોય, એવી વ્યાપ્તિ સિદ્ધ થાય છે. જેમ અત્યારે આપણે જે વેદાધ્યયન કરીએ છીએ તે આપણા ગુરૂ પાસે જ કરીએ છીએ, તેમ આપણને વેદ ભણાવનાર ગુરૂએ પણ વેદાધ્યયન
જ્યારે કર્યું હશે ત્યારે ગુરૂપૂર્વક જ કર્યું હોવું જોઈએ, તેમને અધ્યયન કરાવનાર ગુરૂએ પણ અન્ય ગુરૂ પાસે જ વેદાધ્યયન કર્યું હશે એમ ગુરૂઓની પરંપરા અનાદિ કાલની હોવાથી વેદ અનાદિના છે એમ સિદ્ધ થાય છે. આ એક અનુમાન કહ્યું. હવે બીજુ અનુમાન આ પ્રમાણે - અતીત અને અનાગત એમ બન્ને કાળો (પક્ષ), વેદોના કર્તાથી શૂન્ય છે (સાધ્ય), કાલ હોવાથી (હેતુ), વર્તમાનકાળની જેમ (ઉદાહરણ), જે જે કાળરૂપ છે તે તે વેદના કર્તાથી શૂન્ય છે જેમ કે વર્તમાનકાળ
જેમ વર્તમાનકાળ એ કાળ હોવાથી વેદના કર્તાથી શૂન્ય છે તેવી જ રીતે અતીત અને અનાગત કાળ પણ કાળ હોવાથી વેદના કર્તાથી શૂન્ય છે.”
આ બન્ને અનુમાનોથી વેદો કર્તાથી શૂન્ય છે એમ સિદ્ધ થાય છે. આ બન્ને કારિકામાં (શ્લોકમાં) કહેલા (૧) વેદાધ્યયનવાગ્યત્વ અને (૨) કાલ– એમ આ બે હેતુ વેદોના નિત્યત્વને સિદ્ધ કરે જ છે.
જૈન - ઉપરોકત કારિકામાં કહેલા તમારા “વેદાધ્યયન વાસત્વ અને કાલ7” આ બન્ને હેતુઓ અપ્રયોજક હોવાથી (વ્યભિચારી હોવાથી) (સર્વાનામ્ =) સમજુ પંડિત પુરૂષોને અનાકર્ણનીય જ (ન જ સાંભળવા યોગ્ય) છે. તે અપ્રયોજકતા આ પ્રમાણે છે -
“કુરાંગાક્ષીઓનું (હરણના જેવા કોમળ નેત્રવાળી સ્ત્રીઓનું) ચિત્ત, કુરંગના શૃંગ જેવું ચંચળ છે,”
આવા વાકયનું અધ્યયન, ગુરૂજીની પાસે જ અધ્યયનપૂર્વક કરવું જોઈએ, આવા પ્રકારના વાકયના અધ્યયન વડે જ વાસ હોવાથી, વર્તમાનકાળના અધ્યયની જેમ, આ અનુમાન જેમ અપ્રયોજક છે તેવી જ રીતે વેદાધ્યયન વાઇત્વ હેતુ પણ અપ્રયોજક છે. તે આ પ્રમાણે -
જે હેતુ સાધ્યની સાથે જ રહે તે હેતુ સાધ્યસાધક અર્થાત્ પ્રયોજક કહેવાય છે અને જે હેતુ સાધ્યની સાથે તથા સાધ્યાભાવની સાથે પણ રહે તે હેતુ સાધ્યનો અસાધક એટલે કે અપ્રયોજક કહેવાય છે. અહીં સ્ત્રીઓનું ચિત્ત ચંચળ છે. આવા વાકયનું અધ્યયન સામાન્ય માણસો પણ ગુરૂ પાસે કાવ્યો આદિ ભાણવાથી જાણે છે. તેથી ગુર્વધ્યયનપૂર્વક સાધ્યની સાથે પણ આ હેતુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ વર્તે છે. પરંતુ વિદ્વાનું પુરૂષો સ્વપ્રજ્ઞાથી ગુરૂજી વિના સ્વયં પણ જાણે છે કે સ્ત્રીઓનું ચિત્ત ચંચળ છે. તેથી એતદ્વાકયાધ્યયનવાગ્યત્વ હેતુ ગુર્વધ્યયનપૂર્વક નામના સાધ્ય વિના પણ વર્તે છે. એમ સાધાભાવવત પણ હેતુ હોવાથી આ હેતુ જેમ અપ્રયોજક છે તેવી જ રીતે તમારો વેદાધ્યયનવાગ્યત્વ હેતુ પણ અપ્રયોજક જ છે. કારણ કે સામાન્ય માણસો વેદાધ્યયન ગુરૂજીની પાસે પણ કરે છે અને વિદ્વાન પુરૂષો સ્વયં સ્વપ્રજ્ઞાથી ગુરૂજી વિના પણ કરે છે. માટે અપ્રયોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org