________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૯૬ ગણાય છે. તેથી આ રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણે ભાવને પામેલા એવા તે ઘટાદિ પદાથોં દશ્ય છે. હોય તો દેખાય તેવા છે. સ્થૂલ અને દશ્ય હોવાથી હોય તો તેનો ઉપલંભ થવો જોઈએ, પરંતુ અનુપલંભ છે. અર્થાત્ દેખાતા નથી માટે પૃથ્વી ઉપર તે નથી. અહીં સાધ્ય છે ઘટાદિ, તેનો અવિરૂધ્ધ સ્વભાવ છે દશ્યત્વ અર્થાત્ દર્શનીયપણું, પરંતુ તેની અનુપલબ્ધિ છે. ઘડો ભૂમિ ઉપર દેખાતો નથી. તેથી સાધ્ય એવા ઘટાદિનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી. પરંતુ પ્રતિષેધ સિદ્ધ થાય છે. આ પ્રથમ અવિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ સમજવો. ૩-૯૬
व्यापकानुपलब्धिर्यथा- नास्त्यत्र प्रदेशे पनसः, पादपानुपलब्धेः ॥३-९७॥
હવે બીજી વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે આ પ્રદેશમાં “પાસ” નામનું વૃક્ષ નથી, કારણ કે વૃક્ષો જ ન દેખાતાં હોવાથી. અહીં સાધ્ય પનસ નામનું વૃક્ષવિશેષ છે. તેની સાથે સામાન્યવૃત્વમાત્ર એ અવિરૂધ્ધ એવું વ્યાપક છે. પરંતુ વૃક્ષમાત્રની અહીં અનુપલબ્ધિ છે. તેથી પનસનો પ્રતિષેધ જ સિધ્ધ થાય છે. જો વ્યાપક ન હોય તો વ્યાપ્ય તો હોય જ ક્યાંથી? આ અવિરૂદ્ધ વ્યાપકની અનુપલબ્ધિ રૂપ હેતુ છે. ૩-૯૭
कार्यानुपलब्धिर्यथा- नास्त्यत्राप्रतिहतशक्तिकं बीजमङ्कुरानवलोकनात् ॥३-९८॥ - હવે ત્રીજી કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - અહીં આ બીજ અપ્રતિહત શકિતવાળું નથી, અર્થાત્ જેમાંથી અંકુરા પ્રગટ કરવાનું સામર્થ્ય હણાયું નથી એવું આ બીજ નથી. કારણ કે તેમાંથી અંકુરા થતા દેખાતા નથી. ૩-૯૮
ટીકા - ગપ્રતિદક્તિત્વ હિસાથે પ્રત્યપ્રતિવસામર્થ્યવં વાચ્યા તેન વીનમાર્ગે ન વ્યમિવાર? |-૧૮ના
ટીકાનુવાદ - અપ્રતિહતશક્તિ વાળું એટલે કાર્ય ઉત્પન્ન કરવાનું જેમાં રહેલું સામર્થ્ય પ્રતિબંધિત થયું નથી, અટકાવાયું નથી, હણાઈ ગયું નથી, કાર્ય કરવા પ્રત્યે જે અખંડિતશકિત વાળું છે તે અપ્રતિહતશક્તિવાળું કાર્યનું અવિકલ કારણ કહેવાય છે. આવું સંપૂર્ણશક્તિવાળું, અર્થાત્ વિશિષ્ટ બીજનો પ્રતિષેધ એ જ અમે સાધ્ય તરીકે વિવસ્યું છે. જ્યાં જ્યાં આવું અપ્રતિહત શક્તિવાળું અવિકલ કારણસ્વરૂપ બીજ હોય ત્યાં ત્યાં અંકુરા રૂપ કાર્ય થાય છે, અહીં અંકુરા રૂપ અવિરૂધ્ધ કાર્યની અનુપલબ્ધિ છે. તેથી અવિકલકારણની સિદ્ધિ થતી નથી. પરંતુ અવિકલકારણનો પ્રતિષેધ સિદ્ધ થાય છે. આમ અવિકલ કારણભૂત બીજની સાથે અંકુરા રૂપ કાર્ય હેતુ જોડવો, જેથી સામાન્ય સર્વબીજની સાથે આ હેતુનો વ્યભિચાર દોષ ન આવે. ભાવાર્થ એમ છે કે અવિકલકારણભૂત એવા બીજનો પ્રતિષેધ એ સાધ્ય છે અને અંકુરાનવલોકન એ હેતુ છે. આ હેતુ બરાબર સાધ્યની સાથે સાથે જ વર્તે છે સાધ્યાભાવમાં નથી. કારણ કે જ્યાં જ્યાં અંકુરાનવલોકન હોય છે ત્યાં ત્યાં અવિકલકારણતાવાળા બીજનો નિયમાં પ્રતિષેધ હોય જ છે. એમ હેતુ સાધ્યવૃત્તિ હોવાથી વ્યભિચારદોષ આવતો નથી. જો “અવિકલકારાણભૂત બીજનો પ્રતિષેધ એ સાધ્ય ન ગણીએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org