________________
४५८
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન લીધે તેના કાર્યભૂત પ્રમાદિભાવો રૂપ સાધ્યનો પણ પ્રતિષેધ સિદ્ધ થાય છે. આ અવિરૂદ્ધકારણાનુપલબ્ધિ હેતુ સમજવો. ૧૩-૯૯ पूर्वचरानुपलब्धियथा - नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिनक्षत्रं
ચિત્રોનિા રૂ-૨૦૧ હવે પાંચમી પૂર્વચર અનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - એક મુહૂર્ત ગયા પછી સ્વાતિ નક્ષત્ર ઉગશે નહીં. કારણ કે હાલ ચિત્રા નક્ષત્રનો ઉદય થયેલ ન હોવાથી. ૩-૧૦૦
સારાંશ કે ચિત્રા નક્ષત્રના ઉદય પછી જ સ્વાતિનક્ષત્રનો ઉદય થાય છે. એટલે ચિત્રા નક્ષત્રના ઉદયની હાલ અનુપલબ્ધિ છે. તેથી આ મુહૂર્તના અંતે સ્વાતિ નક્ષત્રનો ઉદય આવશે નહીં. અહીં પ્રતિષેધ્ય સ્વાતિનક્ષત્રનો ઉદય, તેનાથી અવિરૂદ્ધ પૂર્વચર ચિત્રાનો ઉદય, તેની અનુપલબ્ધિ છે તેથી સ્વાતિના ઉદયનો તે નિષેધ કરે છે. (જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન) ૩-૧૦Oા
___ उत्तरचरानुपलब्धिर्यथा - नोदगमत् पूर्वभद्रपदा
मुहूर्तात्पूर्वमुत्तरभद्रपदोद्गमानवगमात् ॥३-१०१॥ હવે છઠ્ઠી ઉત્તરચરાનુપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે -
એક મુહૂર્ત પૂર્વે પૂર્વભાદ્રપદા નક્ષત્રનો ઉદય થયો નથી. કારણ કે હાલ તેના ઉત્તરચર એવા ઉત્તરભાદ્રપદાનો ઉદય દેખાતો નથી. એ૩-૧૦૧
સારાંશ કે પૂર્વભદ્રપદાનક્ષત્ર (નં.૨૫) એ પૂર્વચર છે. અને તેની પછી ઉત્તરભદ્રપદા (નં.ર૬) નક્ષત્રનો જ ઉદય થાય છે તે ઉત્તરચર છે. પરંતુ ઉત્તરચર એવું ઉત્તરભાદ્રપદા નક્ષત્ર હમણાં ઉદયગત થયેલું દેખાતું નથી, તેથી એક મુહૂર્ત પહેલાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર ઉદયમાં આવ્યું નથી એમ સિદ્ધ થાય છે. પ્રતિષેધ્ય એવા પૂર્વભાદ્રપદા નક્ષત્રનો ઉદય, તેનો ઉત્તરચરે જે ઉત્તરભદ્રપદા નક્ષત્રનો ઉદય, તેની અનુપલબ્ધિ છે. તેથી પૂર્વભાદ્રપદા નક્ષત્રના ઉદયનો તે નિષેધ સિદ્ધ કરે છે. ૩-૧૦૧ सहचरानुपलब्धिर्यथा - नास्त्यस्य सम्यग्ज्ञानं, सम्यग्दर्शनानुपलब्धेः ॥३-१०२॥ હવે સાતમી સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ જીવને સમ્યજ્ઞાન નથી, કારણ કે સમ્યગ્દર્શન ન જણાતું હોવાથી. ૫૩-૧૦૨ા.
સારાંશ કે સમજ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે સમ્યગ્દર્શન થાય અર્થાત્ સમ્યગ્દર્શન વિના નવ પૂર્વાદિ સુધીના શાસ્ત્રાદિના અભ્યાસને પાગ મિથ્યાજ્ઞાન કહેવાય છે. જે સમયે આત્મા મિથ્યાદર્શનમાંથી સમ્યગ્દર્શન પામે તે જ સમયે મિથ્યાજ્ઞાન એ જ સમજ્ઞાન બની જાય છે. બન્નેની પ્રાપ્તિ અને પતન એક સાથે જ હોય છે તેથી બન્ને પરસ્પર સહચર છે. તે કારણે તે બેમાંથી સહચર એવા સમ્યગ્દર્શનની અનુપલબ્ધિના કારણે સમ્યજ્ઞાનની પ્રતિષેધ સિદ્ધ થાય છે.
ટીકા - ર જ સENSષ્યનુપર િસાક્ષાનુપમ્પઢાળ, પરસ્પર પુના સમવન્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org