________________
૪૯૯
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦૩/૧૦૪/૧૦૫/૧૦૬ રત્નાકરાવતારિકા र्भावनीया । तथाहि- नास्ति एकान्तनिरन्वयं तत्त्वं, तत्र क्रमाक्रमानुपलब्धेरिति या कार्यव्यापकानुपलब्धिः, निरन्वयतत्त्वकार्यस्यार्थाक्रियारूपस्य यद् व्यापकं क्रमाक्रमरूपं तस्यानुपलम्भसद्भावात् । सा व्यापकानुपलन्धौ एव प्रवेशनीया । एवमन्या अपि यथासम्भवं आस्वेव विशन्ति ॥३-१०२॥
ટીકાનુવાદ - આ સાતે પ્રકારની પણ અનુપલબ્ધિ સાક્ષાત અનુપલંભ દ્વારા કહી છે. પરંતુ પરંપરા અનુપલબ્ધિ દ્વારા પણ આ અનુપલબ્ધિ સંભવે છે તે અનુપલબ્ધિઓનો પણ અહીં આ કહેલી સાતમાં જ યથાયોગ્ય પણ સમાવેશ કરવો. તે આ પ્રમાણે છે -
આ સંસારમાં રહેલું તત્ત્વ (પદાર્થ) એકાન્ત નિરન્વય (ક્ષણિક) નથી, એટલે કે સર્વ પદાર્થો ક્ષણવિનાશી-અન્વયવિનાના-ધુવ વિનાના નથી. કારણ કે તેમ માનવામાં ક્રમ - અક્રમની અનુપલબ્ધિ છે. આવા પ્રકારની જે આ કાર્યવ્યાપકાનુપલબ્ધિ છે. તે અમારી કહેલી સાતમાંની બીજા નંબરની વ્યાપકાનુપલબ્ધિમાં જ અંતભૂત સમજવી. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે :
આ અનુમાનમાં પ્રતિષેધ્ય એવું સાધ્ય નિરન્વય તત્ત્વ છે. તેનું કાર્ય “અર્થકિયા રૂપ” છે. તે અર્થક્રિયારૂપ કાર્યનું વ્યાપક કમાતમ છે. તેની અનુપલબ્ધિ હોવાથી સાધ્યના કાર્યના વ્યાપકની આ અનુપલબ્ધિ કહેવાય છે. તેથી તે નિરન્વયતાનો પ્રતિષેધ સિદ્ધ કરે છે. જો વસ્તુ નિરન્વયક્ષણવિનાશી જ હોય તો તે પોતાની અર્થક્રિયા શું કમશઃ કરે ? કે કમવિના કરે ? જો ક્રમશઃ કરે એ પક્ષ કહો તો જે પદાર્થ માત્ર ક્ષણવિનાશી હોવાથી એકસમય વર્તી જ છે તેને કાલનો કમ કેમ ઘટે ? હવે જો અમે અર્થ ક્રિયા કરે એ પક્ષ કહો તો પ્રત્યક્ષ વિરોધ છે. કાર્યક્રમસર જ થતું પ્રત્યક્ષ દેખાય છે. અને છતાં માની લો કે અક્રમે બધું કાર્ય કરે તો પ્રથમ સમયે જ બધુ કાર્ય કરી લીધું હવે બીજા સમયે કંઈ કરવાનું બાકી ન રહેવાથી “અસ” પણાની આપત્તિ આવશે. માટે વ્યાપક એવું ક્રમાક્રમ પણ ઘટતું નથી, તેથી તેનું વ્યાપ્ય જે અર્થકિયા, તેનો પણ નિષેધ સિધ્ધ થાય છે. અને અર્થકિયા રૂપ કાર્ય જો ન ઘટે તો તે નિરન્વયતત્ત્વનો પણ નિષેધ સાબિત કરે છે.
આ પ્રમાણે અર્થક્રિયા સ્વરૂપ જે કાર્ય, તેનું વ્યાપક જે કમકમ, તેની અનુપલબ્ધિ નિરન્વયતાનો પ્રતિષેધ સિદ્ધ કરે છે તે પરંપરા અનુપલબ્ધિ થઈ. આવી પરંપરા અનુપલબ્ધિ અનેકવિધ છે તેનો આ સાતમાં જ યથાયોગ્ય સમાવેશ કરવો. ૩-૧૦રા. विरुद्धानुपलब्धिं विधिसिद्धौ भेदतो भाषन्ते -
વિરુદ્ધનુપસ્થિનું વિધિપ્રતીતિ ચિધા રૂ-૨૦ રૂા. હવે અન્તિમ એવી જે વિરૂદ્ધની અનુપલબ્ધિ છે કે જે સાધ્યની વિધિની સિદ્ધિ કરવામાં પ્રતીત છે. તેને ભેદથી સમજાવે છે કે
વિરૂદ્ધાનુપલબિહેતુ વળી વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારે છે. આ૩-૧૦૩ જે સાધ્ય હોય તેનાથી વિરોધિતત્ત્વ જો ત્યાં ન દેખાતું હોય એટલે કે વિરોધિની અનુપલબ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org