________________
શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશિષકની ચર્ચા રત્નાકરાવતારિકા જૈન किं नापरीक्षकस्यापि જે પુરૂષે સાચા-ખોટા કાર્યાપણનો અનુભવ પહેલાં કદાપિ કર્યો જ નથી એવા અપરીક્ષક અર્થાત્ બીન અનુભવી પુરૂષને કાષ્ઠપણ જોતાંની સાથે જ આ સાચું કાર્યાપણ છે કે આ ખોટું કાર્યાપણ છે એવો સાચા-ખોટાના વિવેક પૂર્વકનો પ્રત્યક્ષબોધ તમારા મતે કેમ ઉત્પન્ન થતો નથી ? હે વૈશેષિક ! તમારા મતે પ્રત્યક્ષ એ સ્વતંત્ર પ્રમાણ છે. તેમાં વ્યાપ્તિગ્રહણની અપેક્ષા નથી, ઈન્દ્રિયના સન્નિકર્ષમાત્રથી જ બોધ થઈ જાય છે એમ તમે માનો છો તો પછી બીનઅનુભવી પુરૂષને પણ અનુભવી પુરૂષની જેમ જ કાર્ષાપણ જોતાંની સાથે જ વ્યાપ્તિગ્રહણની અપેક્ષા રાખ્યા વિના જ તુરત જ પ્રત્યક્ષજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? થવું જ જોઈએ, તમે વૈશેષિકો અમને નાલીકેરદ્વીપવાસીમાં (બીન અનુભવીમાં) વ્યાપ્તિગ્રહણ વિના શબ્દબોધ થવાની આપત્તિ આપો છો તે જ આપત્તિ પ્રત્યક્ષના બીનઅનુભવીને પણ વ્યાપ્તિગ્રહણ વિના સાચાખોટા કાર્ષાપણનું પ્રત્યક્ષ થવામાં તમને પણ આવશે જ.
अथ “यावानेतादृशविशेषसमाकलितकलेवर: कार्षापणः, तावानशेषः कूटोऽकूटो वा निष्टङ्कनीयस्त्वया” इत्युपदेशसाहायकापेक्षं चक्षुरादि तद्विवेके कौशलं कलयति, न चापरीक्षकस्यायं प्राक् प्रावर्तिष्टेति ચૈત્
Sch
तर्हि " शब्दोऽपि यावान् पनसशब्दस्तावान् पनसार्थवाचक" इति संवित्तिसहायः तत्प्रतिपादने पटी - यान् । न च नालिकेरद्वीपवासिनः प्राणियं प्रादुरासीदिति कथं तस्य तत्प्रतीतिः स्यात् ?
अथ “एतादृशसंवेदनं व्याप्तिसंवेदनरूपमेव", तदपेक्षायां च शब्दार्थज्ञानमनुमानमेव भवेदिति चेत् ? कूटाकूटकार्षापणविवेकप्रत्यक्षमपि किं न तथा, तत्रापि तथाविधोपदेशस्य व्याप्त्युल्लेखरूपत्वात् ? ॥
-
"एतादृशविशेष
યુક્ત કલેવર (શરીર)વાળું
વૈશેષિક - હવે અહીં વૈશેષિક કદાચ એમ કહે કે “જે પુરૂષને પરનો એવો ઉપદેશ જો સહાયક તરીકે પ્રથમ મળેલો હોય’' તો જ તે પુરૂષની ચક્ષુરાદિ સાચા-ખોટાના વિવેકમાં નિર્ણય કરી શકે છે. સાચુ નાણું કેવું હોય ? તેને જણાવનારા જે વિશેષધર્મો હોય તે, તથા ખોટુ નાણું કેવું હોય ? તેને જણાવનારા જે વિશેષધર્મો હોય તે બન્ને ધર્મો પ્રથમ અનુભવી પાસેથી જાણ્યા હોય જેમ કે - આવા આવા પ્રકારના વિશેષધોથી સમાહિત જેટલું કાર્ષાપણ હોય તેટલું સઘળું તારે સાચું છે એમ જાણવું અથવા ખોટુ છે એમ જાણવું.’’ આવા પ્રકારનો અનુભવી પાસેથી પ્રથમ પ્રાપ્ત કરેલો જે ઉપદેશ, તેની સહાયતાની અપેક્ષાથી જ ચક્ષુરાદિ ઈન્દ્રિયો (અર્થાત્ તેવા પરીક્ષકની ચક્ષુરાદિ ઈન્દ્રિયો) તદ્વિવ સાચા-ખોટા કાર્યાપણના નિર્ણયના વિવેકમાં સમર્થતાને ધારણ કરે છે. અન્યથા નહીં. અને જે અપરીક્ષક (બીનઅનુભવી) પુરૂષ છે તેને પહેલાં આવા પ્રકારનો આ ઉપદેશ કદાપિ પ્રવર્તેલો નથી. તેથી તે અપરીક્ષક પુરૂષ કેવી રીતે કૂટાકૂટનો નિર્ણય કરી શકે ?
=
Jain Education International
=
સારાંશ કે હે જૈનો ! અમે પ્રત્યક્ષપ્રમાણમાં એકલો ચક્ષુરાદિ ઈન્દ્રિયોનો સન્નિકર્ષ જ કારણ માનતા નથી. પરંતુ અનુભવીનો ઉપદેશ સહાયક હોય તો જ ચક્ષુરાદિ ઈન્દ્રિયોનો સન્નિકર્ષ પ્રત્યક્ષજ્ઞાન કરાવે છે એમ માનીએ છીએ. માટે ઈન્દ્રિયસન્નિકર્ષ પરીક્ષક-અપરીક્ષક એમ બન્નેમાં હોવા છતાં
For Private & Personal Use Only
=
www.jainelibrary.org