________________
૪૯૩
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૩/૯૪/૯૫
રત્નાકરાવતારિકા પણ વિરોધી જ હોય છે. આ રીતે પ્રતિષેધ્ય સ્વભાવ વાળાં જે (એટલે આ અનુમાનમાં જેનો પ્રતિષેધ કરવાનો છે તે સ્વભાવવાળાં જે) દુઃખ કારણો, તેનું કાર્ય જે દુઃખ, તે કાર્યની સાથે વિરોધવાળું સુખ, તે દેખાય છે. આમ દુઃખકારણોના કાર્યભૂત દુઃખની સાથે વિરૂદ્ધ એવા સુખની ઉપલબ્ધિ છે. માટે સુખનો દુઃખ સાથે સાક્ષાત્ વિરોધ છે પરંતુ તેના કારણભૂત દુઃખ કારણોની સાથે પરંપરાએ વિરોધ છે. જે વસ્તુ કાર્યની સાથે વિરૂદ્ધ હોય. તે વસ્તુ તે કાર્યના કારણની સાથે પણ વિરૂદ્ધ હોય છે. આ રીતે આ કાર્યવિરૂદ્ધોપલબ્ધિ થઈ.
(૨) વ્યાપકવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે - સત્રિકર્ષાદિ (પક્ષ), પ્રમાણ નથી (સાધ્ય), કારણ કે અજ્ઞાનરૂપ (જડરૂ૫) છે માટે (હેતુ).
આ અનુમાનમાં જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વ આ બન્નેનો સાક્ષાત્ વિરોધ છે. અને પ્રમાણતા તથા જ્ઞાનત્વ નો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે પ્રમાણતા એ વ્યાપ્ય છે અને જ્ઞાનત્વ એ વ્યાપક છે. જે અજ્ઞાનતા વ્યાપક એવા જ્ઞાનત્વની સાથે વિરોધવાળી છે તે અજ્ઞાનતા જ્ઞાનત્વના વ્યાપ્ય એવી પ્રમાણતાની પણ પરંપરાએ વિરોધી જ છે. આ પ્રમાણે પ્રતિષેધ્ય સ્વભાવવાળી પ્રમાણતા, કે જે જ્ઞાનત્વની વ્યાપ્ત છે. તેની સાથે અજ્ઞાનતાનો વિરોધ જ્ઞાન દ્વારા હોવાથી પરંપરાએ વિરોધ કહેવાય છે. તે પણ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં અંતર્ગત થાય છે.
(૩) કારણવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે - “આ પુરૂષ (પક્ષ), રોમહદિવાળો નથી (સાધ્ય) કારણ કે સમીપમાં અગ્નિવિશેષ હોવાથી (હેતુ). આ અનુમાનમાં રોમહર્ષાદિ તો જ થાય છે કે જો આજુબાજુ અતિશય શીતળતા હોય તો, અને તે શીતળતા અવિ ન હોય તો જ થાય એટલે શીતળતા અગ્નિની સાથે સાક્ષાત્ વિરોધી છે. રોમહર્ષાદિનું કારણ શીતળતા છે. અને રોમહર્ષાદિ એ શીતળતાનું કાર્ય છે. તેથી રોમહર્ષાદિના કારણભૂત એવી શીતળતાનો વહ્નિ સાક્ષાત વિરોધી છે માટે રોમહર્ષાદિનો પણ પરંપરાએ વહ્નિ વિરોધી છે. આ રીતે પ્રતિષેધ્યસ્વભાવવાળા રોમહર્ષાદિ, કે જે શીતળતાનાં કાર્યો છે. તેની સાથે વહિ પરંપરાએ (શીતળતા દ્વારા) વિરોધી છે. આ રીતે આ કારણવિરૂદ્ધોપલબ્ધિ થઈ. તે પણ સ્વભાવવિરૂદ્ધ ઉપલબ્ધિમાં અંતર્ગત થાય છે. ( આ પ્રમાણે પરંપરા વાળી જે જે વિરૂદ્ધ ઉપલબ્ધિઓ છે તે સર્વે યથાયોગ્ય રીતે સ્વભાવાદિમાં અંતર્ગત સમજી લેવી.
ये तु - नास्त्यस्य हिमजनितरोमहर्षादिविशेषो धूमात्, प्रतिषेध्यस्य हि रोमहर्षादिविशेषस्य कारणं हिमं तविरुद्धोऽग्निस्तत्कार्य धूम इत्यादयः कारणविरुद्धकार्योपलब्ध्यादयो विरुद्धोपलब्धेर्भेदाः - ते यथासम्भवं विरुद्धकार्योपलन्ध्यादिष्वन्तर्भावनीयाः ॥३-९२॥
જે (ધનરાદિ બૌધ્ધાચાય) કારણ વિરૂદ્ધ કાર્ય ઉપલબ્ધિ આદિ ઉપલબ્ધિઓ માને છે તે પણ વિરૂદ્ધકાર્ય-ઉપલબ્ધિ આદિમાં જ યથાસંભવ અંતર્ભાવિત થાય છે એમ સ્વયં સમજી લેવું. તેઓ આ પ્રમાણે ઉદાહરણ આપે છે કે -
આ પુરૂષને હિમથી થયેલ રોમહર્ષાદિવિશેષ નથી, કારણ કે તેની આજુબાજુ અતિશય ધૂમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org