________________
રત્નાકરાવતારિકા
નથી. તેથી ભિન્ન પ્રમાણ માનવાની જરૂર નથી.
જૈન - તંત્ર હેતોરામુઙે - તે અનુમાનમાં હેતુનો (અમુલે=) પહેલાં તો પ્રત્યક્ષની સાથે વ્યભિચાર દોષ આવે છે. ક્યા પ્રત્યક્ષની સાથે વ્યભિચાર દોષ આવે છે ? તો જણાવે છે કે છૂટ ખોટા, अकूट = સાચા, અર્થાત્ સાચા-ખોટા સિક્કાનું નિરૂપણ કરવામાં પ્રવીણ એવું જે પ્રત્યક્ષજ્ઞાન, તેની સાથે આ હેતુનો વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે -
સાચો કે ખોટો સિક્કો ચક્ષુથી જોતાં ભલે તે સાચો હોય કે ખોટો હોય પરંતુ આ સાચો છે કે ખોટો છે એવું જ્ઞાન વ્યાપ્તિગ્રહણ દ્વારા જ થાય છે. છતાં પણ પ્રત્યક્ષ હોવાથી અનુમાનમાં અંતર્ગત નથી. તેથી તમારો આ વ્યાપ્તિપ્રવહેનાર્થપ્રતિપાત્ત્વ એ હેતુ સાધ્યાભાવમાં અનુમાનાભાવમાં વિદ્યમાન હોવાથી વ્યભિચારી બનશે. કારણ કે તથામૃતસ્થાપિ પ્રત્યક્ષસ્ય = તેવા પ્રકારનું (વ્યામિ ગ્રહણના બલવડે જ અર્થનું પ્રતિપાદન કરવા વાળું) આ પ્રત્યક્ષ છે. છતાં તેમાંથી અનુમાનતાનો અપાય કરેલો છે. અનુમાનતા સ્વીકારી નથી. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી તમારી વાત ઉચિત નથી.
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨
Jain Education International
=
=
વૈશેષિક - આ ! યં પ્રત્યછ્યું નામ મૂત્વા - અરે હે જૈનો ! તમે કેવા મૂર્ખ છો કે જે આવું બોલો છો કારણ કે પ્રત્યક્ષજ્ઞાન સાક્ષાત્સ્વરૂપે હોઈને વ્યાપ્તિગ્રહણ કરવા દ્વારા અર્થબોધ કેવી રીતે કરાવે છે ? જે ચાક્ષુષાદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતું હોય તે વ્યાપ્તિની અપેક્ષા કેમ રાખે ? જેવી ચક્ષુ ખુલે છે કે તુરત જ પરીક્ષકપુરૂષોને આ સિક્કો કૂટ છે કે આ સિક્કો અકુટ એવા વિવેક પૂર્વકનો પ્રત્યક્ષબોધ થઈ જ જાય છે. તેથી ત્યાં વ્યાપ્તિગ્રહણ કરવાનો અવસર જ કયાં છે ? જે ઈન્દ્રિય ખુલતાં જ વસ્તુ સાક્ષાત્ જણાઈ જ જતી હોય તો વ્યાપ્તિ-ઉદાહરણ આદિની અપેક્ષા શું કોઈ રાખે ? અર્થાત્ ન જ રાખે માટે આ પ્રત્યક્ષજ્ઞાન જ છે. પરંતુ અનુમાન નથી.
-
જૈન - તદ્દેવાત્રાપિ પ્રતીહિ હે વૈશેષિક ! આ જ હકીકત અન્યત્ર પણ (શબ્દને પ્રમાણ માનવામાં પણ) તું સમજી લે. કારણ કે કૂટાકૂટકાર્યાપણનું નિરૂપણ જેમ ચક્ષુથી જોતાંની સાથે જ થઈ જાય છે, વ્યાપ્તિ ગ્રહણનો અવસર નથી તેથી અનુમાનમાં અંતર્ગત થતું નથી પરંતુ અનુમાનથી ભિન્ન પ્રમાણ છે. તેવી જ રીતે ધ્વનિ પણ સમ્યગ્ પ્રકારે ઉચ્ચારણ કરાયો છતો સાંભળતાંની સાથે જ તુરત (અર્થાત્ વ્યાપ્તિગ્રહણની અપેક્ષા રાખ્યા વિના જ) અર્થનું સંવેદન પુરૂષને થઈ જ જાય છે માટે ત્યાં પણ વ્યાપ્તિગ્રહણનો અવસર છે જ કયાં ? કે જે શબ્દને તું અનુમાનમાં અંતર્ગત કરે છે.
For Private & Personal Use Only
૫૦૬
=
વૈશેષિક - વં હિં જો એમ હોય તો એટલે કે વ્યાપ્તિગ્રહણ વિના જ શબ્દ સાંભળતાંની સાથે જ અર્થબોધ થતો હોય તો નાલીકેરદ્વીપવાસી મનુષ્યને કે જેણે પનસ શબ્દ કોઈ દિવસ સાંભળ્યો પણ નથી તથા અર્થબોધ કર્યો પણ નથી તેવા અનનુભવી પુરૂષને પણ પનસ શબ્દને (પ્રથમવાર) સાંભળવા માત્રથી જ તેના અર્થનું સંવેદન થવું જ જોઈએ. કારણ તમે જૈનો શબ્દને ભિન્ન પ્રમાણ માની વ્યાસિગ્રહણ વિના જ અર્થબોધ માનો છો. જો વાસ્તવિક એમ જ બનતું હોય તો પનસના અનનુભવીને પણ પનસ શબ્દ સાંભળતાં જ અર્થબોધ કેમ થતો નથી ? થવો જોઈએ.
www.jainelibrary.org