________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૮૦
વચ્ચે તાદાત્મ્યસંબંધ છે. જેમાં જેમાં આવો તાદાત્મ્યસંબંધ હોય છે તે હેતુ સ્વભાવહેતુ કહેવાય છે. અહી રૂપની ઉત્પત્તિ અને રસની ઉત્પત્તિ આ બન્ને સાથે જ થઈ કારણ કે એક સામગ્રીજન્ય છે પરંતુ જો સહચારી સ્વભાવવાળી તે બે (રૂપ-રસ) વસ્તુમાં તાદાત્મ્યસંબધ હોત તો પરસ્પર પરિહારે જે સ્વરૂપનો ઉપલંભ થાય છે તે ન થાત, કારણ કે જ્યારે ચક્ષુથી રૂપનો ઉપલંભ થાય છે ત્યારે તે ચક્ષુથી રસનો ઉપલંભ થતો નથી અને જ્યારે રસનાથી રસનો અનુભવ થાય છે ત્યારે તેની જેમ રસનાથી રૂપનો અનુભવ થતો નથી. હવે જો બન્ને તાદાત્મ્ય એકરૂપ હોત તો એકબીજાના પરિહારે જે સ્વરૂપબોધ થાય છે તે સંભવી શકે નહીં માટે સહચરમાં તાદાત્મ્યસંબધ નથી અને તે કારણથી ‘“સ્વભાવ હેતુમાં'' તેનો સમાવેશ થતો નથી. કારણ કે સ્વભાવહેતુમાં તાદાત્મ્ય સંબંધ હોય જ છે.
=
(૨) હવે જો સહચર હેતુમાં હેતુ અને સાધ્ય વચ્ચે તદુત્પત્તિ સંબંધ કહો તો તે પણ સંભવતો નથી. કારણ કે જ્યાં જ્યાં તદુત્પત્તિ સંબંધ હોય છે ત્યાં ત્યાં જનક પૂર્વકાલમાં અને જન્ય ઉત્તરકાલમાં જ દેખાય જેમ વહ્નિ પૂર્વકાલમાં અને તેનાથી જન્ય ધૂમ પશ્ચાત્કાલમાં, એમ પૂર્વાપર રૂપે જ ઉત્પત્તિ થાય છે. પરંતુ આમ્રફળમાં વિશિષ્ટસામગ્રીથી રૂપ અને રસની પરાવૃત્તિ સાથે જ થાય છે, પૂર્વાપર રૂપે થતી નથી માટે ત્યાં તદુત્પત્તિ સંબંધ પણ સંભવતો નથી. કારણ કે જો તદુત્પત્તિ સંબંધ હોત તો પૂર્વાપર રૂપે ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવે અને તેથી સહોત્પત્તિ સંભવે નહીં અને ત્યાં “સહોત્પત્તિ ન હોય' એવું નથી. તેથી તદુત્પત્તિ સંબંધ પણ નથી. જ્યાં તદુત્પત્તિ સંબંધ હોય ત્યાં જ કાર્યહેતુ અથવા કારણહેતુ સંભવે છે. અહીં તદુત્પત્તિ સંબંધ નથી માટે આ સહચરહેતુ કાર્યહેતુમાં કે કારણહેતુમાં સમાવેશ પામતો નથી.
(૩) પૂર્વચર હેતુ પૂર્વકાલવર્તી જ હોય, અને ઉત્તરચર હેતુ ઉત્તરકાલવર્તી જ હોય છે. સહચર હેતુ પૂર્વકાલવર્તી કે ઉત્તરકાલવર્તી ન હોવાથી આ સહચરહેતુ પૂર્વચરાદિમાં પણ અંતર્ભૂત થતો નથી.
આ પ્રમાણે (૧) જ્યાં તાદાત્મ્યસંબંધ હોય ત્યાં જ સ્વભાવહેતુ કહેવાય છે. સહચરમાં તાદાત્મ્યસંબંધ નથી માટે સ્વભાવહેતુમાં તેનો અંતર્ભાવ થતો નથી. (૨) તથા જ્યાં તદુત્પત્તિસંબંધ હોય ત્યાં જ કાર્યહેતુ અને કારણહેતુ કહેવાય છે. સહચરમાં તદુત્પત્તિસંબંધ પણ નથી, માટે કાર્યહેતુમાં કે કારણહેતુમાં તેનો સમાવેશ થતો નથી. (૩) તથા સહચરહેતુ વર્તમાનકાલવર્તી હોવાથી પૂર્વચરઉત્તરચરમાં અંતર્ભાવ થતો નથી. તેથી આ સહચર હેતુનો પૂર્વે કહેલા સ્વભાવ-કાર્ય-કારણ હેતુમાં (તથા પૂર્વચર અને ઉત્તરચરહેતુમાં પણ) સમાવેશ થતો નથી એમ સમજવું. આ પ્રમાણે જૈનદર્શનકારે કહેલા અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના (૧) સ્વભાવ (૨) કાર્ય (૩) કારણ (૪) પૂર્વચર (૫) ઉત્તરચર અને (૬) સહચર એમ છએ ભેદોની સિદ્ધિ થઈ. હવે તે છએનાં ઉદાહરણો ક્રમશઃ સમજાવે છે. ।।૩-૭૬।।
इदानीं मन्दमतिव्युत्पत्तिनिमित्तं साधर्म्य - वैधर्म्याभ्यां पञ्चावयवां व्याप्याविरुद्धोपलब्धिमुदाहरन्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org