________________
૪૮૬
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન તે કોશ-કુશુલ સમજવા.
આવી રીતે અન્ય પણ પરંપરાવાળી ઉપલબ્ધિઓ સાક્ષાત્ ઉપલબ્ધિઓમાં અંતર્ગત સમજી લેવી. ૩-૮૨ા. अधुना विरुद्धोपलब्धिभेदानाहुः .
विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥३-८३॥ હવે વિરૂદ્ધોપલબ્ધિના ભેદો કહે છે.વિરૂદ્ધોપલબિ નિષેધ જ સમજાવનાર છે. અને તેના સાત ભેદ છે. ૩-૮૩
સાધ્યની સાથે વિરૂદ્ધ એવો હેતુ દેખવાથી “સાધ્ય નથી જ” એમ જ સિદ્ધ થાય છે. માટે આ વિરૂદ્ધોપલબ્ધિ સદા નિષેધ જ સમજાવે છે અને તેના સાત ભેદો છે. (૧) સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ. (૨) વ્યાસવિરૂદ્ધોપલબ્ધિ, (૩) કાર્યવિરૂદ્ધોપલબ્ધિ. (૪). કારણવિરૂદ્ધોપલબ્ધિ, (૫) પૂર્વચર વિરૂદ્ધોપલબ્ધિ, (૬) ઉત્તરચર વિરૂદ્ધોપલબ્ધિ, અને (૭) સહચર વિરૂદ્ધોપલબ્ધિ. આ સાતે હવે પછીના સૂત્રોમાં ઉદાહરણ સાથે સમજાવાય છે. ૩-૮૩ प्रथमप्रकारं प्राक् प्रकाशयन्ति -
__ तत्राद्या स्वभावविरुद्धोपलब्धिः ॥३-८४॥ પહેલો પ્રકાર પહેલાં સમજાવે છે.ત્યાં (આ સાત પ્રકારો પૈકી) પહેલો ભેદ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ છે. ૧૩-૮૪
ટીકા :- પ્રતિધ્યસ્થીર્થસ્થ થ મ પન્મ, સદ ચત્ સાક્ષાત્ વિરુદ્ધનું, તોપશ્વિક स्वभावविरुद्धोपलब्धिः ॥३-८४॥
ટીકાનુવાદ - નિષેધ કરવા યોગ્ય જે પદાર્થ, તેનો જે સ્વભાવ અર્થાત્ સ્વરૂપ, તેની સાથે જે સાક્ષાત્ વિરૂદ્ધ હોય, તેની જે ઉપલબ્ધિ તે સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. આ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ હવે પછીના ૮૫ માં સૂત્રમાં આવે જ છે એટલે અહીં વધારે વિસ્તાર કરતા નથી. ૩-૮૪
एतामुदाहरन्ति .
यथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तोपलम्भात् ॥३-८५॥ આ જ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આપે છે કે “સર્વથા એકાન્ત આ સંસારમાં નથી જ, અનેકાન્ત જણાતું હોવાથી. ૧૩-૮પા
ટીકા - અષ્ટો સત્તાને જોયો સાક્ષાત્ વિશેષ માવામાયરિવા નયમનુષત્િવ युक्त: “यावान् कश्चित् प्रतिषेधः स सर्वोऽनुपलब्धेः" इति वचनादिति चेत् ! तत्मलीमसम् । उपलम्भाभावस्यात्र हेतुत्वेनानुपन्यासात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org