________________
૫૧૧
શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા સિદ્ધસાધ્યતા દોષ લાગશે અને પરિચિત શબ્દપક્ષમાં વ્યાપ્તિગ્રહણપૂર્વક એ હેતુ ન વર્તતો હોવાથી અસિધ્ધ હેત્વાભાસ દોષ તમને લાગશે અને હેતુ સાધ્યાભાવ એવા કૂટાકૂટકાર્ષાપણના પ્રત્યક્ષમાં વર્તતો હોવાથી વ્યભિચાર હેત્વાભાસ પણ થશે. ઈત્યાદિ ઘણા દોષો તમને લાગશે.
આ પ્રમાણે વૈશેષિકોએ કરેલું અનુમાન દોષોથી ભરેલું હોવાથી શબ્દબોધમાં વ્યાપ્તિગ્રહણની અપેક્ષા નથી એ સિદ્ધ થાય છે. અને તેથી શબ્દ એ અનુમાન પ્રમાણ નથી (પરંતુ સ્વતંત્ર આગમપ્રમાણ છે) એમ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે રાષ્ટ્રો (પક્ષ), નાનુમાનમ્ (સાધ્ય), અનુમાનસમથ્રીસમાવાત્ અર્થાત્ તદ્ધિમિન્નસામગ્રીત્ત્વાત્ (હેતુ), ટાટા પળવિવેપ્રત્યક્ષવત્ (ઉદાહરણ), વિવાદાસ્પદ એવો જે શબ્દ છે તે (પક્ષ), અનુમાન નથી (સાધ્ય), કારણ કે અનુમાનની જે જે સામગ્રી (વ્યાપ્તિગ્રહણ-ઉદાહરણ-ઉપનય આદિ) હોવી જોઈએ તેના કરતાં ભિન્નસામગ્રી વાળો હોવાથી (હેતુ) કૂટાકૂટકાર્યાપણને જણાવનારા પ્રત્યક્ષજ્ઞાનની જેમ (ઉદાહરણ)
―
જેમ આ પ્રત્યક્ષજ્ઞાન વ્યાપ્તિગ્રહણાદિ અનુમાન સામગ્રીથી ભિન્ન સામગ્રીવાળું છે માટે અનુમાનરૂપ નથી તે જ રીતે પરિચિત શબ્દોથી થતો બોધ પણ વ્યાપ્તિગ્રહણાદિ સામગ્રીથી ભિન્ન હોવાથી અનુમાન પ્રમાણ નથી પરંતુ તેનાથી ભિન્ન એવું સ્વતંત્ર ‘‘આગમપ્રમાણ’’ છે. એમ સિદ્ધ થયું.
किश्च बाचामनुमानमानतामातन्वानोऽसौ कथं पक्षधर्मतादिकमादर्शयेत् ? चैत्रः ककुदादिमदर्थविवक्षाबान्, गोशब्दोच्चारणकर्तृत्वात्, अहमिव - इतीत्थमिति चेत् ? नन्वतो विवक्षामात्रस्यैव प्रतीतिः स्यात्। तथा च कथमर्थे प्रवृत्तिर्भवेत् ? विवक्षातोऽर्थसिद्धिरिति चेत् ? मैवम्, अस्यास्तद्व्यभिचारात्, अनाप्तानां अन्यथाऽपि तदुपलब्धेः ।
अथ यथाप्तोक्ताच्छब्दात् तथाऽऽप्तविवक्षातोऽक्षूणैवार्थसिद्धिर्भविष्यति - इति चेत् - सत्यम् - किन्त्वप्रतीतिपराहतैवेयं परम्परा, शब्दश्रुतौ सत्यां प्रतीत्यन्तराव्यवहितस्यैव अर्थस्य संवेदनात् । यथा लोचनव्यापारे सति रूपस्य । अपि च अप्रातीतिकैतादृक्कल्पनामहापातकं क्रियतां नाम, यदि नान्या गतिः स्यात् । अस्ति चेयम्, शब्दस्य स्वाभाविकवाच्यवाचकभावसम्बन्धद्वारेण अर्थप्रत्यायकत्वोपपत्तेः । एतच स्वाभाविસામર્થ્યસમયામ્યાં (૪-૨૨) હત્યાવિસૂત્રે નિર્રેષ્યતે જ-રા
તથા વળી વાણીને અનુમાન પ્રમાણ માનનારો આ વૈશેષિક ‘‘પક્ષધર્મતા’ આદિ હેતુનાં લક્ષણો કેવી રીતે સમજશે અને સમજાવશે ? પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અસત્પ્રતિપક્ષત્વ, અને અબાધિતવિષયત્વ ઈત્યાદિ હેતુનાં તેઓના મતે પાંચ લક્ષણો છે. હેતુનું પક્ષમાં વર્તવું તે પક્ષધર્મતા કહેવાય છે. “ઘટશબ્દ ઘટપદાર્થનો વાચક છે. કારણ કે તેની સાથે સંબંધવાળો હોવાથી'' આવું અનુમાન તમે કરશો, પરંતુ ઘટશબ્દ વક્તાના મુખમાં બોલાય છે. એટલે વક્તાના મુખમાં છે. ઘટપદાર્થમાં તો શબ્દ હોતો જ નથી. તેથી ધૂમવાનાં પર્વતઃ આવી પક્ષધર્મતા જેમ થાય છે તેમ ઘટપાર્થવાનાં રાષ્ટ્ર આવી પક્ષધર્મતા કહેવી જોઈએ પરંતુ તે અહીં થતી નથી. ઘટમાં શબ્દ ન હોવાથી, તેથી હેતુનાં લક્ષણો કેવી રીતે લગાડશે અને સમજાવશે ?
આદિ શબ્દથી “સપક્ષસત્ત્વ' પણ ઘટતું નથી. કારણ કે ધૂમ તો મહાનસમાં છે માટે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org