________________
૪૯૫
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૬/૯૭ ૯૮
રત્નાકરાવતારિકા
તેથી આ અવિરૂધ્ધાનુપલબ્ધિ નિષેધ જણાવનારી છે અને તેના સાત ભેદ છે. ૫૩-૯૪૫ अमूनेव प्रकारान् प्रकटयन्ति
प्रतिषेध्येनाविरुद्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिः ॥ ३-९५ ।।
હવે અવિરૂદ્ધાનુપલબ્ધિના આ (૭) ભેદો જ દર્શાવે છે. પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્ય છે, તેની સાથે અવિરૂદ્ધ એવા (૧) સ્વભાવ, (૨) વ્યાપક, (૩) કાર્ય, (૪) કારણ, (૫) પૂર્વચર, (૬) ઉત્તરચર અને (૭) સહચર પદાર્થોની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધાનુપલબ્ધિ કહેવાય . 113-2411
-
ટીકા :- ત્રં ચ સ્વમાત્રાનુપષ્ટિ: વ્યાપદ્યાનુવધિ:, હ્રા નુપતXિ:, વ્યારાનુપદ્રષ્ટિ:, પૂર્વષાનુપહથ્યિઃ, ઉત્તરપરાનુપહ—િ:, સહરાનુપત્નન્ધિશ્રુતિ ॥૨-૨
ટીકાનુવાદ :- ઉપર કહ્યા મુજબ આ અવિરૂધ્ધાનુપલબ્ધિ કુલ ૭ પ્રકારની છે. સ્વભાવાનુપલબ્ધિ વિગેરે ક્રમશઃ સાત ભેદ સમજી લેવા. તેનાં ઉદાહરણો આગળ મૂલ સૂત્રોમાં જ આવે છે. તેથી અમે અહીં તેનો વિસ્તાર કરતા નથી. ।।૩-૯૫
क्रमेणानुदाहरन्त
.
स्वभावानुपलब्धिर्यथा - नास्त्यत्र भूतले कुम्भ उपलब्धिलक्षणप्राप्तस्य
तत्स्वभावस्यानुपलम्भात् ॥३-९६॥
હવે અનુક્રમે આ સાતે ઉદાહરણ આપે છે. ત્યાં પ્રથમ આ સૂત્રમાં સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ આપે છે કે આ ભૂતલ ઉપર (પક્ષ), કુંભ નથી ઘટ નથી (સાધ્ય), કારણ કે ઉપલબ્ધિ લક્ષણને પામેલા (જ્ઞાનનાં કારણો જે ચક્ષુરાદિ ઈન્દ્રિયો અને પ્રકાશ ઈત્યાદિને પામેલા) અને ઉપલબ્ધિસ્વભાવવાળા (દૃશ્ય સ્વભાવવાળા) એવા પણ ઘટની ઉપલબ્ધિ નથી માટે. II૩-૯૬૫
ટીકા :- ૩૫મ્પિક્ષપ્રાપ્તસ્મૃતિ - ૩૫ષિર્શનમ્, તસ્ય ક્ષળાનાળાને ચક્ષુરાવીને, तैर्द्युपलब्धिर्लक्ष्यते जन्यते इति यावत् तानि प्राप्तः । जनकत्वेनोपलब्धिकारणान्तर्भावात् स तथा दृश्य इत्यर्थતસ્યાનુપમ્માત્ ॥૩-૧૬।।
Jain Education International
-
ટીકાનુવાદ :- ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત આ જે વાક્ય છે તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજવો કે - ઉપલબ્ધિ એટલે જ્ઞાન, તેનું જે લક્ષણ એટલે જ્ઞાનનાં કારણો, ચક્ષુરિન્દ્રિય પ્રકાશ અને ઘટ પોતે પણ, કારણ કે તે કારણો વડે જ (ચક્ષુ-પ્રકાશ અને ઘટાદિ પદાર્થો હોય ત્યારે જ તેઓ વડે) જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનની ઉત્પત્તિની કારણતાને પામેલા એવા તે ઘટાદિ, સારાંશ કે જેમ ચક્ષુરિન્દ્રિય અને પ્રકાશ જ્ઞાનનું જનક હોવાથી ઉપલબ્ધિનું કારણ કહેવાય છે તેમ તે ઘટાદિપદાર્થ પોતે પણ જ્ઞાનના જનક હોવાથી ઉપલબ્ધિના કારણ તરીકે કારણની અંતર્ગત જ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org