________________
૪૮૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૬/૮૭
રત્નાકરાવતારિકા - ટીકાનુવાદ - જેમ ભાવનો અભાવની સાથે અને અભાવની ભાવની સાથે વિરોધ અતિશય સ્પષ્ટ જ છે. તેવી જ રીતે સર્વથા એકાન્તનો અનેકાન્તની સાથે, અને અનેકાન્તનો સર્વથા એકાન્તની સાથે વિરોધ અત્યન્ત સ્પષ્ટ જ છે. તેથી સાધ્ય જે “સર્વથા એકાન્ત” તેનાથી વિરૂદ્ધ જે અનેકાન્તસ્વભાવ, તે સર્વવસ્તુઓમાં ઉપલબ્ધ થાય છે. આ સ્વભાવ વિરૂદ્ધ ઉપલબ્ધિનું ઉદાહરણ છે.
પ્રશ્ન :- આ વિરૂદ્ધોપલબ્ધિ હેતુને અનુપલબ્ધિ રૂપ હેતુ જ માનવો ઉચિત છે. કારણ કે “જે કોઈ પ્રતિષેધ છે તે સર્વ અનુપલબ્ધિ રૂપ છે” એવું શાસ્ત્રવચન છે. જેમ કે અહીં ઘટ નથી. એટલે જે આ ઘટનો નિષેધ કર્યો તે ઘટની અનુપલબ્ધિ રૂપ જ છે. માટે વિરૂદ્ધની ઉપલબ્ધિ એ અનુપલબ્ધિ કહીએ તો શું દોષ?
ઉત્તર :- ઉપર કહેલી તે વાત મલીન છે. અર્થાત્ સત્ય નથી. કારણ કે અહીં ઉપલંભના અભાવને હેતુ તરીકે કહ્યો નથી જો ઉપલંભાભાવને હેતુ તરીકે કહ્યો હોત તો ઉપલંભનો અભાવ એ જ અનુપલંભ કહેવાય છે. પરંતુ અહીં હેતુ ઉપલંભ તરીકે છે. ઉપલંભાભાવ નથી તેથી આ અનુપલંભહેતુ કહેવાતો નથી. હેતુ ઉપલંભાત્મક જ છે. માત્ર સાધ્યથી વિરૂદ્ધ છે તેથી સાધ્યનો નિષેધ તે જણાવે છે. અર્થાત્ સાધ્ય અનુપલંભરૂપ છે. પરંતુ હેતુ તો ઉપલભસ્વરૂપ જ છે માટે અનુપલબ્ધિ હેતુ કહેવાતો નથી.
अथ विरुद्धयोः सर्वथैकान्तानेकान्तयोर्वहिशीतस्पर्शयोरिव प्रथम विरोध: स्वभावानुपलब्ध्या प्रतिपन्न इत्यनुपलब्धिमूलत्वात्स्वभावविरुद्धोपलब्धेरनुपलब्धिरूपत्वं युक्तमेवेति चेत् ? तर्हि साध्यधर्मिणि भूधरादौ साधने च धूमादावध्यक्षीकृते सतीदमप्यनुमानं प्रवर्तत इति प्रत्यक्षमूलत्वादिदमपि प्रत्यक्षं किं न स्यात् ? इति રૂ-૮૦
પ્રશ્ન :- વહ્નિનો સ્વભાવ ઉષ્ણસ્પર્શ છે. તેમાં શીતળસ્પર્શના સ્વભાવની સદા અનુપલબ્ધિ હોવાથી તે શીતળસ્પર્શ વહિનો વિરોધી છે અને વહ્નિ શીતળસ્પર્શનો વિરોધી છે. આમ વહ્નિ અને શીતળસ્પર્શનો વિરોધ સ્વભાવની અનુપલબ્ધિ વડે જેમ જણાય છે. તેવી જ રીતે સર્વથા એકાન્ત અને અનેકાન્તનો પણ વિરોધ પ્રથમ તો સ્વભાવની અનુપલબ્ધિ વડે જ થાય છે. સર્વથા એકાન્તમાં અનેકાન્તનો સ્વભાવ અનુપલબ્ધ છે અને અનેકાન્તમાં સર્વથા એકાન્તનો સ્વભાવ અનુપલબ્ધ છે. આ પ્રમાણે આ બન્ને વચ્ચેનો વિરોધ સ્વભાવની અનુપલબ્ધિ વડે જણાય છે.
પ્રથમ સ્વભાવની અનુપલબ્ધિ થવા દ્વારા વિરોધ જણાય છે એટલે આ વિરોધ સ્વભાવની અનુપલબ્ધિમૂલક હોવાથી સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિને અનુપલબ્ધિરૂપ માનવી એ જ યોગ્ય છે. ન્યાય એવો છે કે જે વસ્તુ જે મૂલવાળી હોય, તે વસ્તુને તે રૂપ કહેવાય છે. જેમ કે ધર્મગુરૂ પાસેથી આવેલી શાસ્ત્રવાણી પણ વીતરાગમૂલક હોવાથી વીતરાગ વાણી જ કહેવાય, તેમ સ્વભાવવિરૂદ્ધની ઉપલબ્ધિ પણ અનુપલબ્ધિમૂલક હોવાથી અનુપલબ્ધિરૂપ જ કહેવાય છે.
ઉત્તર :- જો એમ હોય તો જે વસ્તુ જે મુલક હોય, તે વસ્તુને તરૂપ જ કહેવાતી હોય તો “સાધ્યધર્મી એવા પર્વતાદિમાં, અને સાધનભૂત એવા ધૂમાદિમાં પ્રત્યક્ષજ્ઞાન કરાયે છતે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org