________________
૪૮૩
તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૮/૭૯/ ૮૦,૮૧ ૮૨ રત્નાકરાવતારિકા ઉત્તર :- જો કે કાર્યાદિ હેતુઓ પાગ સાધ્યની સાથે વ્યાપીને રહેનાર હોવાથી તેમાં વ્યાપ્યત્વ છે. તો પણ સાધ્યની સાથે વ્યાપ્તપણે વર્તવું (હોવું)” તે રૂપ વ્યાપ્યત્વ અમે અહીં વિવસ્યું નથી. અર્થાત્ સાધ્યની સાથે વર્તવું' એટલું જ વ્યાપ્યત્વ લીધું નથી. પરંતુ સાધ્યની સાથે તાદાત્મભાવને પામેલ હોય એટલે અભેદ સંબંધ રૂપ હોય અને અકાર્યાદિ રૂપ હોય એવા પ્રયત્નજન્યત્વ આદિનું વ્યાપ્યત્વ અમે વિવસ્યું છે.
વ્યાપ્યત્વનો અર્થ અહીં એવો વિવક્ષિત છે કે જે સાધ્યની સાથે તાદાભ્યરૂપે હોય, અને કાર્યાત્મકરૂપે કે કારણાત્મકરૂપે કે સહચર રૂપે ન હોય તેને વ્યાપ્ય કહ્યું છે. તેથી કાર્યાદિને વ્યાપ્ય કહેવાતું નથી.
અહીં મૂલસૂત્રમાં “ધ્વનિઃ” એટલે શબ્દ એ પક્ષ કહેલ છે. તેથી સામાન્યથી શબ્દમાત્ર પક્ષ સંભવી શકે. તો પણ અહીં મનુષ્ય-પશુ-પક્ષી આદિ જીવથી કરાયેલો જે શબ્દ તે વિશિષ્ટ શબ્દને જ પક્ષ સમજવો. આવા પ્રકારના વિશિષ્ટ શબ્દાત્મક પક્ષને આશ્રયીને જ અનિત્યત્વ સાધવા માટે
પ્રયત્નજન્યત્વ” હેતુ કહ્યો છે એમ સમજવું. પરંતુ શબ્દમાત્રને પક્ષ ન સમજવો. કારણ કે જો શબ્દમાત્રને પક્ષ કહીશું તો પ્રયત્નાનન્તરીયકત્વ હેતુ અવ્યાપક સિદ્ધ (ભાગાસિદ્ધ) હેત્વાભાસ થશે. કારણ કે સર્વશબ્દોનો જન્મ પ્રયત્નાનન્તરીયક નથી. ઘંટ તથા વૃક્ષોની શાખા આદિમાં વાયુથી પણ શબ્દનો પ્રાદુર્ભાવ થાય છે જ્યાં પ્રયત્નાનન્તરીયકત્વ નથી. માટે વિશિષ્ટ શબ્દને અહીં પક્ષ સમજવો. ||૩-૭૭ળા.
अथ कार्याविरुद्धोपलब्ध्यादीनुदाहरन्ति . अस्त्यत्र गिरिनिकुञ्ज धनञ्जयो धूमसमुपलम्भादिति कार्यस्य ॥३-७८॥ ટીકા :- સાચ્ચેના વિરુદ્ધ ચોપરન્યિરિતિ પૂર્વસૂત્રાદ્દિોત્તરત્ર ગાનુવર્તનીયમ્ ૨-૭૮
વ્યાપ્યાવિરૂદ્ધ (સ્વભાવાવિરૂદ્ધ) ઉપલબ્ધિનું ઉદાહરણ આપી હવે ક્રમશઃ કાર્યાદિ (કાર્ય-કારણપૂર્વચર-ઉત્તરચર અને સહચર) અવિરૂદ્ધોપલબ્ધિનાં ઉદાહરણો સમજાવે છે -
અહીં આ પર્વતની ગુફામાં અગ્નિ છે. કારણ કે તે અગ્નિનું કાર્ય જે ધૂમ, તે દેખાય છે માટે. આ કાર્યાવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ સમજવું. ૩-૭૮
ટીકાનુવાદ :- “સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા (કાર્ય) ની ઉપલબ્ધિ” આટલું પદ અર્થસંગત કરવા માટે પૂર્વના ૭૭ માં સૂત્રથી અહીં આ ૭૮ મા સૂત્રમાં તથા ઉત્તરત્ર (આગળના) ૭૯ માં આદિ સૂત્રોમાં અનુવૃત્તિ રૂપે લાવવું.
પર્વતની નિકુંજમાં જે વહ્નિ છે તે સાધ્ય છે અને તેના ઉપરના અવકાશમાં જે ધૂમ દેખાય છે તે કાર્યરૂપ હેતુ છે. આ કાર્ય સાધ્યની સાથે અવિરૂદ્ધ છે. માટે આ ઉદાહરણ અવિરૂદ્ધકાયપલબ્ધિનું સમજવું. ૩-૭૮ :
भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य ॥३-७९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org