________________
૫૨૭.
- શ્રતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે - “સાધુસેવા પુણ્યોદયજન્ય છે માટે પ્રાપ્ત થવી અતિદુષ્કર છે” આ વાક્યમાં શું કોઈ ઉપદેશ ભરેલો છે માટે તેની પ્રમાણતા કહો છો કે તે વાકયમાં ઉપદેશથી કરાયેલો અર્થ “તમારે અહીં પ્રવૃત્તિ કરવી જોઈએ” અથવા ન કરવી જોઈએ ઈત્યાદિ રૂપ અર્થ ભરેલો છે માટે તેની પ્રમાણતા કહો છો ? - હવે જો આઘપક્ષ કહો તો તે બરાબર નથી. કારણ કે તે વાકયમાં તો તેવા પ્રકારનો ઉપેદેશ ભરેલો જ નથી, કારણ કે તેવો ઉપદેશ તેમાં સંભળાતો નથી. “સાધુની સેવા પુણ્યોદયજન્ય છે અને તેથી તે અતિ દુષ્કર છે” આટલું જ માત્ર સંભળાય છે. તેટલો જ અર્થબોધ ત્યાં થાય છે. તેથી તમારે તે સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ આવો ઉપદેશ ત્યાં સંભળાતો નથી. તે તો શ્રોતાના મન ઉપર આધાર રાખે છે. વાકય તો માત્ર પોતાના વાચ્ય અર્થને જ જણાવે છે. પરંતુ ઉપદેશ તેમાં સંભળાતો નથી માટે પ્રથમપક્ષ બરાબર નથી.
હવે જો બીજો પક્ષ કહો તો તે બીજો પક્ષ ભલે હો. તો પાણ “તમારે આ સેવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.” એવા ઉપદેશાત્મક અર્થથી આ વાયાર્થ પ્રમાણ કહેવાતો નથી. કારણ કે પ્રમાણભૂત એવું આ વાક્ય તો માત્ર પોતાનો વાચ્ય અર્થબોધ કરાવવામાં જ ચરિતાર્થ છે. અર્થાત કોઈ પણ વાકય પોતાના વાચ્ય અર્થને અવિસંવાદિપાગે જણાવે એટલે તે પ્રમાણ કહેવાય છે. અવિસંવાદિ પણે અર્થબોધ કરાવવો એટલો જ પ્રમાણનો અર્થ છે. તે વાકયમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી તે શ્રોતાના મન ઉપર અવલંબિત રહે છે. પ્રત્યક્ષ-અનુમાન અને આગમ વિગેરે સર્વે પણ પ્રમાણોની પ્રમાણતા પોતપોતાના નિયત અર્થને અવિસંવાદિ પાણે પ્રતિપાદન કરવા માત્રમાં જ મનાયેલી છે. અર્થાત્ પ્રમાણોની પ્રમાણતા પ્રતિપાદ્ય અર્થની અવિસંવાદિપાણે પ્રતિપાદકતા વડે જ છે.
અન્યથા = જો એમ નહી માનો અને વાકયોના બોધથી કરાતી પ્રવૃત્તિને જે જગાવે તેને પ્રમાણ કહેશો તો પ્રવૃત્તિની જેમ તે પ્રવૃત્તિથી સાધ્ય એવી ફળપ્રાપ્તિ રૂપ અર્થ જેમાં જણાય એને પણ પ્રમાણ માનવાનો પ્રસંગ આવશે અને જો એમ માનીએ તો “ત્રાએ ઇટ: તિ' અહીં આ ઘટ છે. એવું ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન થયું. ત્યાં ઘટના અસ્તિત્વને અવિસંવાદિપણે જણાવવા રૂપ વાચ અર્થનો બોધ જેમ પ્રમાણ કહેવાય છે અને તે જ અર્થબોધ તે વાક્યનો પ્રમેય કહેવાય છે તેમ ઘટ લેવા જવાની પ્રવૃત્તિ, અને તે પ્રવૃતિથી સાધ્ય જલપાનાદિ ક્રિયા પણ આ જ વાક્યની પ્રમેય બની જશે. ભાવાર્થ એવો છે કે વાક્ય પોતાના વા અર્થ માત્રને સમજાવે તેટલું જ તેનું પ્રમેય છે જો તેનાથી આગળ વધીને તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી તે પણ પ્રમેયમાં ગણવા જઈએ તો તે પ્રવૃત્તિ-નિવૃત્તિથી થતી ફળપ્રાપ્તિને પાગ પ્રમેય ગણવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિ-નિવૃત્તિ, કે ફળપ્રાપ્તિ રૂપ અર્થકિયા કયાંય પ્રમેય ગણાતી નથી.
તરમાત્ = તેથી વાકયો તો પોતાના વા અર્થ માત્રને અવિસંવાદિપણે સમજાવે તેટલી જ તેની પ્રમેયતા છે અને તેથી જ તે પ્રમાણ બને છે. બાકી પુરૂષની ઈચ્છાને આધીન છે વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org