________________
४७८
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન રહ્યા છતાં જ (એક અતીતમાં અને એક અનાગતમાં એમ સ્વકાલમાં રહ્યા છતાં જ) તે બે કારણોથી તે તે પ્રબોધ અને અરિષ્ટ કાર્યની ઉત્પત્તિ થાય છે, માટે અન્વય નથી એમ કેમ કહો છો ?
સારાંશ કે આ કાર્ય-કારણ ભલે એકકાલવર્તી નથી સ્વ-સ્વકાલવત છે. પરંતુ પોતપોતાના કાલમાં રહ્યું છતું તે તે કારણ કે તે અન્યકાળમાં કાર્ય ઉત્પન્ન કરે છે. એમ અન્વય તો છે. માટે અહીં અન્વય નથી એમ હે જૈનો ! તમે કેમ કહો છો ?
જૈન - હે પ્રજ્ઞાકર ! કાલભેદ હોવા છતાં જે અન્યકાળમાં રહેલું કારણ અન્યકાળમાં કાર્ય કરતું હોય તથા ગમે તે કાળમાં રહેલું કારણ ગમે તે કાળમાં રહેલા કાર્યને જો કરે, અને તેને અન્વય કહેવાય તો આવા પ્રકારનો આ અન્વય તો રાવાણાદિની સાથે પણ આ (શંખચક્રવર્તીની ઉત્પત્તિમાં) પણ છે જ. રાવણ-શંખચક્રવતમાં પણ સ્વકાલમાં હયાતી છે. તો તે પણ પોતાના કાલમાં રહ્યા છતા અન્યકાળમાં થનારા કાર્યનું કારણ બને છે. ત્યાં પાગ તેવો અન્વય તો છે જ.
પ્રજ્ઞાકર :- સત્યમ્ - હે જૈન ! તમારી વાત સાચી છે કે રાવણ-શંખચક્રવતીમાં પણ તેવો અન્વય છે જ. પરંતુ ત્યાં વ્યતિરેક સંબંધ રિક્ત છે. એટલે કે ત્યાં વ્યતિરેક સંબંધ ઘટતો નથી. જાગ્રશાસંવેદન-પ્રબોધ, અને અરિષ્ટ-મરણની વચ્ચે અન્વય અને વ્યતિરેક એમ બન્ને સંબંધ ઘટે છે, પરંતુ રાવણ અને શંખચક્રવર્તી વચ્ચે માત્ર અન્વયે જ સંબંધ ઘટે છે, પરંતુ વ્યતિરેક સંબંધ સંભવતો નથી માટે ત્યાં કાર્યકારણભાવ નથી.
જૈન - સોડ્ય વ્યતિરે નામ - હે પ્રજ્ઞાકર ! તમે વ્યતિરેક સંબંધ કોને માનો છો ? આ વ્યતિરેક સંબંધ એ શું છે ?
પ્રજ્ઞાકર :- તમારે કમાવ તિ રેત્ = તે ન હોતે છતે તેનું ન હોવું તે વ્યતિરેક કહેવાય છે. જો જાગ્રશાસંવેદનાત્મક કારણ ન થયું હોત તો ઉડ્યા પછી પ્રબોધ થાત નહીં, તેવી જ રીતે ભાવિમાં મરણાત્મક કારણ આવવાનું ન હોત તો અરિષ્ટ થાત નહીં. એવો વ્યતિરેક સંબંધ આ બેમાં સંભવે છે. પરંતુ રાવણ ન જન્મ્યા હોત તો ભાવિમાં શંખ ચક્રવર્તી ન જ જન્મત, એવો વ્યતિરેક સંબંધ ત્યાં ઘટતો નથી.
જૈન - હે પ્રભાકર ! તે આવો વ્યતિરેક જાગ્રશા સંવેદનાદિમાં કેવી રીતે છે ? એટલે કે આવો વ્યતિરેક જેમ રાવણ - શંખમાં નથી સંભવતો તેમ જાગ્રશાસંવેદનાદિમાં પણ નથી જ સંભવતો.
કારણ કે તે જાગ્રશાસંવેદન અને મરણના અભાવમાં જ સદા પ્રબોધ અને અરિષ્ટ થાય છે. વ્યતિરેકનો અર્થ એ છે કે તમારે તમારે તેના અભાવમાં તેનો અભાવ તે વ્યતિરેક કહેવાય છે. પરંતુ અહીં તો જાગ્રશાસંવેદના અભાવમાં જ પ્રબોધનો ભાવ છે પરંતુ પ્રબોધનો અભાવ નથી. તેવી જ રીતે મરણના અભાવમાં અરિષ્ટનો અભાવ હોવો જોઈએ તેને બદલે મરાણના અભાવકાલમાં અરિષ્ટનો સદ્ભાવ જ છે.
તથા વળી વાન્ડે તમાવતસ્ય નીતિ = (જ્યારે જ્યારે પ્રબોધ અને અરિષ્ટાત્મક કાર્યનો અનુક્રમે સ્વકાલમાં એટલે અતીતમાં અને અનાગતમાં અભાવ છે ત્યારે ત્યારે) અર્થાત્ જ્યાં કાર્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org