________________
પ૨૯
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા वेदा अन्वसृजन्त" इति च स्वयमेव स्वस्य कर्तारं स्मरयन्ती श्रुतिं विश्रुतामश्रुतामिव गणयन्तो यूयमेव श्रोत्रियापसदाः किं न स्यात् ?
જૈન - તથા વળી હે મીમાંસકો ? વેદોને અપૌરુષેય સિદ્ધ કરવા માટે તમે જે “કર્તાનું અસ્મરણ” એવો હેતુ પ્રથમ કહ્યો છે તે તમારો કહેલો હેતુ શું કોઈ પણ જાતના વિશેષણ વિનાનો છે કે વિશેષણવાળો છે ? જો પ્રાન્તન એટલે પ્રથમ પક્ષ કહો તો એટલે આ હેતુની આગળ કોઈ પણ વિશેષાણ નથી, એમ જો કહો તો તમારો આ હેતુ વ્યભિચારી બનશે. કારણ કે તમારો આ હેતુ સાધ્યની જેમ સાધ્યાભાવવૃત્તિ પણ છે. પ્રાચીન કુવા-મહેલ-બગીચા-ફરવાનાં ક્ષેત્રો ઈત્યાદિની સાથે આ હેતુ વ્યભિચારવાળો છે. તે પ્રાચીન કુવા વિગેરે કર્તાના સ્મરણ વિનાનાં હોવા છતાં પણ પૌરૂષય છે. એટલે કે તમારું સાધ્ય જે અપૌરુષેય, તેનો અભાવ પૌરૂષય, તે પૌરુષેયત્વવાળા જે કુપ-પ્રાસાદાદિ છે. તેમાં પણ આ હેતુ વર્તે છે. ત્યાં કર્તુઅસ્મરણ હેતુ પણ છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર હેત્વાભાસવાળો થશે.
હવે જો બીજો પક્ષ કહેતા હો તો, એટલે હેતુ સવિશેષણ છે એમ જો કહો તો જણાવો કે હેતની આગળ વિશેષાગ શું ? “પ્રાયાવછેટે સતિ” આવું વિશેષણ જો કહેતા હો તો, તેનો અર્થ એવો થાય છે કે સંપ્રદાય એટલે પરંપરા જેની વ્યવચ્છેદ વિનાની છે અને કર્તાનું સ્મરણ જ્યાં નથી તે' આવો તમારો હેતુ થશે.
સારાંશ કે જેની પરંપરા ઘણા વર્ષોથી ચાલી જ આવે છે. જે પરંપરાનો ભૂતકાળમાં ક્યાંય વ્યવચ્છેદ નથી. અર્થાત્ અનાદિની, અથવા અનાદિ જેવી; વ્યવચ્છેદ વિનાની છે અને કર્તાનું અસ્મરણ છે આવો હેતુ છે તેમ કહેશો તો હવે આ હેતુ પ્રાચીનકુપ-પ્રાસાદ-આરામ અને વિહારાદિમાં જશે નહીં કારણ કે તે પ્રાચીનકુપાદિ અનાદિના નથી તેથી ભલે વ્યભિચાર દોષ નહીં આવે, પરંતુ વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ નામનો બીજો દોષ આવશે.
અપૌરુષેય એવી શ્રુતિ એ તમારો પક્ષ છે. અર્થાત્ હેતુનું અધિકરણ છે. તેનાથી વિરૂદ્ધ એવું જે અધિકરણ તે પૌરુષેય ધર્મવાળા પ્રાચીન કુપ-પ્રાસાદાદિના કર્તરૂપ પુરૂષ, તે શ્રુતિથી અન્ય છે માટે તે પુરૂષ વ્યધિકરણ કહેવાય છે. તેમાં આ હેતુનું જે કર્યુ-અસ્મરણ એવું વિશેષ્ય છે તે સંભવે છે. તેથી હેતુ સાધ્યવિશિષ્ટ પક્ષમાં વર્તવાને બદલે સાધ્યાભાવવિશિષ્ટ એવા પક્ષભિન્ન પુરૂષમાં વર્તતો હોવાથી વ્યધિકરણસિદ્ધ હેત્વાભાસ થશે. (છઠ્ઠા પરિચ્છેદના ૫૧મા સૂત્રમાં તથા તેની વૃત્તિમાં અસિદ્ધહેવાભાસના અનેક ભેદોમાં બીજો ભેદ “વ્યધિકરણાસિદ્ધ' કહેલ છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે - જે હેતુ સાધ્યવિશિષ્ટ પક્ષમાં વર્તવાને બદલે સાધ્યાભાવવાળા અપક્ષમાં (પક્ષભિન્ન ઈતર અધિકરણમાં) જે હેતુ વર્તે તે “વ્યધિકરણસિદ્ધ” કહેવાય છે, જેમ કે “ડ, નિત્ય, પરણ્ય તત્વતિ” અહીં પટમાં રહેલું કૃતકત્વ તે પટમાં જ છે પરંતુ શબ્દનામના પક્ષમાં નથી. તેથી પક્ષથી ભિન્ન અધિકરણમાં હોવાથી વ્યધિકરણસિદ્ધ કહેવાય છે. તથા પ્રાસાઃ ધવ, શ્ય અર્થાતુ, આ પ્રાસાદ ધોળો છે. કાગડામાં કાળાશ હોવાથી, અહીં પક્ષ જે પ્રાસાદ, તેનાથી ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org