________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
४८४ છે. આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય જે રોમહર્ષાદિ છે. તેનું કારણ હિમ છે. તે હિમનું સાક્ષાત્ વિરોધી વહ્નિ છે. અને તે અગ્નિનું કાર્ય ધૂમ છે. તે ધૂમ દેખાય છે. આ પ્રમાણે પ્રતિષેધ્ય રોમહર્ષાદિવિશેષના કારણભૂત હિમની સાથે સાક્ષાત્ વિરોધી એવા વહ્નિના કાર્ય ધૂમની ઉપલબ્ધિ છે. તેને તે ધમોંત્તરાદિ આચાયોં કારણવિરૂદ્ધકાર્યઉપલબ્ધિ કહે છે. પરંતુ પરંપરા વિરોધને આશ્રયી જો આવા ભેદો કલ્પીએ તો અનેકભેદો થઈ જાય છે. માટે તે સર્વેનો યથાયોગ્ય વિરૂદ્ધકાર્યઉપલબ્ધિ આદિમાં જ્યાં જેનો સમાવેશ સંભવે ત્યાં તેનો સમાવેશ કરવો એ જે ઉચિત માર્ગ છે. માટે વિરૂદ્ધઉપલબ્ધિના સાત પ્રકાર જ બરાબર છે. ૩-૯રા
सम्प्रत्यनुपलब्धिं प्रकारतः प्राहुः ।
अनुपलब्धेरपि द्वैरुप्यम्, अविरुद्धानुपलब्धि-विरुद्धानुपलब्धिश्च ॥३-९३॥ હવે “અનુપલબ્ધિને” ભેદથી સમજાવે છે -
અનુપલબ્ધિના પણ બે ભેદ છે. (૧) અવિરૂદ્ધાનુપલબ્ધિ અને (૨) વિરૂદ્ધાનુપલબ્ધિ. ૩-૯૩
ટીકા - વિરુદ્ધી પ્રતિષ્યનાથૈન સદ વિરોધમપ્રતાપનુપશ્વિવિદ્ધાનુપડિ પ્રવું વિરુદ્ધનુપચિત્તિ રૂ-૧૩
ટીકાનુવાદ - પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્યસ્વરૂપ પદાર્થ, તેની સાથે અવિરૂધ્ધ- એટલે વિરોધને અપ્રાપ્ય એવા પદાર્થની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધ-અનુપલબ્ધિ કહેવાય છે. જે સાધ્ય આપણે સાધવું છે તેની સાથે જે અવિરોધી ધર્મ છે તે જો ન દેખાય તો સાધ્યની સિદ્ધિ નથી જ થવાની. માટે આ અવિરૂદ્ધાનુપલબ્ધિ સદા સાધ્યનો નિષેધ જ જણાવે છે.
તેવી જ રીતે વિરૂદ્ધાનુપલબ્ધિ પણ સમજી લેવી. અનુમાનમાં જે સાધ્ય સાધવાનું હોય છે. તેનો વિરોધ કરે તેવા વિરૂદ્ધધર્મની અનુપલબ્ધિ- તે વિરૂદ્ધાનુપલબ્ધિ કહેવાય છે. આ વિરૂદ્ધાનુપલબ્ધિ સાધ્યના અસ્તિત્વને સાધે છે. કારણ કે સાધ્યનો વિરોધ કરે તેવા ધર્મની ત્યાં અનુપલબ્ધિ છે. અર્થાત અપ્રાપ્તિ છે. તેથી સાધ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ બન્નેનાં ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં આવે જ છે. ૩-૯૩ सम्प्रत्यविरुद्धानुपलब्धेनिषेधसिद्धौ प्रकारसङ्ख्यामाख्यान्ति
तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥३-९४॥ હવે અવિરૂદ્ધાનુપલબ્ધિ જે સાધ્યના નિષેધની સિદ્ધિ કરે છે. તેના ભેદની સંખ્યા હવે પછીના સૂત્રમાં કહે છે. અર્થાત્ સાધ્ય સાધવામાં સાધ્યની સાથે અવિરૂદ્ધ ગણાતો ધર્મ જો ન દેખાય તો સાધ્યની સિદ્ધિને બદલે સાધ્યના પ્રતિષેધની જ સિદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org